Friday, March 21, 2025
More
    હોમપેજગુજરાતઆંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પહેલાં અદાણી ફાઉન્ડેશને એક હજાર લખપતિ દીદીઓનું કર્યું સન્માન 

    આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પહેલાં અદાણી ફાઉન્ડેશને એક હજાર લખપતિ દીદીઓનું કર્યું સન્માન 

    લૈંગિક સમાનતા પ્રત્યે પ્રતિબદ્ધતા દર્શાવતાં ફાઉન્ડેશને અદાણી સોલારમાં કામ કરતી કુલ 614 મહિલાઓનું પણ સન્માન કર્યું, જેઓ એન્જિનિયરિંગ, એચઆર, મેન્યુફેક્ચરિંગ અને પ્રોડક્શન વગેરે જુદાં-જુદાં ક્ષેત્રોમાં અગત્યની ભૂમિકા ભજવી રહી છે.

    - Advertisement -

    આગામી 8 માર્ચ, 2025ના રોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ આવી રહ્યો છે ત્યારે તે પહેલાં અદાણી ફાઉન્ડેશન દ્વારા ગુજરાતના મુન્દ્રા ખાતે એક હજારથી વધુ ‘લખપતિ દીદીઓ’નું સન્માન કરવામાં આવ્યું હતું. 

    મહિલા સશક્તિકરણ અને આત્મનિર્ભરતા ક્ષેત્રે કામ કરતા અદાણી ફાઉન્ડેશન દ્વારા જણાવવામાં આવ્યું કે, તેઓ મહિલાઓને જરૂરી સમર્થન અને માર્ગદર્શન પૂરું પાડીને કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગસાહસિકતાની પૂરતી તકો પૂરી પાડીને તેમની સામાજિક અને આર્થિક સ્થિતિ સુધારવા માટે તેમજ નાણાકીય સ્વતંત્રતાને પ્રોત્સાહન આપવા માટે પ્રતિબદ્ધ છે. 

    લૈંગિક સમાનતા પ્રત્યે પ્રતિબદ્ધતા દર્શાવતાં ફાઉન્ડેશને અદાણી સોલારમાં કામ કરતી કુલ 614 મહિલાઓનું પણ સન્માન કર્યું, જેઓ એન્જિનિયરિંગ, એચઆર, મેન્યુફેક્ચરિંગ અને પ્રોડક્શન વગેરે જુદાં-જુદાં ક્ષેત્રોમાં અગત્યની ભૂમિકા ભજવી રહી છે. આ સિવાય સંસ્થા કુલ 850 મહિલાઓ માટે આત્મનિર્ભર બનવા માટે નિમિત્ત બની છે. 

    - Advertisement -

    ગુજરાત સરકારનાં સચિવ અને ગ્રામ્ય વિકાસ કમિશનર મનિષા ચંદ્રાએ એક વિડીયો સંદેશના માધ્યમથી આ પહેલને વધાવી લીધી હતી અને જમીની સ્તર પર નારીશક્તિના કલ્યાણ અને રૂઢિવાદી વિચારોને તિલાંજલિ આપવાની દિશામાં તેને એક મહત્વપૂર્ણ પગલું ગણાવ્યું હતું. આ કાર્યક્રમમાં અદાણી પબ્લિક સ્કૂલનાં ડાયરેક્ટર અમી શાહ તેમજ અન્ય મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા. 

    કાર્યક્રમમાં અદાણી ફાઉન્ડેશનનાં ગુજરાતનાં CSR હેડ પંક્તિ શાહે લૈંગિક સમાનતા માટે શું થઈ શકે એ બાબતો ઉપર ભાર મૂક્યો અને તેમાં પરિવારો, સમાજ અને સૌના સહકારની વાત કરી. તેમણે જણાવ્યું કે અદાણી સોલાર દ્વારા આ દિશામાં અનેક પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. 

    નોંધવું જોઈએ કે પાછલા ત્રણ દાયકાથી અદાણી ફાઉન્ડેશન સ્ત્રી સશક્તિકરણ ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી કરવું આવ્યું છે. મહિલાઓના શિક્ષણ, સ્વાસ્થ્ય, ઉત્તમ જીવન અને ઉહ્યોગસાહસિકતા માટે અનેક પહેલ કરવામાં આવી અને અનેક પ્રોજેક્ટ્સ પર કામ થઈ રહ્યું છે. જેનાથી વીસ લાખથી વધુ મહિલાઓના જીવનમાં સકારાત્મક પરિવર્તનો આવ્યાં છે. 

    વર્ષ 1996માં સ્થપાયેલું અદાણી ફાઉન્ડેશન સામાજિક ઉત્થાન, શિક્ષણ, આરોગ્ય, ક્લાઈમેટ એક્શનથી માંડીને સમાજ વિકાસ જેવાં અનેક ક્ષેત્રમાં કામ કરી રહ્યું છે. હાલ ફાઉન્ડેશન દેશનાં 19 રાજ્યોનાં 6,70૦થી વધુ ગામોમાં સક્રિય છે, જેનાથી 90 લાખથી વધુ લોકોને ફાયદો મળી રહ્યો છે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં