Friday, March 29, 2024
More
    હોમપેજરાજકારણપંજાબમાં પરાલી સળગાવવાના કિસ્સાઓમાં 33% નો વધારો, દિલ્હીનો AQI 400 નજીક: બંને...

    પંજાબમાં પરાલી સળગાવવાના કિસ્સાઓમાં 33% નો વધારો, દિલ્હીનો AQI 400 નજીક: બંને રાજ્યોના આમ આદમી પાર્ટીના CM ગુજરાતની ચૂંટણીઓમાં વ્યસ્ત

    જે રાજ્ય પ્રદૂષણથી ઝઝૂમી રહ્યું છે એ, દિલ્હી, અને જે રાજ્ય એ પ્રદૂષણનું કારણ છે એ, પંજાબ, ત્યાં બંને જગ્યાએ આમ આદમી પાર્ટીની જ સરકારો છે. પરંતુ બંને રાજ્યોના મુખ્યમંત્રી સાથે મળીને હજુ સુધી આ સમસ્યાનો કોઈ હલ લાવી શક્ય નથી. ઉપરથી બંનેએ પરિસ્થિતિને પહેલા કરતા વધુ ગંભીર કરી છે.

    - Advertisement -

    દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન છેલ્લા ઘણા સમયથી સતત ગુજરાતના ચૂંટણી પ્રવાસે હોય છે. પરંતુ હાલમાં આ બંને આપ નેતાઓના ગૃહ રાજ્યોથી જે સમાચાર આવી રહ્યા છે એ ચિંતાજનક છે. વાત એવી છે કે આ બંને રાજ્યોની સરકારની મિલીભગતથી હાલ દિલ્હીવાસીઓના શ્વાસ રૂંધાઇ રહ્યા છે.

    અહેવાલો મુજબ હાલમાં પંજાબ રાજ્યમાં ગયા વર્ષ કરતા 33% વધુ પરાલી સળગાવવાના કિસ્સાઓ નોંધવામાં આવ્યા છે. એટલે કે જ્યાં ગત વર્ષે પરાલી સળગાવવાના 8,000 કિસ્સા નોંધાયા હતા ત્યાં આ વર્ષે માત્ર હમણાં સુધી જ 10,000થી વધુ કિસ્સાઓ નોંધાઈ ચુક્યા છે. જેનું પરિણામ દિલ્હીવાસીઓ ભોગવી રહ્યા છે.

    ગઈકાલે દિલ્હીનો એર ક્વોલિટી ઈન્ડેક્ષ, AQI 400ની નજીક હતો, જે ભયજનક સપાટીની પાર ગણાય. અત્રે નોંધનીય છે કે આ આંકડા દિવાળી સિવાયના છે એટલે કે આમાં દિવાળીના ફટાકડાઓના પ્રદૂષણનું બહાનું નીકળી શકે એમ પણ નથી.

    - Advertisement -

    કેજરીવાલે દિવાળીના તહેવારમાં ફટાકડા પર પ્રતિબંધ મુક્યો હતો

    દિલ્હીના પ્રદુષણને કાબુમાં લેવા માટે કેજરીવાલ પોતાની જ પાર્ટીની સરકાર જે પંજાબમાં છે તેમની સાથે મળીને કામ તો ન જ કરી શક્ય પરંતુ ઉલ્ટાનું તેમણે પ્રદુષણ માટે ફટાકડાંઓને જવાબદાર ગણાવી હિન્દુઓના વર્ષના સૌથી મોટા અને મહત્વના તહેવાર દિવાળી પર ફટાકડા ફોડવા પર જ પ્રતિબંધ મૂકી દીધો હતો.

    પરંતી આવા તુગલકી નિર્ણય બાદ પણ દિલ્હીના પ્રદુષણમાં અને હવાની ક્વોલિટીમાં કોઈ સુધારો આવ્યો હોવાનું ધ્યાને પડ્યું નથી. જાણકારો મને છે કે દિલ્હીના પ્રદુષણ માટે દિવાળીના ફટાકડા નહિ પરંતુ પંજાબમાં સળગાવવામાં આવતી પરાલી જ છે, જે આ વર્ષે ગયા વર્ષ કરતા 33% વધુ છે.

    આપ નેતાઓને સમાધાન શોધવામાં નહિ ખોટા દોષ દેવામાં રસ

    જે રાજ્ય પ્રદૂષણથી ઝઝૂમી રહ્યું છે એ, દિલ્હી, અને જે રાજ્ય એ પ્રદૂષણનું કારણ છે એ, પંજાબ, ત્યાં બંને જગ્યાએ આમ આદમી પાર્ટીની જ સરકારો છે. પરંતુ બંને રાજ્યોના મુખ્યમંત્રી સાથે મળીને હજુ સુધી આ સમસ્યાનો કોઈ હલ લાવી શક્ય નથી. ઉપરથી બંનેએ પરિસ્થિતિને પહેલા કરતા વધુ ગંભીર કરી છે.

    હાલમાં બંને રાજ્યના મુખ્યમંત્રીઓ પોતાના રાજ્યોને સળગતું છોડીને ગુજરાતના ચૂંટણી પ્રવાસે પ્રચાર કરવામાં અને રોજ અવનવા વાયદાઓ કરવામાં વ્યસ્ત છે. આવામાં અન્ય એક આમ આદમી પાર્ટી નેતાએ એવું નિવેદન આપ્યું છે જેણે બળતામાં ઘી હોમ્યું છે.

    આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હીના પર્યાવરણ મંત્રી ગોપાલ રાયે રવિવારે પ્રેસ કોન્ફ્રન્સ કરીને દિલ્હીના પ્રદુષણ માટે ઉત્તરપ્રદેશની સરકારી બસોને જવાબદાર ગણાવી હતી.

    ગોપાલ રાયે કહ્યું, “ઉત્તર પ્રદેશની સરકારી બસોને કારણે રાજ્યમાં પ્રદૂષણ વધી રહ્યું છે.” તેમણે દાવો કર્યો છે કે યુપી સરકારની બસોમાંથી નીકળતા ધુમાડાને કારણે દિલ્હીના આનંદ વિહાર અને વિવેક વિહારમાં એર ક્વોલિટી ઈન્ડેક્સ (AQI) નીચા સ્તરે પહોંચી ગયો છે. આથી, તેઓ યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને આ બસોની તપાસ કરાવવાની અપીલ કરે છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં