મુસ્લિમ યુવકો ગેંગ બનાવીને સુનિયોજિત ષડ્યંત્રના ભાગરૂપે હિંદુ યુવતીઓને ફસાવતા હોય તેવા અનેક કેસો અત્યાર સુધીમાં સામે આવી ચૂક્યા છે. ઘણી વખત યુવકો ઓળખ છુપાવીને, હિંદુ ઓળખ ધારણ કરીને યુવતીઓને ફસાવીને લવ જેહાદ કરતા હોવાના કિસ્સાઓ પણ પ્રકાશમાં આવતા રહે છે. આ દૂષણ દેશભરમાં પ્રસરી ચૂક્યું છે, પરંતુ હિંદુ સંગઠનોની સતર્કતાના કારણે સમયે-સમયે આવાં કાવતરાંનો પર્દાફાશ થતો રહ્યો છે. તાજેતરમાં આવો એક મામલો અમદાવાદની (Ahmedabad) એક યુનિવર્સિટીમાંથી સામે આવ્યો છે, જ્યાં એક ગેંગના ઈસમોએ ચાર હિંદુ યુવતીઓને ફસાવી હતી. બજરંગ દળ (Bajrang Dal) કાર્યકર્તાઓને આ વિશે જાણ થતાં તેમણે બચાવી લીધી હતી.
માહિતી અનુસાર, મામલો અમદાવાદના નરોડા-દહેગામ રોડની મોનાર્ક યુનિવર્સિટીનો છે. અહીં એક મુસ્લિમ યુવકે યુનિવર્સિટીમાં ભણતી એક હિંદુ યુવતીને ફસાવી હતી. ત્યારબાદ તેના સંપર્કોના આધારે અન્ય યુવકો સાથે સંપર્ક કરાવીને બીજી પણ કેટલીક હિંદુ યુવતીઓને ફસાવવામાં આવી. આ મુસ્લિમ યુવકો યુવતીઓને ફસાવીને ભગાડી જવાની ફિરાકમાં હતા, પરંતુ તે પહેલાં જ બજરંગ દળના કાર્યકર્તાઓને જાણ થતાં આખી ચાલ ઉંધી પડી ગઈ હતી. હિંદુ કાર્યકર્તાઓએ યુવતીઓને બચાવી લીધી હતી. જોકે આરોપીઓ ફરાર થઈ ગયા હતા.
પરિણીત હોવાનું છુપાવીને હિંદુ યુવતીઓને ફસાવી હતી
બજરંગ દળ કાર્યકર્તા જ્વલિત મહેતાએ ઑપઇન્ડિયાને જણાવ્યું કે, ચારેય યુવતીઓ અમદાવાદના જ જુદા-જુદા વિસ્તારની રહેવાસીઓ છે. પહેલાં અહેજાઝ નામના એક મુસ્લિમ યુવકે એક હિંદુ મરાઠી યુવતીને ફસાવી હતી. તે કાયમ યુવતીનો પીછો કરતો અને તેની સાથે હાય-હેલો કરીને વાતચીત કરવા પ્રયાસ કરતો. ધીમે-ધીમે યુવતીએ પણ તેની સાથે વાત કરવાની શરૂ કરી અને સંબંધો વધ્યા હતા. જાણવા મળ્યા અનુસાર, અહેજાઝ પરણિત હતો તેમ છતાં તેણે હિંદુ યુવતીથી આ વાત છુપાવી હતી. તેણે પીડિતાને કહ્યું હતું કે તેની સગાઈ થયેલી છે પણ તે સગાઈ તોડી નાખશે અને યુવતી વિશે તેના પરિવારમાં પણ વાત કરશે.
बजरंगदल के कार्यकर्ताओ ने कर्णावती पूर्व की चार बहनों को लवजिहाद होने से पहले बचा लिया!! #lovejihad #bajrangdal #vhp #karnavati pic.twitter.com/nfU0A5d4pt
— vhpkarnavati (@vhpkarnavati) April 11, 2025
આ મામલે જ્યારે બજરંગ દળના કાર્યકર્તાઓને જાણ થઈ તો તેઓ કોલેજ પર અહેજાઝને સમજાવવા માટે ગયા હતા, પણ તે ન સુધર્યો. ઉપરથી તેણે તેના ભાઈ અને અન્ય 2 મિત્રો સાથે પીડિતાની અન્ય બહેનપણીઓની ઓળખાણ કરાવી. જેમની ઓળખ સલમાન, શાહરૂખ અને અરઈ તરીકે થઈ છે.
આ ચારેય આરોપીઓમાંથી 2ના નિકાહ થઈ ચૂક્યા હતા તેમ છતાં તેમણે હિંદુ યુવતીઓને ફસાવીને તેમને ભગાડી લઈ જવાનું કાવતરું રચ્યું હતું. જાણવા મળ્યું છે કે, અહેજાઝ યુનિવર્સિટીમાં જ અભ્યાસ કરતો હતો પરંતુ બાકીના ત્રણ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ પણ નથી.
બજરંગ દળ કાર્યકર્તાઓએ હિંદુ યુવતીઓને બચાવી
આરોપીઓના મનસૂબા પાર પડે તે પહેલાં જ બજરંગ દળ કાર્યકર્તાઓને આ વિશે જાણ થઈ ગઈ. જેના કારણે યુવતીઓ બચી ગઈ હતી. જોકે ચારેય આરોપીઓ ફરાર થઈ ગયા હતા. આ ચારમાંથી 1 આરોપી કઠવાડાનો છે જ્યારે બાકીના 3 ખરવાડા ગામના છે. કહેવાઈ રહ્યું છે કે આરોપીઓએ યુવતીઓ સાથે શારીરિક સંબંધો પણ બાંધ્યા હતા.
આ કેસમાં જોકે બદનામીના ડરે યુવતીઓના માતા-પિતાએ FIR નોંધાવવા માટે ફરિયાદ કરવાની ના પાડી દીધી છે, જેના કારણે આરોપીઓ સામે હજુ સુધી કોઈ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી નથી. બજરંગ દળ કાર્યકર્તાઓ વચ્ચે ન પડ્યા હોત તો યુવતીઓને ભગાડી લઈ જવામાં આવી હોત અને ત્યારબાદ તેમની શું સ્થિતિ થઈ હોત તેની કલ્પના કરવી કઠિન નથી. દૈનિક ધોરણે આવા કિસ્સાઓ સામે આવતા રહે છે, જેમાં પીડિતાઓનો અંજામ બહુ કરુણ આવે છે.