Saturday, July 27, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટપતિ વાજિદ જેલમાં હતો ત્યારે બે જેઠે કર્યો હતો હિંદુ યુવતી પર...

    પતિ વાજિદ જેલમાં હતો ત્યારે બે જેઠે કર્યો હતો હિંદુ યુવતી પર બળાત્કાર, નમાજ-કુરાન પઢવા કરાયું હતું દબાણ: સુરતના ચકચારી કેસમાં જાવેદ સહિત વધુ ચારની ધરપકડ

    હિંદુ યુવતીએ પરિવારની મરજી વિરુદ્ધ જઈને આરોપી વાજિદ સાથે નિકાહ કર્યા હતા. નિકાહ બાદ તે તેને સંયુક્ત કુટુંબમાં સાથે રહેવા લઇ ગયો હતો, જ્યાં બે મહિનામાં જ તેની ઉપર ત્રાસ ગુજારવાનું અને ધર્માંતરણ માટે પણ દબાણ શરૂ કરી દેવાયું હતું.

    - Advertisement -

    થોડા સમય પહેલાં સુરતની એક હિંદુ યુવતીએ મુસ્લિમ પતિ અને તેના પરિજનો વિરુદ્ધ બળજબરીથી ધર્મ પરિવર્તન કરાવીને નમાજ-કુરાન વાંચવા દબાણ કરી માનસિક ત્રાસ આપવાનો તેમજ બે જેઠ વિરુદ્ધ પતિની ગેરહાજરીમાં દુષ્કર્મ કરવાનો આરોપ લગાવ્યો હતો. જે બાદ ગુનો દાખલ થતાં સુરત પોલીસ દ્વારા બેની ધરપકડ કરવામાં આવી હતી. તેવામાં હવે સુરતની હિંદુ યુવતીના બળજબરીથી ધર્મ પરિવર્તન અને બળાત્કારના કેસમાં સસરા અયુબ મલેક, જેઠ જાવેદ અને બે મહિલાઓ શબાનાબાનુ અને મુસ્કાનની ધરપકડ કરવામાં આવી છે.

    મળતી માહિતી અનુસાર, 6 વર્ષ પહેલાં પીડિતા જયારે સગીર વયની હતી તે સમયે વાજીદે તેને ફસાવી લગ્ન કરી લીધાં હતાં. જે બાદ તેના પર અનેકવાર બળાત્કાર કરવામાં આવ્યો હતો. લગ્ન બાદ સગીરાને બળજબરીથી ધર્મ પરિવર્તન કરવા અને નમાજ તેમજ કુરાન પઢવા દબાણ કરવામાં આવતું હતું. દરમ્યાન, એક કેસમાં વાજિદ જેલમાં જતાં તેના બંને ભાઈઓએ પીડિતા પર બળાત્કાર કર્યો હતો. ડઘાયેલી અને ડરેલી સગીરા ત્યારબાદ પોતાના પિતાના ઘરે આવી ગઈ હતી અને વાજિદના પરિવારની સામે ફરિયાદ નોંધાવી હતી.

    આ મામલે ગુનો નોંધાતા લિંબાયત પોલીસે યુવતીની ફરિયાદના આધારે તેના પતિ વાજિદ મલેક, સસરા અયુબ મલેક, સાસુ ફરીદા મલેક, જેઠ જાવેદ મલેક, જેઠ આરિફ મલેક અને બે જેઠાણી શબાના મલેક અને મુસ્કાન મલેક સામે કેસ દાખલ કર્યો હતો. જેમાંથી પોલીસે વાજિદ અને આરિફની ધરપકડ કરી લીધી હતી. ત્યારે હવે સુરતની હિંદુ યુવતીના બળજબરીથી ધર્મ પરિવર્તન અને બળાત્કારના કેસમાં સસરા અયુબ મલેક જેઠ જાવેદ અને તેની 2 પત્ની શબાનાબાનુ અને મુસ્કાનની ધરપકડ કરવામાં આવી છે.

    - Advertisement -

    શું હતી આખી ઘટના?

    પીડિત હિંદુ યુવતીએ પરિવારની મરજી વિરુદ્ધ જઈને આરોપી વાજિદ સાથે નિકાહ કર્યા હતા. નિકાહ બાદ તે તેને સંયુક્ત કુટુંબમાં સાથે રહેવા લઇ ગયો હતો, જ્યાં બે મહિનામાં જ તેની ઉપર ત્રાસ ગુજારવાનું અને ધર્માંતરણ માટે પણ દબાણ શરૂ કરી દેવાયું હતું. ઉપરાંત, તેને મંદિરે જવાની પણ મનાઈ ફરમાવવામાં આવતી હતી. 

    યુવતીએ સુરત પોલીસને આપેલી ફરિયાદમાં જણાવ્યા અનુસાર, તેને કુરાન વાંચવા માટે તેમજ નમાજ પઢવા માટે દબાણ કરવામાં આવતું હતું તેમજ બળજબરીથી ધર્મ પરિવર્તન કરાવીને તેનું નામ પણ બદલી નાંખવામાં આવ્યું હતું. બીજી તરફ, તેના ઘરના સભ્યો પણ મરજી વિરૂદ્ધ નિકાહ કર્યા હોવાના કારણે સંપર્કમાં ન હોઈ સાસરામાં જ ત્રાસ વેઠવાનો વારો આવ્યો હતો. 

    દરમ્યાન, ગુનાહિત કેસમાં પતિ વાજિદ જેલમાં જતાં તેના બે મોટા ભાઈઓએ એક વર્ષ સુધી પીડિત યુવતી સાથે અવારનવાર દુષ્કર્મ આચર્યું હતું. તેમજ આ બાબતની ફરિયાદ તેના પરિવારને કરતાં તેમણે ‘અમારામાં આ બધું સામાન્ય’ છે કહીને વાત ટાળી દીધી હતી. જેલમાંથી આવ્યા બાદ પતિ વાજિદને ફરિયાદ કરતાં તેણે પણ ઘરના સભ્યોનો પક્ષ લઈને તેમની સામે કંઈ પણ બોલશે તો તેના ઘરે મોકલી આપશે તેમ કહીને માર માર્યો હતો. આખરે ત્રાસી ગયેલી યુવતીએ લિંબાયત પોલીસ મથકે તમામ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવી હતી.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં