Sunday, September 15, 2024
More
    હોમપેજગુજરાતગુજરાત યુનિવર્સિટી હોસ્ટેલ વિવાદ મામલે પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષે કર્યા ભ્રામક દાવા, નેટિઝન્સે...

    ગુજરાત યુનિવર્સિટી હોસ્ટેલ વિવાદ મામલે પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષે કર્યા ભ્રામક દાવા, નેટિઝન્સે સત્ય જણાવતાં રિપ્લાય કર્યા હાઇડ: લોકોએ કહ્યું- રાજનીતિ બંધ કરો

    કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષની પોસ્ટ પર ઘણા લોકોએ રિપ્લાય આપ્યા છે. આ સાથે ઘણા સોશિયલ મીડિયા યુઝર્સે હકીકત દર્શાવતો વિડીયો પણ પોસ્ટ કર્યા છે. પરંતુ કોંગ્રેસ અધ્યક્ષે તે 'સત્ય દર્શાવતા' રિપ્લાયને હાઇડ કરી દીધા છે!

    - Advertisement -

    ગુજરાત યુનિવર્સિટી હોસ્ટેલમાં વિદ્યાર્થીઓના બે ગ્રુપ વચ્ચે ધમાલને લઈને અનેક હિંદુદ્વેષી અને પ્રોપગેન્ડાબાજોએ ભ્રામક વાતો ફેલાવવાનું શરૂ કરી દીધું છે. સોશિયલ મીડિયાથી લઈને મીડિયામાં પણ એકતરફી સમાચાર વહેતા મૂકવામાં આવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે, સ્થાનિક વિદ્યાર્થીઓએ વિદેશથી ભણવા આવેલા વિદ્યાર્થીઓને નમાજ પઢવાની બાબતમાં માર માર્યો. જ્યારે હકીકત એ છે કે, જાહેરમાં નમાજ પઢી રહેલા તે વિદેશી વિદ્યાર્થીઓ સાથે વાત કરવા ગયેલા હિંદુ સંગઠનના એક યુવાનને વિદેશી વિદ્યાર્થી લાફા મારવા લાગે છે, જે બાદ આખી ઘટના બનવા પામે છે. તેનો વિડીયો પણ હાલ સોશિયલ મીડિયામાં ફરી રહ્યો છે. તેવામાં હવે ભ્રામક વાતો ફેલાવવાની પણ સતત ચાલુ જ છે. આ મુદ્દે હવે ગુજરાત કોંગ્રેસ પણ ભ્રામક વાતોના પડીકા લઈને ઉતરી ગઈ છે. કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષે આ ઘટનાને લઈને ભ્રામક દાવા કર્યા છે.

    કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે હિંદુ સંગઠનના તે યુવાનોને ‘ગુંડા’ ગણાવ્યા છે. જ્યારે વિદેશી વિદ્યાર્થીઓને તેઓ ‘પીડિત’ કહી રહ્યા છે. તેમણે X પર પોસ્ટ કરીને કહ્યું કે, “અમદાવાદની ગુજરાત યુનિવર્સિટીની હોસ્ટેલમાં આપણાં મિત્ર દેશનોના વિદ્યાર્થીઓ પર ગુંડાઓએ હુમલો કર્યો, તે એક સ્પષ્ટ ષડયંત્ર છે.” તેમણે આ આખી ઘટનાને ષડયંત્ર ગણાવી દીધી. પરંતુ આ ઘટના બનવા ત્યારે પામી જ્યારે વિદેશી વિદ્યાર્થીએ એક હિંદુ યુવાન પર હુમલો કરી દીધો. તેવામાં પ્રશ્ન એ થાય કે, ષડયંત્ર કોના તરફથી કરવામાં આવ્યું હતું?

    કોંગ્રેસ અધ્યક્ષે વધુમાં લખ્યું કે, “પોલીસ આવી ગઈ તો પણ ગુંડાઓને ત્યાંથી જવા દીધા. ગુજરાતમાં ભાજપ વિરુદ્ધનો માહોલ છે, એટલે ધ્યાન ભટકાવવા માટે તથા પોલરાઈઝેશન કરવા માટે ભાજપાના ‘બગલ બાળકો’ આવી હરકત કરી રહ્યા છે. જેથી ઇન્ટરનેશન લેવલ પર આપણાં દેશનું અપમાન થાય અને આપણી વિદેશનીતિમાં આપણાં મિત્ર દેશો સાથે આપણાં સંબંધો ખરાબ થાય.”

    - Advertisement -

    એક બાજુ જ્યાં કોંગ્રેસ અધ્યક્ક્ષે કહ્યું કે, ગુજરાતમાં ભાજપ વિરુદ્ધ આખું વાતાવરણ છે. જોકે, તાજેતરમાં જ 2000થી વધુ કાર્યકર્તાઓ કોંગ્રેસમાંથી રાજીનામું આપીને ભાજપમાં જોડાઈ ગયા છે. આ ઘટનાક્રમ જોતાં તો લાગી રહ્યું છે કે, ગુજરાતમાં કોંગ્રેસની નૈયા ડૂબવા પર છે અને અધ્યક્ષ કહી રહ્યા છે કે, ભાજપ વિરુદ્ધનું વાતાવરણ છે..!

    તેઓ વધુમાં લખે છે કે, “અમદાવાદની હોસ્ટેલમાં આપણાં મિત્ર દેશોના બાળકો અભ્યાસ કરી રહ્યા હતા અને ત્યાં પોતાના મઝહબની પ્રાર્થના કેમ કરી રહ્યા છો? એવું કહીને ભાજપની વિચારધારાવાળા ગુંડાઓએ ભગવા કલરના સ્કાર્ફ પહેરીને હુમલો કરી દીધો.” તેમણે વધુમાં કહ્યું કે, 2014 અને 2019માં ભાજપે જે ગેરંટીઓ આપી હતી તે તમામ ગેરંટીઓમાં તેઓ નાકામ રહ્યા છે.”

    જોકે, ભાજપે તેના એજન્ડાની તમામ ગેરંટીઓ પૂર્ણ કરી દીધી છે. ટ્રિપલ તલાક, કલમ-370, રામ મંદિર, CAA આવા અનેક એજન્ડા ભાજપે પૂર્ણ કર્યા છે. પરંતુ કોંગ્રેસ અધ્યક્ષને આ દેખાતું નથી. ટૂંકમાં નૈયા ડૂબવા પર છે અને લોકસભા ચૂંટણી નજીક છે. તેથી આ મુદ્દાને લઈને કોંગ્રેસે રાજકારણ રમવાનું શરૂ કરી દીધું છે.

    અધ્યક્ષે ઉમેર્યું કે, આવી હરકતોથી દેશની વિદેશનીતિને નુકશાન પહોંચશે. સાથે જ તેમણે વડાપ્રધાન મોદી અને વિદેશમંત્રીનો ઉલ્લેખ કરીને કહ્યું કે, આવી હરકતો ના થવી જોઈએ. સાથે જ તેમણે કડક કાર્યવાહી કરવાનું પણ કહ્યું છે.

    નેટિઝન્સે સત્ય જણાવતા રિપ્લાય હાઇડ કર્યા

    કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષે અધૂરી માહિતી સાથે ઘણુંબધું લખી તો નાખ્યું, પરંતુ લોકોએ જ્યારે અરીસો બતાવ્યો અને ‘સત્ય’ રજૂ કર્યું તો પીછેહઠ કરવા લાગ્યા. પ્રદેશ અધ્યક્ષની પોસ્ટ પર ઘણા લોકોએ રિપ્લાય આપ્યા છે. આ સાથે ઘણા સોશિયલ મીડિયા યુઝર્સે હકીકત દર્શાવતો વિડીયો પણ પોસ્ટ કર્યા છે. પરંતુ કોંગ્રેસ અધ્યક્ષે તે ‘સત્ય દર્શાવતા’ રિપ્લાયને હાઇડ કરી દીધા છે! એટલે કોંગ્રેસ ભ્રામક દાવા કરીને ઠ્ઠાણું ફેલાવી શકે તે લોકોએ માનવાનું જ, પરંતુ જો લોકો સત્ય દર્શાવે તો રિપ્લાય હાઇડ કરી દેવાના.

    એક X યુઝરે સ્ક્રીનશોર્ટ શેર કરીને લખ્યું કે, “આ કોંગ્રેસ નેતાએ તો કમેન્ટ હાઇડ કરી દીધી.”

    અન્ય એક @ImahipalVihol નામના X હેન્ડલે આખી ઘટનાનો શરૂઆતી વિડીયો પોસ્ટ કર્યો છે અને કોંગ્રેસ અધ્યક્ષને ‘વાસ્તવિકાનું જ્ઞાન’ આપ્યું છે. X હેન્ડલે વિડીયો પોસ્ટ કરવાની સાથે લખ્યું કે, “જ્યારે VHP (વિશ્વ હિંદુ પરિષદ) કાર્યકર્તાઓ ત્યાં સમજાવવા માટે ગયા તો મુસ્લિમ વિદ્યાર્થીઓએ તેમના પર હુમલો કરી દીધો, જેના કારણે હોસ્ટેલના વિદ્યાર્થીઓને ઉશ્કેરીને બહારી મૌલવી તેને મુદ્દો બનાવવાના પ્રયાસ કરી રહ્યા છે. ગુજરાત યુનિવર્સિટીમાં બનેલી ઘટનાનું સત્ય આ છે.” આ સાથે તેમણે વિડીયો પણ પોસ્ટ કર્યો છે. જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, સમજાવવા ગયેલા હિંદુ યુવક પર મુસ્લિમ વિદ્યાર્થીએ હુમલો કર્યો હતો. જે બાદ આખી ઘટના બનવા પામી હતી.

    અન્ય એક સોશિયલ મીડિયા યુઝરે લખ્યું કે, “સૌથી પહેલાં તો વિડીયો જોઈ લો, કોણે-કોને માર્યું. પછી મોટી-મોટી વાતો લખજો.”

    અન્ય એક યુઝરે લખ્યું કે, ‘બે વિડીયો હાઇડ કરીને તમે સાબિત કરી દીધું કે, તમારે માત્ર રાજકારણ જ રમવું છે.”

    કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે પોસ્ટ કરીને લખેલી વાતોમાં ઘણી વાતો તો પાયાવિહોણી અને સત્યવિહીન છે. જેમાં તેમણે કહ્યું કે, ગુજરાતમાં ભાજપ વિરોધી વાતાવરણ છે. આવી સામાન્ય વાત તો નાના બાળકને પણ ખબર છે કે, ગુજરાતમાં કઈ તરફ હવા ચાલી રહી છે. બારડોલીમાં રાહુલ ગાંધીની ન્યાય યાત્રા દરમિયાન ‘જય શ્રીરામ’ના નારા લાગવા, 2000થી વધુ કાર્યકર્તાઓના તાજેતરમાં જ રાજીનામાં પડવા, દિગ્ગજ નેતાઓ એક-એક કરીને ભાજપમાં જતાં રહ્યા. તેમ છતાં અધ્યક્ષને ભાજપ વિરોધી વાતાવરણ દેખાય છે.

    ટૂંકમાં ડૂબતી નૈયાને ફરી હલેસે ચડાવવા માટે ગુજરાત કોંગ્રેસ આવા કામો કરી રહી છે. પરંતુ ગુજરાતના લોકોને સારી રીતે ખ્યાલ છે કે, કોંગ્રેસને બસ જુઠ્ઠાણું ફેલાવ્યા સિવાય કઈ આવડતું નથી. તેથી જ તો લોકો તેમને રિપ્લાય આપીને સત્ય જણાવી રહ્યા છે અને તેઓ તે રિપ્લાયને હાઇડ કરી રહ્યા છે. ગુજરાત યુનિવર્સિટી વિવાદ મામલે કોંગ્રેસ અધ્યક્ષે ભ્રામક દાવા કર્યા છે, તે પણ પાયાવિહોણા. જેને સોશિયલ મીડિયા યુઝર્સે જ હાથોહાથ વધાવી લીધા છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં