Saturday, May 4, 2024
More
    હોમપેજગુજરાતભારતની સ્કોલરશીપ પર વિદેશથી ભણવા આવેલ વિદ્યાર્થીઓ જાહેરમાં પઢી રહ્યા હતા નમાજ,...

    ભારતની સ્કોલરશીપ પર વિદેશથી ભણવા આવેલ વિદ્યાર્થીઓ જાહેરમાં પઢી રહ્યા હતા નમાજ, હિંદુ યુવાનોએ પ્રશ્ન કર્યો તો ઝીંકી દીધા લાફા: જાણો કઈ રીતે શરૂ થઈ ગુજરાત યુનિવર્સિટી હોસ્ટેલમાં ધમાલ

    જ્યારે ઑપઇન્ડિયાએ આ વિષયની તપાસ શરૂ કરી તો અમારા હાથે એક વિડીયો આવ્યો જે આખી ઘટનામાં દૂધનું દૂધ અને પાણીનું પાણી કરી દે છે.

    - Advertisement -

    આજે વહેલી સવારથી સોશિયલ મીડિયા પર ગુજરાત યુનિવર્સિટી હોસ્ટેલના ઘણા વિડીયો વાઇરલ થઈ રહ્યા છે જેમાં વિદ્યાર્થીઓના બે ગ્રુપ વચ્ચે ધમાલ થતી જોઈ શકાય છે. ઘણી પોસ્ટ્સમાં કહેવામાં આવી રહ્યું છે અહીં ભણતા વિદેશી વિદ્યાર્થીઓ પર સ્થાનિક વિદ્યાર્થીઓ હુમલો કરી દીધો કેમ કે તેઓ નમાજ પઢી રહ્યા હતા. પરંતુ ઑપઇન્ડિયા પાસે જે વિડીયો ઉપલબ્ધ છે તે ઘટનાની તમામ સચ્ચાઈ ઉજાગર કરે છે.

    શનિવારે (16 માર્ચ) મોડી રાતે આ તમામ ઘટના બની હોવાનું કહેવામાં આવી રહ્યું છે. તેના વિડીયો X સહિતના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર રવિવારે વહેલી સવારથી ફરતાં થયા હતા. મોટાભાગે આ વિડીયો ઇસ્લામવાદીઓ અને હિંદુદ્વેષીઓ શેર કરી રહ્યા હતા. સાથે તેઓ લખી રહ્યા હતા કે ભારતમાં વિદેશથી ભણવા આવેલા વિદ્યાર્થીઓ સાથે આવો ખરાબ વ્યવહાર થઈ રહ્યો છે. વગેરે વગેરે…

    કથિત ફેક્ટચેકર મોહમ્મદ ઝુબૈર સહિત ઘણા ઇસ્લામવાદીઓ સતત આ પ્રકારના વિડીયોનો મારો ચલાવી રહ્યા હતા અને આ ઘટનાને સાંપ્રદાયિક રંગ આપવા મથી રહ્યા હતા. તેઓ બતાવી રહ્યા હતા કે ધમાલ થઈ રહી છે પરંતુ કોઇ એ નથી બતાવી રહ્યું કે ધમાલ કઈ રીતે શરૂ થઈ.

    - Advertisement -

    જ્યારે ઑપઇન્ડિયાએ આ વિષયની તપાસ શરૂ કરી તો અમારા હાથે એક વિડીયો આવ્યો જે આખી ઘટનામાં દૂધનું દૂધ અને પાણીનું પાણી કરી દે છે.

    વિડીયોમાં જોઈ શકાય છે કે ગુજરાત યુનિવર્સિટી બોયઝ હોસ્ટેલમાં આવેલ એક બ્લોકમાં અમુક વિદ્યાર્થીઓ જાહેરમાં નમાજ પઢી રહ્યા હતા. આ દરમિયાન ત્યાં કેટલાક અન્ય યુવાનો પુચ્છા કરવા જાય છે કે કેમ આ રીતે જાહેરમાં નમાજ પઢાઈ રહી છે.

    યુવાનો ત્યાંના સિક્યોરિટી ગાર્ડને પૂછે છે કે કેમ આ રીતે જાહેરમાં નમાજ પઢાય છે. તો ગાર્ડ કહે છે કે આ લોકો તો હંમેશા અહીંયા જ પઢે છે. યુવાનો કહે છે કે નમાજ માટે મદરેસા મસ્જિદ વગેરે હોય જ છેને. એવામાં નમાજ પઢી રહેલ એક વિદેશી મુસ્લિમ વિદ્યાર્થી ઉભો થઈને આવે છે અને હિંદુ યુવાનને કેટલાય લાફા મારી દે છે અને અપશબ્દો કહે છે. અને આ રીતે શરૂ થાય છે હોસ્ટેલમાં બે જૂથો વચ્ચે ધમાલ.

    ઈસ્લામવાદીઓએ અનેક વિડીયો શેર કર્યા છે. પરંતુ સવારથી એક પણ વ્યક્તિને આ ધમાલ કઈ રીતે શરૂ થઈ તેનો આ વિડીયો શેર નહોતો કર્યો. જેની પાછળ તેમના ઇરાદા શંકાસ્પદ લાગી રહ્યા છે.

    ભારત સરકારની શિષ્યવૃત્તિ પર કરી રહ્યા છે અભ્યાસ

    નોંધનીય છે કે આ વિદેશી વિદ્યાર્થીઓ ભારત સરકાર દ્વારા શરૂ કરાયેલ ઇન્ડિયન કાઉન્સિલ ફોર કલ્ચરલ રિલેશન્સ (ICCR) દ્વારા ઓફર કરવામાં આવતા શિષ્યવૃત્તિ કાર્યક્રમના ભાગરૂપે ભારતમાં છે. તે ભારતીય કેન્દ્રીય યુનિવર્સિટીઓમાં વિવિધ ડિગ્રી પ્રોગ્રામ્સ અને વિદ્યાશાખાઓમાં રસ ધરાવતા વિદેશી વિદ્યાર્થીઓને વાર્ષિક શિષ્યવૃત્તિ આપે છે.

    ગૃહમંત્રીએ યોજી બેઠક

    તાજી જાણકારી મુજબ આ ઘટનાને લઈને ગૃહમંત્રી હર્ષ સંઘવીએ હાઇલેવલ બેઠક યોજી છે. આ બેઠક અમદાવાદ સર્કિટ હાઉસ ખાતે યોજાઇ હતી. જેમાં DGPથી લઈને અમદાવાદના પોલીસ કમિશનર સુધીના અધિકારીઓ હાજર રહ્યા હતા.

    મિટિંગમાં નક્કી થયા મુજબ હવે ઉચ્ચ પોલીસ અધિકારીઓ યૂનિવર્સિટી પહોંચશે. સાથે જ અમદાવાદ પોલીસે X પર પોસ્ટ કરીને જણાવ્યું છે કે આ મામલે પૂરતી તપાસ કરવામાં આવશે અને જવાબદાર વ્યક્તિઓ પર કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં