Saturday, May 18, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ‘ઇડીએ ભૂલ સ્વીકારી, ચાર્જશીટમાં ભૂલથી લખ્યું હતું મારું નામ’: AAP સાંસદ સંજય...

    ‘ઇડીએ ભૂલ સ્વીકારી, ચાર્જશીટમાં ભૂલથી લખ્યું હતું મારું નામ’: AAP સાંસદ સંજય સિંઘનો દાવો, એજન્સીની સ્પષ્ટતા બાદ પોલ ખુલી

    આ મામલે ઇડી દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે અને એજન્સીએ સંજય સિંઘને મીડિયામાં એલફેલ નિવેદનો ન આપવાની સલાહ આપી છે. 

    - Advertisement -

    આમ આદમી પાર્ટીના નેતા અને રાજ્યસભા સાંસદ સંજય સિંઘે બુધવારે દાવો કર્યો હતો કે ઇડીએ તેમને એક પત્ર મોકલીને સ્વીકાર્યું છે કે શરાબ કૌભાંડની ચાર્જશીટમાં તેમનું નામ ભૂલથી સામેલ કરવામાં આવ્યું હતું અને એજન્સીએ આ ભૂલ સ્વીકારી છે. આ મામલે ઇડી દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે અને એજન્સીએ સંજય સિંઘને મીડિયામાં એલફેલ નિવેદનો ન આપવાની સલાહ આપી છે. 

    શરાબ કૌભાંડની તપાસ કરતી ઇડીએ કોર્ટમાં પૂરક ચાર્જશીટ રજૂ કરીને આમ આદમી પાર્ટીના નેતા સંજય સિંઘનું પણ નામ સામેલ કર્યું હતું. જેને લઈને તેમણે આજે દાવો કર્યો કે, ઇડીએ તેમને એક પત્ર લખીને પોતાની ભૂલ સ્વીકારી છે અને કહ્યું છે કે તેમનું નામ ચાર્જશીટમાં ભૂલથી સામેલ કરવામાં આવ્યું હતું. તેમના આ દાવા બાદ દિલ્હી સીએમ અરવિંદ કેજરીવાલ પણ કૂદ્યા હતા અને એક ટ્વિટ કરીને આખા શરાબ કૌભાંડને જ ફર્જી ગણાવી દીધું હતું. 

    કેજરીવાલે કહ્યું, શું કોઈનું નામ ચાર્જશીટમાં ભૂલથી પણ નાંખવામાં આવી શકે? આનાથી સ્પષ્ટ થાય છે કે આખો કેસ ફર્જી છે. તેમણે પોતાની પાર્ટીને ‘દેશની સૌથી ઈમાનદાર’ અને ‘સૌથી ઝડપથી આગળ વધનારી પાર્ટી’ ગણાવી અને કહ્યું કે તેમને બદનામ કરવા માટે વડાપ્રધાન આવું કરી રહ્યા છે.

    - Advertisement -

    સંજય સિંઘે આ દાવા કર્યા એટલું જ નહીં પરંતુ નાણાં સચિવને એક પત્ર પણ લખ્યો છે અને ઇડીના ડાયરેક્ટર અને આસિસ્ટન્ટ ડાયરેક્ટર સામે પગલાં ભરવાની માંગ કરી છે. 

    સમગ્ર મામલે ઇડીની સ્પષ્ટતા

    સંજય સિંઘે દાવા કર્યા બાદ એજન્સીએ સ્પષ્ટતા કરીને જણાવ્યું છે કે ખરેખર મુદ્દો શું છે. સાથે ઇડી દ્વારા એમ પણ કહેવામાં આવ્યું કે, સંજય સિંઘે પોતાની નોટિસ પરત લઇ લે અને મીડિયામાં ખોટાં નિવેદનો આપવાથી દૂર રહે. 

    રિપોર્ટ અનુસાર, EDએ જણાવ્યું કે ચાર્જશીટમાં સંજય સિંઘનું નામ ચાર જગ્યાએ લખવામાં આવ્યું છે. તેમાંથી ત્રણ જગ્યાએ સાચું લખવામાં આવ્યું છે અને એક જ જગ્યાએ રાહુલ સિંહની જગ્યાએ તેમનું નામ ટાઈપ કરવામાં આવ્યું હતું, જે સુધારવા માટે કોર્ટનો સંપર્ક કરવામાં આવ્યો છે. એજન્સીએ ઉમેર્યું કે, સંજય સિંઘની નોટિસ ઇડી જેવી તપાસ એજન્સીઓએ બદનામ કરવાના પ્રયાસ છે અને સાથે એમ પણ ઉમેર્યું કે કોર્ટમાં ચાલતા કેસ પર મીડિયામાં ટિપ્પણી ન કરવી જોઈએ. 

    ઉલ્લેખનીય છે કે દિલ્હીના દારૂ કૌભાંડની તપાસ હાલ ઇડી અને સીબીઆઈ કરી રહી છે. આ કેસમાં જ પૂર્વ ડેપ્યુટી સીએમ મનિષ સિસોદિયાની ધરપકડ કરવામાં આવી હતી, જેઓ હાલ જેલમાં બંધ છે. ઉપરાંત અરવિંદ કેજરીવાલની પણ પૂછપરછ કરવામાં આવી ચૂકી છે. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં