Saturday, May 4, 2024
More
    હોમપેજદેશBJPનું રાષ્ટ્રીય અધિવેશન, કાર્યકર્તાઓની સાથે જમીન પર બેઠા તમિલનાડુના પ્રદેશ અધ્યક્ષ K...

    BJPનું રાષ્ટ્રીય અધિવેશન, કાર્યકર્તાઓની સાથે જમીન પર બેઠા તમિલનાડુના પ્રદેશ અધ્યક્ષ K અન્નામલાઈ: ફોટો જોઈને લોકોને આવી PM મોદીના જૂના દિવસોની યાદ

    તમિલનાડુના ભાજપ પ્રદેશ અધ્યક્ષ K અન્નામલાઈ વિશે લોકો સોશિયલ મીડિયા પર એમ પણ કહી રહ્યા છે કે, તેઓ ભવિષ્યમાં તમિલનાડુના મુખ્યમંત્રી બનશે જ, પરંતુ તેમનામાં વડાપ્રધાન બનવાની પણ તમામ ક્ષમતા છે.

    - Advertisement -

    દિલ્હીમાં BJPનું 2 દિવસીય રાષ્ટ્રીય અધિવેશન શનિવાર (17 ફેબ્રુઆરી, 2024) અને રવિવારના (18 ફેબ્રુઆરી) રોજ પૂર્ણ થયું હતું. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને દેશભરમાંથી ભાજપના હજારો કાર્યકરો અને નેતાઓએ ભાગ લીધો હતો. આ દરમિયાન તમિલનાડુના ભાજપ પ્રદેશ અધ્યક્ષ K અન્નામલાઈ કાર્યકર્તાઓ સાથે જમીન પર બેઠેલા જોવા મળ્યા હતા. લોકો તેમના સમર્પણની પ્રશંસા કરી રહ્યા છે. તમિલનાડુના પ્રદેશ અધ્યક્ષ K અન્નામલાઈની સોશિયલ મીડિયામાં ખૂબ પ્રશંસા થઈ રહી છે.

    તમિલનાડુના ભાજપ અધ્યક્ષ K અન્નામલાઈ માટે રાષ્ટ્રીય અધિવેશન દરમિયાન ઉપસ્થિત રહેવા ખુરશી આરક્ષિત હતી કારણ કે, તેઓ પ્રદેશ અધ્યક્ષ છે, પરંતુ તેમ છતાં તેમણે કાર્યકરો સાથે જમીન પર બેસવાનું પસંદ કર્યું. લોકોએ કહ્યું કે, એક કાર્યકર તરીકે તેમની પાસેથી પ્રેરણા લઈ શકાય છે. એટલું જ નહીં, તેમની સરખામણી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે પણ કરવામાં આવી રહી છે, PM મોદીની ઘણી જૂની તસવીરો સામે આવી હતી જેમાં તેઓ જમીન પર બેઠેલા જોવા મળી રહ્યા હતા. એક તસવીરમાં લાલકૃષ્ણ અડવાણી આગળ ખુરશી પર અને બીજી તસવીરમાં નરેન્દ્ર મોદી સાથી કાર્યકરો સાથે જમીન પર બેઠેલા જોઈ શકાય છે.

    ભારત અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ ટિપ્પણી બાદ માલદીવના 3 મંત્રીઓને બરતરફ કર્યા પછી ચર્ચામાં આવેલા ‘મિસ્ટર સિન્હા’એ લખ્યું કે, અન્નામલાઈની આ વાત જ તેમને બાકીનાઓથી અલગ કરે છે. પત્રકાર હર્ષવર્ધન ત્રિપાઠીએ લખ્યું, “આ વ્યક્તિનું ભવિષ્ય ખૂબ જ શાનદાર દેખાઈ રહ્યું છે.” ઘણા લોકોએ તેમને ‘સાઉથના મોદી’ તરીકે પણ સંબોધ્યા હતા. વડાપ્રધાન મોદીએ પણ જણાવ્યું કે, કઈ રીતે રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા પહેલાં પોતાના 11 દિવસીય અનુષ્ઠાન દરમિયાન તેમણે દક્ષિણ ભારતની મુલાકાત લીધી અને તે દરમિયાન તેમને જે પ્રેમ મળ્યો તે શબ્દોમાં વર્ણવી શકાતો નથી.

    - Advertisement -

    K અન્નામલાઈ વિશે લોકો સોશિયલ મીડિયા પર એમ પણ કહી રહ્યા છે કે, તેઓ ભવિષ્યમાં તમિલનાડુના મુખ્યમંત્રી બનશે જ, પરંતુ તેમનામાં વડાપ્રધાન બનવાની પણ તમામ ક્ષમતા છે. તાજેતરમાં જ તેમણે સમગ્ર રાજ્યમાં પદયાત્રા કાઢી હતી, જેમાં તેમને ભારે જનસમર્થન મળ્યું હતું. તેમની સાદગીની વારંવાર ચર્ચા થયા જ કરે છે. નોંધનીય છે કે, અન્નામલાઈ અગાઉ પોલીસ અધિકારી હતા, તેઓ રાજીનામું આપીને ભાજપમાં જોડાયા હતા. તમિલનાડુ દ્રવિડ રાજનીતિનો ગઢ છે, જ્યાં કમળ ખીલવવું તેમના માટે એક પડકાર માનવામાં આવી રહ્યો છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં