Saturday, April 27, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટસુરત: હિંદુ યુવતીના બળજબરીથી ધર્મ પરિવર્તન અને બળાત્કારના કેસમાં વાજિદ અને તેના...

    સુરત: હિંદુ યુવતીના બળજબરીથી ધર્મ પરિવર્તન અને બળાત્કારના કેસમાં વાજિદ અને તેના ભાઈ આરિફની ધરપકડ

    યુવતીએ ફરિયાદમાં જણાવ્યા અનુસાર, તેને કુરાન વાંચવા માટે તેમજ નમાજ પઢવા માટે દબાણ કરવામાં આવતું હતું તેમજ બળજબરીથી ધર્મ પરિવર્તન કરાવીને તેનું નામ પણ બદલી નાંખવામાં આવ્યું હતું.

    - Advertisement -

    સુરતની એક હિંદુ યુવતીએ મુસ્લિમ પતિ અને તેના પરિજનો વિરુદ્ધ બળજબરીથી ધર્મ પરિવર્તન કરાવીને નમાજ-કુરાન વાંચવા દબાણ કરી માનસિક ત્રાસ આપવાનો તેમજ બે જેઠ વિરુદ્ધ પતિની ગેરહાજરીમાં દુષ્કર્મ કરવાનો આરોપ લગાવ્યો હતો. આ મામલે FIR નોંધાયા બાદ સુરત પોલીસ દ્વારા બેની ધરપકડ કરી લેવામાં આવી છે. 

    લિંબાયત પોલીસે યુવતીની ફરિયાદના આધારે તેના પતિ વાજિદ મલેક, સસરા અયુબ મલેક, સાસુ ફરીદા મલેક, જેઠ જાવેદ મલેક, જેઠ આરિફ મલેક અને બે જેઠાણી શબાના મલેક અને મુસ્કાન મલેક સામે કેસ દાખલ કર્યો હતો. જેમાંથી પોલીસે વાજિદ અને આરિફની ધરપકડ કરી લીધી હતી. 

    આ બંનેની ધરપકડ બાદ કોર્ટમાં રજૂ કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. 

    - Advertisement -

    પતિ જેલમાં હતો અને બે જેઠે બળાત્કાર કર્યો હતો 

    પીડિત હિંદુ યુવતીએ પરિવારની મરજી વિરુદ્ધ જઈને આરોપી વાજિદ સાથે નિકાહ કર્યા હતા. નિકાહ બાદ તે તેને સંયુક્ત કુટુંબમાં સાથે રહેવા લઇ ગયો હતો, જ્યાં બે મહિનામાં જ તેની ઉપર ત્રાસ ગુજારવાનું શરૂ કરી દેવામાં આવ્યું હતું અને ધર્માંતરણ માટે પણ દબાણ શરૂ કરી દેવાયું હતું. ઉપરાંત, તેને મંદિરે જવાની પણ મનાઈ ફરમાવવામાં આવતી હતી. 

    યુવતીએ સુરત પોલીસને આપેલી ફરિયાદમાં જણાવ્યા અનુસાર, તેને કુરાન વાંચવા માટે તેમજ નમાજ પઢવા માટે દબાણ કરવામાં આવતું હતું તેમજ બળજબરીથી ધર્મ પરિવર્તન કરાવીને તેનું નામ પણ બદલી નાંખવામાં આવ્યું હતું. બીજી તરફ, તેના ઘરના સભ્યો પણ મરજી વિરૂદ્ધ નિકાહ કર્યા હોવાના કારણે સંપર્કમાં ન હોઈ સાસરામાં જ ત્રાસ વેઠવાનો વારો આવ્યો હતો. 

    દરમ્યાન, ગુનાહિત કેસમાં પતિ વાજિદ જેલમાં જતાં તેના બે મોટા ભાઈઓએ એક વર્ષ સુધી પીડિત યુવતી સાથે અવારનવાર દુષ્કર્મ આચર્યું હતું. તેમજ આ બાબતની ફરિયાદ તેના પરિવારને કરતાં તેમણે ‘અમારામાં આ બધું સામાન્ય’ છે કહીને વાત ટાળી દીધી હતી. 

    જેલમાંથી આવ્યા બાદ પતિ વાજિદને ફરિયાદ કરતાં તેણે પણ ઘરના સભ્યોનો પક્ષ લઈને તેમની સામે કંઈ પણ બોલશે તો તેના ઘરે મોકલી આપશે તેમ કહીને માર માર્યો હતો. આખરે ત્રાસી ગયેલી યુવતીએ બુધવારે લિંબાયત પોલીસ મથકે તમામ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવી હતી. પોલીસે ફરિયાદના આધારે ગુનો દાખલ કરીને બે ઈસમોની ધરપકડ કરી લીધી હોવાનું જાણવા મળ્યું છે. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં