Thursday, March 6, 2025
More
    હોમપેજક્રાઈમજેમની મહેનતે સાંસદ બન્યો 'રાવણ', એમની જ મદદ નથી કરી રહી 'ભીમ...

    જેમની મહેનતે સાંસદ બન્યો ‘રાવણ’, એમની જ મદદ નથી કરી રહી ‘ભીમ આર્મી’; કારણ- દલિત સુમિતની સાળીની હત્યા કરનાર નીકળ્યો ‘આલમ’: પીડિતથી જાણો શું હોય છે મુસ્લિમ વોટનો ડર

    ભીમ આર્મીના સુમિતનું કહેવું છે કે તેને લાગે છે કે ચૂંટણી આવી રહી હોવાથી તેને મદદ કરવામાં આવી નથી અને કદાચ ચૂંટણીઓને કારણે કોઈએ તેને સમર્થન આપ્યું નથી કારણ કે કોઈ મુસ્લિમ મત ગુમાવવા માંગતા નથી.

    - Advertisement -

    ગાઝિયાબાદમાં મોહમ્મદ આલમ દ્વારા થોડા દિવસ પહેલા તેની લિવ-ઈન પાર્ટનર પૂજાનું ગળું દબાવીને હત્યા કરવામાં આવી હતી. હવે આ કેસમાં સામે આવ્યું છે કે પૂજા ભીમ આર્મી સંગઠનના સભ્ય સુમિત કુમારની સાળી હતી. સુમિતે દાવો કર્યો છે કે તે દલિત સંગઠન ભીમ આર્મીનો વરિષ્ઠ સભ્ય હતો. જ્યારે તેની સાળી સાથે આટલી મોટી ઘટના બની ત્યારે તે સંસ્થા પાસે મદદ માટે ગયો પરંતુ ત્યાં તેને બિલકુલ સપોર્ટ ના મળ્યો કેમ કે આરોપી મુસ્લિમ હતો.

    આ માહિતી સ્વરાજ્યની વરિષ્ઠ પત્રકાર સ્વાતિ ગોયલ શર્માના X પોસ્ટથી સામે આવી છે. આ મામલાને લઈને સ્વાતિએ પોતાની પોસ્ટમાં કહ્યું, “સુમિત કુમાર 8 વર્ષથી ભીમ આર્મીના વરિષ્ઠ સભ્ય હતા. જે સાંસદ ચંદ્રશેખર રાવણના નેતૃત્વમાં અને ભીમ રાવ આંબેડકરના નામ પર એક દલિત સંગઠન. ગયા અઠવાડિયે, જ્યારે પૂજાની આલમ દ્વારા હત્યા કરવામાં આવી હતી, ત્યારે સુમિત મદદ માટે સંસ્થા પાસે ગયો હતો, પરંતુ ત્યાં તેને કોઇ સપોર્ટ મળ્યો નહીં.”

    તે કહે છે કે ઘટના બાદ તે આઝાદ સમાજ પાર્ટીની ઓફિસમાં ગયો, ત્યાં તેણે અલગ-અલગ લોકો સાથે વાત કરી પરંતુ કોઈએ તેની મદદ કરી નહીં. તેનું કહેવું છે કે તેને લાગે છે કે ચૂંટણી આવી રહી હોવાથી તેને મદદ કરવામાં આવી નથી અને કદાચ ચૂંટણીઓને કારણે કોઈએ તેને સમર્થન આપ્યું નથી કારણ કે કોઈ મુસ્લિમ મત ગુમાવવા માંગતા નથી.

    - Advertisement -

    સ્વાતિ ગોયલ શર્માએ આગળ લખ્યું- “હું પૂજાના પરિવારને મળી. તે તેના પહેલા પતિથી થયેલા ત્રણ સંતાનોને છોડીને ગઈ છે. પરિવારને તેમના ભરણપોષણ માટે આર્થિક સહાયની જરૂર છે.”

    ઉલ્લેખનીય છે કે પૂજાની હત્યાનો મામલો ગત સપ્તાહે ગાઝિયાબાદમાં સામે આવ્યો હતો. મીડિયા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે પૂજા અને મોહમ્મદ આલમ લાંબા સમયથી સાથે હતા, પરંતુ થોડા સમયથી પૂજાએ તેના પતિ સાથે રહેવાની વાત શરૂ કરી હતી, તેથી આલમે તેનું ગળું દબાવીને હત્યા કરી હતી.

    જોકે, પોલીસે આરોપીને પકડીને પૂછપરછ કરતાં તેણે જણાવ્યું કે, પૂજા અને તેના લગ્ન 6 મહિના પહેલા થયા હતા, તેથી તે આલમ પર તેની સાથે રહેવા માટે દબાણ કરતી હતી. એક દિવસ જ્યારે આલમના પુત્રને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો ત્યારે પૂજાએ કહ્યું કે આલમે તેની સ્થિતિ વિશે પૂછ્યું ન હતું પરંતુ તેના પુત્ર પાસે ગયો હતો. આ પછી તેમની વચ્ચે ઝઘડો થયો અને આલમે પૂજાને બોલાવી અને તેને સેન્ટ્રો કારમાં બેસાડી અને પછી દુપટ્ટા વડે તેનું ગળું દબાવી દીધું. બાદમાં લાશને કેનાલમાં નાખીને ભાગી ગયો હતો અને ગભરાઈને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે તપાસ કરી તો સમગ્ર મામલો સામે આવ્યો, ત્યારબાદ મોહમ્મદ આલમની ધરપકડ કરવામાં આવી.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં