Saturday, May 4, 2024
More
    હોમપેજમિડિયાઑપઇન્ડિયા ઇમ્પેક્ટ: મંજુસર કેસમાં RSS કાર્યકર્તા નિલેશ પરમારના ખોટા PASA થયા રિવોક,...

    ઑપઇન્ડિયા ઇમ્પેક્ટ: મંજુસર કેસમાં RSS કાર્યકર્તા નિલેશ પરમારના ખોટા PASA થયા રિવોક, માતાની આંખમાં ખુશીના આંસુ, હજારો હિંદુઓએ કર્યું સ્વાગત

    નિલેશના પરિવારે ઑપઇન્ડિયાની ટીમનો ખાસ આભાર માન્યો છે. જેનો અમને ખુબ આનંદ છે. પરંતુ સાથે અમને એ પણ વિચાર આવે છે કે મેઈનસ્ટ્રીમ મીડિયા આ રીતે જ્યારે હિંદુઓ સાથે થતા અન્યાયની વાત આવે ત્યારે મૂંગું કઈ રીતે રહી જતું હશે? કયા સુધી આ યુટ્યુબ પત્રકારો દરેક વાતમાં ભલે ગુનેગાર કોઇ પણ હોય, પરંતુ હિંદુઓમાં અપરાધભાવ ઊભા કરવાના કાવતરાઓ ઘડતાં રહેશે?

    - Advertisement -

    આ એક સર્વવિદિત સત્ય છે કે મીડિયા, જેને લોકો લોકશાહીનો ચોથો સ્તંભ પણ કહે છે, તે જ્યારે જ્યારે જવાબદારીપૂર્વક પોતાનું કામ કરે છે ત્યારે ત્યારે સમાજમાં સકારાત્મક બદલાવ આવતા હોય છે. એવી જ એક ઘટના સોમવારે (9 ઓક્ટોબર) બની હતી. તાજેતરમાં મંજુસરમાં (વડોદરા) ગણપતિ વિસર્જન યાત્રા પર મુસ્લિમ કટ્ટરપંથી ભીડે કરેલ પથ્થરમારાની ઘટનામાં પોલીસે સાવલીના એક RSS કાર્યકર્તા નિલેશ પરમારની ધરપકડ કરી હતી અને તેમને પાસા (PASA – Prevention of Anti-Social Activities Act) અંતર્ગત અમદાવાદની સાબરમતી જેલ ખાતે મોકલી દીધા હતા. તેમના પરિવારનો આરોપ હતો કે તેમનું ગામ મુસ્લિમબહુલ છે અને સરપંચ પણ મુસ્લિમ છે, અને આ કાર્યવાહી રાજકારણથી પ્રેરિત છે. જે બાદ સોમવાર (9 ઓક્ટોબર) ના રોજ નિલેશના પાસા રિવોક કરવામાં આવ્યા હતા અને તેમને જેલમુક્ત કરવામાં આવ્યા હતા.

    સોમવાર (9 ઓક્ટોબર) ના રોજ નિલેશ પરમારનો પરિવાર વહેલી સવારથી જ અમદાવાદની સાબરમતી જેલની બહાર જઈને બેસી ગયો હતો. તેમને આશા હતી કે જે ખોટા આરોપોમાં તેમના દીકરાને PASA અંતર્ગત અહીં મોકલાયો હતો, સત્યના આધારે તેમા તેને રાહત મળશે. આખરે તેમની પ્રાર્થનાઓ રંગ લાવી અને નિલેશ પરમાર પરના PASA રિવોક થતાં તેમને જેલમુક્ત કરવામાં આવ્યા. આટલા દિવસો બાદ પોતાના નિર્દોષ દીકરાને જેલમાંથી બહાર આવતા જોઈને માતાની આંખોમાં હર્ષના આંસુ સમાતા નહોતા. પરિવાર સાથે આવેલા તેમના મિત્રો પણ ખુબ ખુશ હતા.

    મિત્રો પરિવાર સાથે નિલેશ પરમાર વડોદરાના સાવલીમાં પોતાના ગામ પહોચ્યા તો ત્યાં શું થશે તે તેઓએ વિચાર્યું પણ નહીં હોય. તેમના સ્વાગત માટે હજારોની સંખ્યામાં હિંદુઓ તેમના ગામે ભેગા થયા હતા. સૌ કોઈએ તેમને વધાવ્યા. કેટલાય ફુલહાર અને સ્વાગત કરવામાં આવ્યા. સ્થાનિક હિંદુ યુવાનોએ ફટકડાં ફોડીને પોતાની ખુશી વ્યક્ત કરી હતી.

    - Advertisement -

    ઑપઇન્ડિયાએ નિલેશ પરમાર સાથે વાત કરી હતી. નિલેશે જણાવ્યું, “આ સત્યનો વિજય છે. મને આ કેસમાં ખોટી રીતે ફસાવવામાં આવ્યો હતો. હું ઘટનાસ્થળે હાજર નહોતો તો પણ મારું નામ રાજકીય દબાણમાં આવીને ફરિયાદમાં ઉમેરવામાં આવ્યું હતું. આ પહેલા પણ આવુ ઘણી વાર કરવામાં આવ્યું છે મારી સાથે.”

    આગળ વાત કરતા કરતા નિલેશ અને તેમના પરિવારે ઑપઇન્ડિયાનો આભાર પણ માન્યો હતો. તેમની માતાએ કહ્યું, “તમારો ખુબ ખુબ આભાર. મારા દીકરા સાથે ખોટી રીતે આવું થયું ત્યારે તમારા સિવાય કોઇ જ સમાચારવાળા અમારી પાસે અમારો પક્ષ જાણવા નહોતા આવ્યા. તમે આવ્યા, અમારી ભાળ લીધી એટલે અમને ઘણી હિંમત મળી હતી.”

    મેઈનસ્ટ્રીમ મીડિયા આ વિષયમાં રહ્યું મૂંગું

    આમ તો મીડિયાનું કામ જ છે સામાન્ય જનસમુદાય સુધી સત્ય પહોંચાડવાનું અને જ્યારે જરૂર પડે ત્યારે નાગરિકો સાથે થતા અન્યાય બાબતે સરકાર અથવા તંત્ર પાસે જવાબ માંગવાનું. પરંતુ હાલના સમયમાં મોટા ભાગના મીડિયા આઉટલેટ આ મૂળભૂત વાત ભૂલી ચૂક્યા છે.

    જો તેઓ આ જવાબદારી ના ભૂલ્યાં હોત તો તેઓએ વડોદરા શહેરના મંજુસરમાં મુસ્લિમ ટોળા દ્વારા કરવામાં આવેલ તોફાન બાદ એક સ્થાનિક RSS કાર્યકર્તા સાથે અયોગ્ય રીતે કરવામાં આવેલ PASA અંતર્ગતની કાર્યવાહી પર ચુપ ના રહ્યા હોત. તેઓએ કાંઇક તો લખ્યું, બોલ્યું, છાપ્યું હોત. પણ ના હંમેશાની જેમ મીડિયાનું સાચું કામ કરવાનું સૌભાગ્ય ઑપઇન્ડિયાના માથે આવ્યું અને અમે પૂર્ણ જવાબદારી સાથે આ કાર્ય નિભાવીને સત્યને ઉજાગર કર્યું તથા એક નિર્દોષ યુવાનને ન્યાય અપાવ્યો.

    પરંતુ હા, ઘણાં યુટ્યુબ પત્રકારોએ મુસ્લિમ હુમલાખોરોની પેરવી કરવા માટે અને હિંદુઓ પર દોષનો ટોપલો ઢોળવા માટે ‘હિંદુઓએ યાત્રા મુસ્લિમ વિસ્તારોમાં શું કામ લઇ જવી જોઈએ’ એવા ભાવ સાથે આર્ટિકલ, વીડિયો જરૂર કર્યા હતા. ઑપઇન્ડિયાએ વામપંથી યુટ્યુબ પત્રકારોના આ અતાર્કિક પ્રશ્નનો તાર્કિક જવાબ આપવાનો પણ પ્રયત્ન કર્યો હતો.

    ઑપઇન્ડિયા પહોંચ્યું હતું RSS કાર્યાકર્તાના પરિવાર પાસે તેમની વાત સૌ સમક્ષ લાવવા

    શનિવારે (7 ઓક્ટોબર 2023) ના રોજ ઑપઇન્ડિયાએ જે વિષય ઉઠાવ્યો હતો તેનું સોમવારે નિરાકરણ આવ્યું છે. ત્યારે અમે ખોટી રીતે પાસામાં ધકેલાયેલ વડોદરાના સાવલીના RSS સ્વયંસેવક નિલેશ પરમારના પરિવાર સુધી પહોચ્યા હતા. અમે તેમના માતા, ભાઈ અને અન્ય પરિવારજનો સાથે વાત કરીને તમામ સત્ય હકીકત જાણી હતી. તેઓનું કહેવું હતું કે નિલેશને આ કેસમાં ખોટો ફસાવવામાં આવ્યો છે. જ્યારે આ તોફાન ત્યા ત્યારે નિલેશ પોતાના પરિવારમાં થયેલ એક અવસાનની લૌકિક ક્રિયામાં હતા, ઘટનાસ્થળે તેઓ હાજર જ નહોતા.

    યોગ્ય પુરાવાઓ ચકાસીને જ્યારે અમે તે જાણકારીઓ ભેગી કરીને તેના પર અહેવાલ તૈયાર કર્યો, ત્યાં સુધીમાં અન્ય કોઇ મેઈનસ્ટ્રીમ મીડિયાએ ના આ વિષય પર કાંઈ લખ્યું હતું કે ના કોઇ જાણકારી મેળવવાનો પ્રયત્ન કર્યો હતો. એટલું જ નહીં મંગળવારની (10 ઓક્ટોબર) સાંજ સુધી પણ કોઇ જ મીડિયાએ આ વિષયમાં કોઇ અહેવાલ નથી આપ્યો.

    હાલ RSS કાર્યકર્તા નિલેશ પરમાર પોતાના ઘરે પોતાના પરિવાર પાસે પહોચે ગયા છે. તેઓએ અને તેમના પરિવારે ઑપઇન્ડિયાની ટીમનો ખાસ આભાર માન્યો છે. જેનો અમને ખુબ આનંદ છે. પરંતુ સાથે અમને એ પણ વિચાર આવે છે કે મેઈનસ્ટ્રીમ મીડિયા આ રીતે જ્યારે હિંદુઓ સાથે થતા અન્યાયની વાત આવે ત્યારે મૂંગું કઈ રીતે રહી જતું હશે? કયા સુધી આ યુટ્યુબ પત્રકારો દરેક વાતમાં ભલે ગુનેગાર કોઇ પણ હોય, પરંતુ હિંદુઓમાં અપરાધભાવ ઊભા કરવાના કાવતરાઓ ઘડતાં રહેશે?

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં