Saturday, April 27, 2024
More
    હોમપેજરાજકારણકંગના વિશે અભદ્ર પોસ્ટ કરનાર સુપ્રિયા શ્રીનેતની ટીકીટ કપાઈ, મહારાજગંજથી કોંગ્રેસે ન...

    કંગના વિશે અભદ્ર પોસ્ટ કરનાર સુપ્રિયા શ્રીનેતની ટીકીટ કપાઈ, મહારાજગંજથી કોંગ્રેસે ન આપી તક: 2019માં મળ્યા હતા માત્ર 5.91 ટકા મત 

    કોંગ્રેસે આ ચૂંટણીમાં મહારાજગંજ બેઠક પરથી વીરેન્દ્ર ચૌધરીને ટીકીટ આપી છે. અહીંથી ભાજપે પંકજ ચૌધરીને જ રિપીટ કર્યા છે, જેઓ 2019માં સુપ્રિયા શ્રીનેતને હરાવીને ચૂંટણી જીત્યા હતા.

    - Advertisement -

    ભાજપની ટીકીટ પર લોકસભા ચૂંટણી લડતાં અભિનેત્રી કંગના રણૌત વિશે અભદ્ર પોસ્ટ કરવા બદલ વિવાદમાં આવેલાં કોંગ્રેસ નેતા સુપ્રિયા શ્રીનેતની ટીકીટ કપાઈ છે. પત્રકારત્વમાંથી રાજકારણમાં પ્રવેશ કર્યા બાદ 2019માં તેઓ ઉત્તર પ્રદેશની મહારાજગંજ લોકસભા બેઠક પરથી લડ્યાં હતાં, પરંતુ કારમી હારનો સામનો કરવો પડ્યો હતો.

    બુધવારે (27 માર્ચ) રાત્રે કોંગ્રેસ પાર્ટીએ લોકસભા ચૂંટણી માટે વધુ ઉમેદવારો જાહેર કર્યા હતા. આ યાદીમાં ઝારખંડ, મધ્ય પ્રદેશ અને તેલંગાણા સાથે ઉત્તર પ્રદેશની પણ અમુક બેઠકો પર ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી. જેમાં મહારાજગંજ બેઠક પણ સામેલ છે, જ્યાંથી 2019માં સુપ્રિયા શ્રીનેત કોંગ્રેસની ટીકીટ પર ચૂંટણી લડ્યાં હતાં. પરંતુ આ વખતે યાદીમાં તેમનું નામ જોવા મળ્યું નહીં. 

    કોંગ્રેસે આ ચૂંટણીમાં મહારાજગંજ બેઠક પરથી વીરેન્દ્ર ચૌધરીને ટીકીટ આપી છે. અહીંથી ભાજપે પંકજ ચૌધરીને જ રિપીટ કર્યા છે, જેઓ 2019માં સુપ્રિયા શ્રીનેતને હરાવીને ચૂંટણી જીત્યા હતા. પંકજ ચૌધરી 2014થી આ બેઠક જીતતા આવ્યા છે. પાર્ટીએ ત્રીજી વખત પણ તેમની ઉપર જ વિશ્વાસ મૂક્યો છે. પરંતુ સુપ્રિયા શ્રીનેત પાર્ટીનો વિશ્વાસ જીતવામાં સફળ રહ્યાં નહીં. 

    - Advertisement -

    2019ની ચૂંટણીની વાત કરવામાં આવે તો પંકજ ચૌધરી 59.20 ટકા વોટ સાથે જંગી બહુમતીથી જીત્યા હતા. બીજા ક્રમે સપા ઉમેદવાર હતા, જેમણે 31 ટકા મતો મેળવ્યા હતા. જ્યારે કોંગ્રેસમાંથી ચૂંટણી લડવા ગયેલાં સુપ્રિયા શ્રીનેતને માત્ર 5.91 ટકા જ મત મળ્યા હતા. પંકજ ચૌધરીની 3 લાખ કરતાં વધુ મતોથી જીત થઈ હતી. 

    સુપ્રિયા શ્રીનેતની વાત કરવામાં આવે તો તેઓ નવાં-નવાં નેતા બન્યાં છે. 2019 સુધી ‘પત્રકાર’ હતાં. 2019ની લોકસભા ચૂંટણી પહેલાં પત્રકારત્વ મૂકીને વિધિવત રાજકારણમાં ઝંપલાવ્યું હતું. તેઓ ઇન્ડિયા ટુડે, NDTV અને ET નાઉમાં કામ કરી ચૂક્યાં છે. 2019માં ET નાઉનાં કાર્યકારી સંપાદક પદેથી જ નોકરી છોડી હતી. ચૂંટણી હાર્યા બાદ તેમને કોંગ્રેસે રાષ્ટ્રીય પ્રવક્તા તરીકે નિયુક્ત કર્યાં હતાં. હાલ તેઓ પાર્ટીના સોશિયલ મીડિયા વિભાગનાં અધ્યક્ષ પણ છે.

    સુપ્રિયા શ્રીનેત તાજેતરમાં વિવાદમાં આવ્યાં, જ્યારે તેમના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પરથી ભાજપ ઉમેદવાર અને અભિનેત્રી કંગના રણૌત વિશે અત્યંત અભદ્ર પોસ્ટ મૂકવામાં આવી હતી. જોકે, પછીથી સુપ્રિયાએ ડેમેજ કન્ટ્રોલ કરવાના પ્રયાસ કરીને દાવો કર્યો કે તેમના અકાઉન્ટનું એક્સેસ પાંચ-છ લોકો પાસે રહે છે, અને તેમાંથી કોઈએ આવું કૃત્ય કર્યું છે. પરંતુ આટલા દિવસ પછી પણ તેમણે તે વ્યક્તિ સામે શું કાર્યવાહી કરી તે જણાવ્યું નથી. 

    આ અભદ્ર પોસ્ટ માટે ચૂંટણી પંચ સુપ્રિયાને એક નોટીસ પણ પાઠવી ચૂક્યું છે, જેનો જવાબ શુક્રવાર સાંજ સુધીમાં દાખલ કરવાનો રહેશે. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં