Friday, February 7, 2025
More
    હોમપેજદુનિયાતો દુનિયાના નકશા પર કેનેડા નહીં હોય સ્વતંત્ર 'દેશ'...: જસ્ટિન ટ્રુડોના રાજીનામાં...

    તો દુનિયાના નકશા પર કેનેડા નહીં હોય સ્વતંત્ર ‘દેશ’…: જસ્ટિન ટ્રુડોના રાજીનામાં બાદ ફરી એક વાર ડોનાલ્ડ ટ્રમ્પે રાખ્યો વિલીનીકરણનો પ્રસ્તાવ, 51માં રાજ્યનો દરજ્જો આપવાની કરી ઓફર

    જેમ જસ્ટિન ટ્રુડોના કારણે કેનેડાના ભારત સાથેના સંબંધ વણસ્યા, તે જ રીતે અમેરિકા સાથે પણ જસ્ટિન ટ્રુડોને ખાસ સારા સંબંધો નહોતા. ગત વર્ષે 5 નવેમ્બરે માર-એ-લાગો (Mar-a-Lago) ખાતે જીત મેળવ્યા બાદ જયારે ટ્રમ્પ ટ્રુડોને મળ્યા, ત્યારથી જ તેમણે કેનેડાને અમેરિકામાં ભેળવીને 51મુ રાજ્ય બનાવવા પસ્તાવ મુક્યો હતો.

    - Advertisement -

    એક તરફ કેનેડાના (Canada) વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો (Justin Trudeau) પોતાની ખુરશી પરથી હાથ ધોઈ બેઠા છે, તો બીજી તરફ તેમના રાજીનામાં બાદ અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે (Donald J. Trump) ફરી એક વાર કેનેડાને અમેરિકામાં (America) ભેળવી દેવાની ઈચ્છા જાહેર કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પએ ફરી એક વાર કેનેડાને વિલીન કરીને અમેરિકાનું 51મુ રાજ્ય બનાવવાનો પ્રસ્તાવ રાખ્યો છે.

    જેમ જસ્ટિન ટ્રુડોના કારણે કેનેડાના ભારત સાથેના સંબંધ વણસ્યા, તે જ રીતે અમેરિકા સાથે પણ જસ્ટિન ટ્રુડોને ખાસ સારા સંબંધો નહોતા. ગત વર્ષે 5 નવેમ્બરે માર-એ-લાગો (Mar-a-Lago) ખાતે જીત મેળવ્યા બાદ જયારે ટ્રમ્પ ટ્રુડોને મળ્યા, ત્યારથી જ તેમણે કેનેડાને અમેરિકામાં ભેળવીને 51મુ રાજ્ય બનાવવા પસ્તાવ મુક્યો હતો. ડોનાલ્ડ ટ્રમ્પ આ વાતને અનેક વાર પોતાની સોશિયલ મીડિયા પોસ્ટ પર પણ કહી ચૂક્યા છે.

    શું કહ્યું છે ડોનાલ્ડ ટ્રમ્પે શું આપી હતી ધમકી?

    તેમણે તાજેતરમાં જ ટ્રુથ સોશિયલમાં કહ્યું છે કે, “કેનેડાના અનેક લોકોને ગમશે કે તેઓ અમેરિકાનું 51મું રાજ્ય બને. અમેરિકા હવે ભારે વ્યાપારિક નુકસાન અને સબસીડીને સહન નહીં કરી શકે, કેનેડાને પોતાની અર્થવ્યવસ્થાને ટકાવી રાખવા માટે તેની જરૂર છે. ટ્રુડોને આ વાતની જાણ હતી અને તેમણે રાજીનામું આપી દીધું. જો કેનેડા અમેરિકામાં ભળી જાય છે, તો કોઈ જ ટેરીફ નહીં હોય અને ટેક્સ પણ એકદમ ઘટી જશે. તેઓ રશિયન અને ચીની જહાજોથી પણ સુરક્ષિત રહેશે. એક સાથે મળીને આ એક મહાન રાષ્ટ્ર બનશે.”

    - Advertisement -

    આ મામલે જોકે હજુ સુધી કેનેડા તરફથી કોઈ પ્રતિક્રિયા સામે નથી આવી, પરંતુ જસ્ટિન ટ્રુડોના રાજીનામાં અને ત્યાર બાદની ટ્રમ્પની આ પ્રતિક્રિયા બાદ સોશિયલ મીડિયા લોકોની પ્રતિક્રિયાઓથી ઉભરાઈ ગયું છે. નોંધવું જોઈએ કે ટ્રુડોના રાજીનામાં પહેલા ટ્રમ્પે ધમકી આપી હતી કે, જો ટોરંટો અમેરિકા સાથે પોતાની દક્ષિણી સીમાએથી ડ્રગ્સ અને ગેરકાયદેસર ઘૂસણખોરોને નહીં રોકે, તો કેનેડીયન આયાત પર 25% ટેરીફ લગાવી દેશે.

    ધમકી બાદ ટ્રુડોએ ધરી દીધું હતું રાજીનામું

    નોંધનીય છે કે જસ્ટિન ટ્રુડો વડાપ્રધાન તરીકે સતત અસફળ સાબિત થઈ રહ્યા હતા. ભારત સાથે બગડેલા સંબંધો બાદથી જ તેઓ સતત આલોચનાઓનો શિકાર બની રહ્યા હતા. તેમની પોતાની લિબરલ પાર્ટીના નેતાઓ જાહેરમાં તેમના રાજીનામાની માંગ કરી રહ્યા હતા. બીજી તરફ અમેરિકાના આકરા વલણ બાદ આખરે પાર્ટીએ ટ્રુડોને બહારનો રસ્તો દેખાડી દીધો. જેવું ટ્રુડોએ રાજીનામું આપ્યું કે ડોનાલ્ડ ટ્રમ્પે કેનેડાને અમેરિકામાં ભેળવીને 51મું રાજ્ય બનાવવાની વાત છેડી દીધી. જો આમ થયું તો આગામી સમયમાં દુનિયાના નકશા પર કેનેડા એક સ્વતંત્ર દેશ નહીં, પરંતુ અમેરિકાના 51માં રાજ્ય તરીકે ચિહ્નિત હશે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં