Friday, April 26, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટસમીર શર્મા બની ગાઝિયાબાદના મંદિરમાં ઘુસ્યો આસ મોહમ્મદ, પિસ્તોલ, છરા અને બ્લેડ...

    સમીર શર્મા બની ગાઝિયાબાદના મંદિરમાં ઘુસ્યો આસ મોહમ્મદ, પિસ્તોલ, છરા અને બ્લેડ કટર જેવા ઘાતક હથીયારો સાથે ઝડપાયો: મહામંડલેશ્વરની હત્યાનું કાવતરું હતું?

    દિલ્હી નજીક ગાઝીયાબાદના એક મંદિરમાં એક મુસ્લિમ યુવકે પોતાનું નામ બદલીને ઘૂસણખોરી કરી હતી અને તેની પાસેથી ઘાતક શસ્ત્રો પણ મળી આવ્યા હતાં.

    - Advertisement -

    ગાઝિયાબાદના મસૂરી વિસ્તારમાં આવેલા ઇકલા મંદિરમાંથી એક શકમંદની ધરપકડ કરવામાં આવી છે. પોતાનું નામ બદલીને આસ મહોમ્મદ મંદિરમાં ઘુસ્યો હતો અને તેની પાસેથી પિસ્તોલ, ચાકુ અને અન્ય ધારદાર હથિયારો મળી આવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે તે મહામંડલેશ્વર સ્વામી પ્રબુદ્ધ આનંદ ગિરીની હત્યા કરવાના ઈરાદે પિસ્તોલ સાથે સમીર શર્મા બનીને આસ મહોમ્મદ મંદિરમાં ઘુસ્યો હતો.

    આરોપ છે કે આસ મોહમ્મદ પોતાની ઓળખ છુપાવીને મંદિરમાં ઘુસ્યો હતો. તેણે મુસ્લિમ ઓળખ છુપાવવા પોતાનું નામ સમીર શર્મા રાખ્યું હતું. હાલ પોલીસ તેની પૂછપરછ કરી રહી છે. ઘટના સોમવાર (3 ઓક્ટોબર 2022)ની છે.

    અહેવાલોમાં જણાવ્યાં અનુસાર જ્યારે આસ મોહમ્મદ ઇકલા મંદિરમાં પ્રવેશ્યો ત્યારે મહામંડલેશ્વર પ્રબુદ્ધ આનંદ ગિરીજી પણ મંદિરમાં હાજર હતા. મહામંડલેશ્વરે જણાવ્યું હતું કે આસ મોહમ્મદ પોતાનું નામ સમીર શર્મા જણાવીને મંદિરમાં આવ્યો હતો. જ્યારે સેવકોએ તેના સામાનની તપાસ કરી ત્યારે તેના થેલામાંથી પિસ્તોલ, છરી અને બ્લેડ કટર મળી આવ્યા હતા. સેવકો અને મહામંડલેશ્વરનો દાવો છે કે આસ મોહમ્મદ અહીં હત્યા કરવાના હેતુથી આવ્યો હતો. તેણે એક લાખ રૂપિયામાં મહામંડલેશ્વરની હત્યાની સોપારી લીધી હતી .

    - Advertisement -

    મહામંડલેશ્વર આનંદ ગિરીજીએ કહ્યું હતું કે, “અગાઉ પણ મારી હત્યાનું કાવતરું ઘડવામાં આવ્યું છે. જો સેવકોએ શંકાસ્પદને પકડ્યો ન હોત, તો તેણે ચોક્કસ મારી હત્યા કરી હોત. પોલીસે આ મામલાની યોગ્ય તપાસ કરવી જોઈએ.”

    પોલીસે આ મામલે ગુપ્તચર વિભાગને પણ જાણ કરી છે. એસપી ગ્રામીણએ જણાવ્યું હતું કે ઇકલા મંદિરમાં એક શંકાસ્પદ વ્યક્તિ પાસેથી વાંધાજનક વસ્તુઓ મળી આવી હોવાની માહિતી મળી હતી. પોલીસ તેને કસ્ટડીમાં લઈ પૂછપરછ કરી રહી છે. તેના મંદિરમાં આવવાનું કારણ હજુ સ્પષ્ટ થયું નથી. તેમણે કહ્યું કે સુરક્ષાને ધ્યાનમાં રાખીને મંદિરમાં આવતા તમામ ભક્તોની તપાસ કરવામાં આવશે. તપાસ કર્યા વિના કોઈને મંદિરમાં પ્રવેશ આપવામાં આવશે નહીં.

    ઉલ્લેખનીય છે કે ઓગસ્ટ 2021 માં ગાઝિયાબાદના ડાસના મંદિરમાં નિંદ્રાધીન સાધુઓ પર ચાકુથી હુમલો કરવામાં આવ્યો હતો. તે પહેલા, જૂન 2021 માં, કાસિફ અને તેના સાથીઓ હિન્દુઓ તરીકે મંદિરમાં પ્રવેશ્યા હતા. તેમની પાસેથી સાઈનાઈડ અને હથિયારો મળી આવ્યા હતા. આ ઘટના પહેલા 17 મે 2021ના રોજ જાન મોહમ્મદ ડાર ઉર્ફે જહાંગીરને દિલ્હી પોલીસે પહાડગંજની એક હોટલમાંથી ઝડપી લીધો હતો. તેની પાસેથી કેસરી કપડા અને પૂજા સામગ્રી મળી આવી હતી. જમ્મુ-કાશ્મીરનો આ આતંકવાદીને મહંત યતિ નરસિમ્હાનંદ સરસ્વતીની હત્યા કરવા માટે સોપારી મળી હતી. તેની પાસેથી એક પિસ્તોલ અને 2 મેગેઝીન ઉપરાંત 15 કારતુસ પણ મળી આવ્યા હતા. જૈશ-એ-મોહમ્મદના પાકિસ્તાની માસ્ટર આબિદે તેને ટ્રેનિંગ બાદ મોકલ્યો હતો.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં