Friday, April 26, 2024
More
    હોમપેજક્રાઈમપહેલાં માતાને ભગાવી લઇ ગયો મોહસિન, હવે પુત્રી પર ધર્માંતરણનું દબાણ કર્યું:...

    પહેલાં માતાને ભગાવી લઇ ગયો મોહસિન, હવે પુત્રી પર ધર્માંતરણનું દબાણ કર્યું: ધમકીઓથી ડરીને સગીરાએ શાળાએ જવાનું માંડી વાળ્યું

    - Advertisement -

    ઉત્તરાખંડના નૈનિતાલ જિલ્લામાં મોહસિન નામના ઈસમ સામે એક સગીર છોકરી પર ઇસ્લામી ધર્માંતરણ માટે દબાણ કરવાનો આરોપ લાગ્યો છે. મોહસિનના ડરે જ તેણે શાળાએ જવાનું પણ માંડી વાળ્યું હોવાનું જાણવા મળ્યું છે. એવું પણ જાણવા મળ્યું છે કે મોહસિન થોડા સમય પહેલાં આ સગીરાની માતાને ભગાવી લઇ ગયો હતો અને હવે તેની નજર તેની પુત્રી પર છે. 

    મામલો નૈનિતાલ જિલ્લાના રામનગરનો છે. હિંદુ સંગઠનોએ આ મામલે શુક્રવારે (11 નવેમ્બર 2022) પોલીસ ચોકી પહોંચીને આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી. ફરિયાદમાં મોહસિન સામે ફોન કરીને પીડિતાને ધમકાવવાનો અને જાનથી મારી નાંખવાનો આરોપ લાગ્યો છે. 

    આ સમગ્ર મામલે ‘રવિ કે બિન્દાસ બોલ’ નામના ફેસબુક પેજ પર લાઈવ કરવામાં આવ્યું હતું. જ્યાં ઉપલબ્ધ જાણકારી અનુસાર, પીડિતાની ઉંમર 15 વર્ષ છે અને આરોપી 28 વર્ષનો છે. પીડિતાના પરિવારમાં એક મોટી બહેન છે, જે લખનૌ રહે છે. હાલ ઘરે પિતા-પુત્રી બે જ રહે છે. 

    - Advertisement -

    પીડિતાએ આરોપ લગાવતાં કહ્યું કે, મોહસિને તેને જણાવ્યું હતું કે, જો તે જેલમાં પણ ગયો તો છૂટી જશે. તેણે આરોપીની ધમકીઓના કારણે શાળાએ જવાનું પણ છોડી દીધું હોવાનું જણાવ્યું હતું. પીડિતા અનુસાર, મોહસિન તેની ઉપર ધર્માંતરણ કરવાનું દબાણ કરી રહ્યો છે. 

    એક NGO ચલાવતા દીપાંશુ નામના વ્યક્તિની પીડિત પરિવાર સાથે મુલાકાત થઇ હતી. તેમણે સમગ્ર ઘટનાક્રમ જણાવ્યો હતો. પીડિતાના પિતાએ દીપાંશુની જણાવ્યું કે, મોહસિન લગભગ દોઢ વર્ષ પહેલાં તેમની પત્નીને બહેલાવી-ફોસલાવીને ભગાવી લઇ ગયો છે. માતા ભાગી ગયા બાદ પણ પુત્રી સરકારી શાળામાં જતી હતી પરંતુ મોહસિને તેનું અપહરણ કરવાની ધમકી આપી હોવાના કારણે બે મહિનાથી તેણે શાળાએ જવાનું છોડી દીધું છે. 

    દીપાંશુએ જણાવ્યું કે, સાથે ન આવવા પર સગીર છોકરીને સળગાવીને મારી નાંખવાની પણ ધમકી આપવામાં આવી રહી છે. એવું પણ જણાવવામાં આવ્યું કે, મોહસિન છોકરીના પિતાને પણ ધમકી આપી રહ્યો છે. 

    પીડિતના પાડોશીએ જણાવ્યું કે, 6-7 મહિનાથી છોકરી ડરેલી રહેતી હતી. ત્યારબાદ એક દિવસ મોહસિન દ્વારા છોકરીને ધમકી આપવામાં આવી હોય તેવું સાંભળવા મળ્યું હતું. તેમણે એમ પણ જણાવ્યું કે, મોહસિને જેલમાં મોકલવા પર જામીન બાદ પીડિતાની હત્યાનું પણ એલાન કર્યું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, DSPએ પીડિતાની ફરિયાદ લઇ આગળની તપાસના આદેશ આપ્યા છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં