ઉત્તર પ્રદેશના (Uttar Pradesh) તીર્થરાજ પ્રયાગરાજમાં (Prayagraj) 13થી 26 જાન્યુઆરી 2025 દરમિયાન યોજાનાર મહાકુંભને (Mahakumbh 2025) લઈને અનેક આયોજનો થઇ રહ્યા છે. ત્યારે અવિરત ચાલી રહેલી પુણ્યની સરવાણીમાં ગુજરાતના પ્રમુખ ઉદ્યોગપતિ ગૌતમ અદાણી (Gautam Adani) ISKCON સાથે મળીને મહાકુંભમાં લાખો શ્રદ્ધાળુઓને ભોજન કરાવશે. અદાણી ગ્રુપ (Adani Group) અને ઇસ્કોન દ્વારા લેવાયેલા આ નિર્ણયથી લાખો શ્રદ્ધાળુઓ મહાપ્રસાદ રૂપી ભોજન પામશે. આ મામલે ગૌતમ અદાણીએ ISKCONના ગુરુ પ્રસાદ સ્વામિની મુલાકાત પણ લીધી હતી. તેમણે આને પોતાનું સૌભાગ્ય માન્યું છે.
#WATCH | Ahmedabad, Gujarat: Adani Group Chairman, Gautam Adani met Guru Prasad Swami Maharaj, Chairman, Governing Body Commission of ISKCON today.
— ANI (@ANI) January 9, 2025
The Adani Group and ISKCON have joined hands to serve meals to devotees at the Maha Kumbh Mela in Prayagraj this year. The… pic.twitter.com/AdQmoplZ7a
આ સેવાયજ્ઞને લઈને અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ પોતાના સત્તાવાર X હેન્ડલ પર પોસ્ટ કરીને માહિતી આપી હતી. તેમણે માહિતી આપતા જણાવ્યું છે કે, ભોજન માટે બે વિશાળ પાકશાળા (રસોડા) તૈયાર કરવામાં આવશે. એક રસોડું મેળા ક્ષેત્રમાં તો એક મેળાની બહાર શરૂ કરવામાં આવશે. આ બંને રસોડામાં અંદાજે 2500 કાર્યકર્તાઓ ભોજન તૈયાર કરશે અને તેને કુંભ ક્ષેત્રમાં 40 સ્થળોએ વિતરિત કરવામાં આવશે.
कुंभ सेवा की वो तपोभूमि है जहां हर हाथ स्वतः ही परमार्थ में जुट जाता है!
— Gautam Adani (@gautam_adani) January 9, 2025
यह मेरा सौभाग्य है कि महाकुम्भ में हम @IskconInc के साथ मिलकर श्रद्धालुओं के लिए ‘महाप्रसाद सेवा’ आरम्भ कर रहे हैं, जिसमें मां अन्नपूर्णा के आशीर्वाद से लाखों लोगों को निःशुल्क भोजन उपलब्ध कराया जाएगा।
इस… pic.twitter.com/0DMlzO56hY
ગૌતમ અદાણીએ X પોસ્ટમાં લખ્યું છે કે, “કુંભ સેવાની તપોભૂમિ છે, જ્યાં દરેક હાથ એની મેળેજ પરમાર્થમાં લાગી પડે છે. આ મારું સૌભાગ્ય છે કે મહાકુંભમાં અમે ISKCON સાથે મળીને શ્રદ્ધાળુઓ માટે ‘મહાપ્રસાદ સેવા’નો આરંભ કરવા જઈ રહ્યા છીએ. આ સેવામાં માતા અન્નપુર્ણના આશીર્વાદથી લાખો લોકોને નિશુલ્ક ભોજન ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ સંદર્ભમાં આજે ISKCONના ગુરુ પ્રસાદ સ્વામીજીને મળીને સેવા પ્રત્યે સમર્પણની શક્તિને ઊંડાણ પૂર્વક અનુભવવાનો અવસર મળ્યો. સાચા અર્થમાં સેવા જ રાષ્ટ્રભક્તિનું સર્વોચ્ચ સ્વરૂપ છે, સેવા પ્રાર્થના છે અને સેવા જ પરમાત્મા છે.”
આ સમાજસેવાનો એક શાનદાર મોકો- ગુરુ પ્રસાદ સ્વામી
બીજી તરફ ISKCONના ગુરુ પ્રસાદ સ્વામીએ પણ આ મુલાકાત બાદ જણાવ્યું હતું કે, અદાણી ગ્રુપ હંમેશાથી જ કોર્પોરેટ જવાબદારીઓ સાથે-સાથે સમાજ સેવાનું શાનદાર ઉદાહરણ રહ્યું છે. જે બાબત ગૌતમ અદાણીને બધાથી અલગ પાડે છે, તે છે તેમની વિનમ્રતા. તેઓ આવા મામલામાં ક્યારે આમંત્રણની રાહ નથી જોતા, પરંતુ નિઃસ્વાર્થભાવે સેવા કરવા માટે તત્પરતાથી અગ્રેસર રહે છે. અમે તેમના આ મહામુલા યોગદાનમાટે આભારી છીએ. તેમનું આ કાર્ય આપણને સમાજને કંઇક આપવા અને માનવતાની સેવામાં એક જૂથ થવા માટે પ્રેરિત કરે છે.
એક માહિતી અનુસાર ગૌતમ અદાણી ISKCON સાથે મળીને મહાકુંભમાં લગભગ 1 લાખથી વધુ લોકોને મહા પ્રસાદ પીરસવામાં આવશે. એક અંદાજ અનુસાર સમગ્ર કુંભ દરમિયાન આ યુતિ મારફતે 50 લાખથી વધુ લોકોને ભોજન કરાવવામાં આવશે. અદાણી દ્વારા કરવામાં આવેલી વ્યવસ્થામાં ભોજન ઉપરાંત વૃધ્ધો, મહિલાઓ અને બાળકો માટે બેટરી સંચાલિત ગોલ્ફ કાર્ટની પણ વ્યવસ્થા કરવામાં આવી છે, જેના થકી તે તમામને પરિવહનમાં સરળતા રહે. આ સમગ્ર સેવાયજ્ઞ દરમિયાન ભગવદ ગીતની અંદાજે 5 લાખ પ્રતિઓ પણ નિઃશુલ્ક વિતરિત કરવાનું આયોજન અદાણી અને ISKCON દ્વારા કરવામાં આવ્યું છે.