Thursday, April 18, 2024
More
  હોમપેજગુજરાત‘ગુજરાતમાંથી રાજ્યસભામાં જવું મારા માટે સદભાગ્યની વાત’: ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ ભર્યું...

  ‘ગુજરાતમાંથી રાજ્યસભામાં જવું મારા માટે સદભાગ્યની વાત’: ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ ભર્યું ફોર્મ, ગોવિંદભાઈ ધોળકિયા સહિત અન્ય ત્રણ નેતાઓએ પણ કરી ઉમેદવારી

  - Advertisement -

  આજે 15 ફેબ્રુઆરી, 2024ના રોજ રાજ્યસભાની ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવવાનો અંતિમ દિવસ હતો. ત્યારે ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જે.પી નડ્ડા સહિત ચારેય ઉમેદવારોએ ગુજરાતમાંથી રાજ્યસભા ચૂંટણી માટેનું નામાંકન પત્ર ભર્યું છે. જેપી નડ્ડા સિવાય સુરતના ઉદ્યોગપતિ ગોવિંદ ધોળકિયા, BJP બક્ષીપંચ મોરચાના પ્રમુખ મયંક નાયક અને ડો.જસવંતસિંહ પરમારે પણ ફોર્મ ભર્યું હતું. આ દરમિયાન ગુજરાતના CM ભુપેન્દ્ર પટેલ, રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી અનેપ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ સહિતના નેતાઓ રહ્યા હાજર હતા. આ ઉપરાંત 4 હજાર જેટલા કાર્યકરો અને આગેવાનો પણ રેલીમાં જોડાયા હતા.

  BJP રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી નડ્ડાએ નામાંકન ફોર્મ ભરાય બાદ સંબોધનમાં કહ્યું કે, ”ગુજરાતમાં મારો સમાવેશ થયો તે મારું સૌભાગ્ય છે, મેં ઘણાં પદો માટે ઘણી વખત નોમિનેશન પેપર ભર્યાં છે, પરંતુ ગુજરાતમાંથી ઉમેદવારી કરવાનું મને વિશેષ સૌભાગ્ય મળ્યું તેના માટે હું વડાપ્રધાન મોદીનો આભારી છું. આ વખતે અમે NDAને 400ને પાર કરી દઈશું અને 370થી વધુ બીજેપીના ઉમેદવારોને જીતાડીશું.” વધુમાં કહ્યું કે, “હું વચન આપું છું કે, હું એક આદર્શ કાર્યકર્તારૂપે ગુજરાતનું પ્રતિનિધિત્વ કરીશ. આદર્શ કાર્યકર્તા બની વિકાસને વેગ આપીશ.” અંતે ઉમેર્યું કે, દેશમાં રાજનૈતિક પરિવર્તનનો તમામ શ્રેય પ્રધાનમંત્રી મોદીને જાય છે.”

  સંબોધનમાં રામ મંદિરનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું, “હમણાં જ 22 ફેબ્રુઆરીએ આપણે રામલલાની પ્રાણપ્રતિષ્ઠા જોઈ. આ આપણા સૌ માટે સૌભાગ્યની વાત છે. 500 વર્ષના સંઘર્ષમાં કેટલા રાજા, સાધુઓ અને ભક્તોએ રામ મંદિર માટે લડાઈ લડી ત્યારે જઈને આપણે આ અવસરનો લાભ લઇ શક્યા છીએ.” વધુમાં કહ્યું “આપણા માટે ગૌરવની વાત છે કે, આપણે 11 નંબરથી પાંચમા નંબરની અને હવે વિશ્વમાં ત્રીજા નંબરની સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવા જઈ રહ્યા છે. આપણે એ સમય જોઈ રહ્યા છે જયારે દુનિયામાં ભારતનો ડંકો વાગી રહ્યો છે.”

  - Advertisement -

  ઉલ્લેખનીય છે કે રાજ્યસભાની ચૂંટણી 27 ફેબ્રુઆરી, 2024ના રોજ યોજાશે. જેમાં 15 ફેબ્રુઆરીએ ઉમેદવારીપત્ર ભરવાની છેલ્લી તારીખ હતી. હવે પછી 16 ફેબ્રુઆરીએ ઉમેદવારીપત્રોની ચકાસણી કરવામાં આવશે અને આગામી 20 ફેબ્રુઆરી સુધીમાં ઉમેદવારી પાછી ખેંચવાની છેલ્લી તારીખ રહેશે. 27મીએ મતદાનનો દિવસ છે, પરંતુ ગુજરાતમાં તમામ ભાજપી ઉમેદવારો બિનહરીફ વિજેતા જાહેર થશે, કારણ કે કોંગ્રેસ પાસે બહુમત નથી, જેથી ઉમેદવારો ઉતાર્યા નથી.

  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં