દિલ્હીમાં (Delhi) ગેરકાયદે રહેતા 900થી વધુ બાંગ્લાદેશીઓને (Bangladeshi infiltrators) ડિપોર્ટ (Deport) કરવામાં માટેની કાર્યવાહી શરૂ થઈ હોવાનું સામે આવ્યું છે. જાણવા મળી રહ્યું છે કે, આ તમામ ઘૂસણખોરોની ઓળખ કરી લેવામાં આવી છે અને હવે ડિપોર્ટેશન તથા અન્ય કાનૂની કાર્યવાહી શરૂ કરવામાં આવી રહી છે. દિલ્હીના સ્પેશિયલ કમિશનર ઑફ પોલીસ દેવેશ ચંદ્ર શ્રીવાસ્તવે (ક્રાઇમ બ્રાન્ચ) જણાવ્યું છે કે, 900થી વધુ ઘૂસણખોરોની ઓળખ કરવામાં આવી છે અને યોગ્ય તપાસ કર્યાં બાદ તે તમામને દેશનિકાલ કરવામાં આવશે.
પહલગામ આતંકી હુમલા બાદ દેશની આંતરિક સુરક્ષાને લઈને અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. જેમાં ઘૂસણખોરોને દેશનિકાલ કરવાનો નિર્ણય પણ સામેલ છે. છેલ્લા 6 મહિનામાં દિલ્હીમાં લગભગ 700 બાંગ્લાદેશી ઘૂસણખોરોને પકડવામાં આવ્યા હતા અને ભારત સરકારની ‘પુશ-બેક’ રાણીનીતિ હેઠળ બાંગ્લાદેશ પરત મોકલી દેવામાં આવ્યા હતા. BSFના આંકડા અનુસાર, પૂર્વીય ભૂમિ સરહદ પાર કરીને દેશનિકાલ કરાયેલા વ્યક્તિઓની સંખ્યાના સંદર્ભમાં દિલ્હી બધા રાજ્યોમાં ટોચ પર છે.
Delhi: Special CP of Delhi Crime branch, Devesh Chandra Srivastava says, "We are taking action against those residing illegally, including Bangladeshis. All field units and specialized units of the Crime Branch are involved. Those found without valid documents have been… pic.twitter.com/r07GxfBcqh
— IANS (@ians_india) May 29, 2025
IANS સાથે વાત કરતા દેવેશ ચંદ્ર શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, “ક્રાઇમ બ્રાન્ચ અને સ્પેશિયલ સેલ સહિત અમારા તમામ ફિલ્ડ યુનિટ દિલ્હીમાં ગેરકાયદેસર રીતે રહેતા બાંગ્લાદેશી નાગરિકોને ઓળખવા અને તેમની સામે કાયદેસર કાર્યવાહી કરવામાં સક્રિયપણે રોકાયેલા છે. માન્ય દસ્તાવેજો વિનાના લોકોની અટકાયત કરવામાં આવી છે અને કાયદેસર કાર્યવાહી ચાલી રહી છે. વધુમાં આ ઘૂસણખોરી કરનારાઓને નકલી દસ્તાવેજો મેળવવામાં મદદ કરનારા વ્યક્તિઓ સામે પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે.”
તેમણે ઉમેર્યું કે, “આ ખાસ ઝુંબેશ નવેમ્બરમાં શરૂ થઈ હતી અને તેના નોંધપાત્ર પરિણામો આવી રહ્યા છે. ગુપ્ત માહિતી અને જાહેર ફરિયાદોના આધારે આ અભિયાન સમગ્ર દિલ્હીમાં ચલાવવામાં આવી રહ્યું છે. તેમણે વધુમાં જણાવ્યું છે કે, “આ વર્ષે આશરે 900 બાંગ્લાદેશીઓની ઓળખ કરવામાં આવી છે. જેમના દસ્તાવેજો ચકાસવામાં આવ્યા હતા અને કાયદેસર જણાયા હતા તેમને છોડી મૂકવામાં આવ્યા હતા, જ્યારે અન્ય હજુ પણ તપાસ હેઠળ છે. બાકીના વ્યક્તિઓ સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે, જેમાં અટકાયત, દેશનિકાલ અને ફોજદારી કાર્યવાહીનો સમાવેશ થાય છે.”