Monday, April 22, 2024
More
  હોમપેજદેશ'મુસ્લિમ વિસ્તારોમાં યાત્રા લઈને જવાનું કામ જ શું?': નિર્દોષ હિંદુઓ પર થતા...

  ‘મુસ્લિમ વિસ્તારોમાં યાત્રા લઈને જવાનું કામ જ શું?’: નિર્દોષ હિંદુઓ પર થતા જેહાદી હુમલાઓ ઢાંકવા વપરાતું વામપંથીઓનું કાયમી હથિયાર, આ રહ્યા તેના જવાબ

  આ સમય અપરાધ અનુભવવાનો કે આવા એજન્ડાબાજોની વાતોમાં આવી જવાનો નથી, કારણ કે તમે તમારા અસ્તિત્વની લડાઇ લડી રહ્યા છો. તેમને પૂછો કે આખરે શા માટે તેમનામાં હિંદુઓ વિરુદ્ધ થતા હેટ ક્રાઇમ વિરુદ્ધ બોલવાની ત્રેવડ નથી કે આખરે શા માટે દરેક વખતે સેક્યુલરિઝ્મનો ઠેકો હિંદુઓએ જ લઇ રાખવાનો હોય છે?

  - Advertisement -

  કોઇ હિંદુ શોભાયાત્રા પર હુમલો થાય ત્યારે કટ્ટર મુસ્લિમોના આતંક અને ઉન્માદ સામે બોલવાની નૈતિક હિંમત ગુમાવી ચૂકેલા, કરોડરજ્જુ વગરના તથાકથિત ‘તટસ્થ’ પત્રકારો અને એજન્ડાધારીઓની દલીલ તૈયાર જ હોય છે કે ‘આખરે હિંદુઓ ‘મુસ્લિમ વિસ્તાર’માં યાત્રા લઈને ગયા જ શું કામ હતા કે ત્યાં જઈને જય શ્રીરામના નારા શું કામ લગાવ્યા હતા?’ કારણ કે આવું કહેવામાં કોઇ જોખમ નથી, સર તન સે જુદાનો ડર પણ નથી અને તટસ્થ દેખાવાની ચળ પણ સંતોષાય જાય છે. 

  હમણાં ત્રણ દિવસમાં મધ્ય ગુજરાતમાં ત્રણ એવી ઘટનાઓ બની, જ્યાં ઇસ્લામીઓએ હિંદુઓને નિશાન બનાવ્યા. 28 સપ્ટેમ્બરે વડોદરાના મંજુસરમાં ગણેશ વિસર્જન યાત્રા પર પથ્થરમારો થયો. જેમાં ઘણા નિર્દોષ હિંદુઓને ઈજા પહોંચી અને ગણેશજીની મૂર્તિ પણ ખંડિત થઈ. બીજા દિવસે નર્મદાના સેલંબામાં વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગ દળ આયોજિત શૌર્ય જાગરણ યાત્રા પર મુસ્લિમ ટોળાએ પથ્થરમારો કર્યો અને અફરાતફરી મચી ગઈ. તે જ સાંજે વડોદરાના પાદરામાં ઈદનું જુલુસ લઈને નીકળેલા મુસ્લિમ યુવકોએ કોઇ વાંક વગર મંદિર પાસે હિંદુ યુવકો પર હુમલો કરી દીધો, ગાળો ભાંડી, ભગવાનને ગાળો દીધી અને બીભત્સ ઈશારા કર્યા. 

  ત્રણેય ઘટનાઓમાં હિંદુઓએ પથ્થરો ખાધા છે, આંખ સામે પોતાના આરાધ્યની મૂર્તિને ખંડિત થતાં જોઈ છે. ભગવાન વિશે અભદ્ર અને અપશબ્દો સાંભળ્યા છે, કોઇ વાંક વગર શરીર પર ઘા ઝીલ્યા છે, છતાં પણ દિવસને અંતે ગુનેગાર કોને ઠેરવવામાં આવ્યા? હિંદુઓને. જેમનો વાંક માત્ર એટલો હતો કે તેઓ પોતાના આરાધ્યની વિસર્જન યાત્રા કે શોભા યાત્રા લઈને જતા હતા, કે મંદિરે દર્શન માટે ગયા હતા કે પછી શૌર્યયાત્રામાં સામેલ થયા હતા. તેમણે ન તો કોઇ પ્રતિકાર કર્યો, ન ભગવાનનું અપમાન કરનારનું માથું ધડથી અલગ કરી નાખવાના આહવાન સાથે નારા લગાવ્યા કે ન ક્યાંય ઉન્માદ ફેલાવ્યો. બહુ-બહુ તો સોશિયલ મીડિયા પર આક્રોશ ઠાલવ્યો હશે અને કાયદાની હદમાં રહીને પોલીસ મથકે જઈને ફરિયાદ નોંધાવી હશે. 

  - Advertisement -

  ઇસ્લામી હિંસા કે ઉન્માદની વાત આવે ત્યારે ગાયબ થઈ જાય છે ‘તટસ્થતા’

  પરંતુ પ્રોપગેન્ડાબાજો અને તટસ્થો માટે આવી કોઇ પણ ઘટના સમયે ભાંડવા માટેનો શ્રેષ્ઠ વિકલ્પ હિંદુઓ છે. આમ તો તેઓ કાયમ તટસ્થતાની બૂમરાણ મચાવતા રહે છે અને રડારોળ કરતા રહે છે પરંતુ જેવી ઇસ્લામી હિંસા અને ઉન્માદની વાત આવે કે તરત આ તટસ્થતા પાછળના દરવાજેથી વિદાય લઇ લે છે અને પોચું ભાળીને હિંદુઓને કહી દેવામાં આવે છે કે આખરે તમે ત્યાં ગયા જ શું કામ હતા? 

  આવી દરેક ઘટના વખતે આ ટોળકીને કોઈને કોઇ હિંદુ મળી જ રહે છે, જેની ઉપર દોષનો ટોપલો ઢોળી શકાય. CAA હિંસા વખતે કપિલ મિશ્રા પર દોષનો ટોપલો ઢોળી દેવાયો. નૂપુર શર્માએ ટિપ્પણીઓ કરી તો કહી દેવાયું કે આખરે તેમણે આવું બોલવાની જરૂર શું હતી? કન્હૈયાલાલની હત્યા થઈ ત્યારે પણ દોષ નૂપુર પર નાખવામાં આવ્યો. રામનવમી કે હનુમાન જયંતી કે પછી કોઇ પણ હિંદુ તહેવાર સમયે શાંતિપૂર્ણ પસાર થતી શોભાયાત્રા પર મુસ્લિમ ટોળાના હુમલા વખતે પણ દલીલ કરવામાં આવે છે કે ‘મુસ્લિમ વિસ્તારોમાં’ જવાની જરૂર શું હતી? 

  ‘મુસ્લિમ વિસ્તારો’ એટલે શું?

  અહીં પ્રશ્ન એ છે કે લોકતાંત્રિક દેશમાં, બંધારણીય રીતે સમાનતા આપતા દેશમાં અને ‘સેક્યુલર’ દેશમાં મુસ્લિમ વિસ્તારો શું અને હિંદુ વિસ્તારો શું? આમ કાયમ જ્યારે ભાઇચારા અને સેક્યુલરિઝ્મની વાતો કરવામાં આવે છે ત્યારે આ દલીલ ક્યાં જાય છે? પંથનિરપેક્ષ દેશમાં આવા વિસ્તારો અને પોકેટનાં નામકરણ કોણે કર્યાં? કોઇ યુ-ટ્યૂબ ચેનલ ચલાવતી એજન્ડાબાજ પત્રકારે કે કોઇ પાર્ટીના ધારાસભ્યે?

  શું ‘મુસ્લિમ વિસ્તાર’ના રસ્તાઓ માત્ર મુસ્લિમો માટે છે? ત્યાંથી હિંદુઓ યાત્રા ન લઇ જઈ શકે? ‘જય શ્રીરામ’ના નારા ન લગાવી શકે? જો ના, તો આને ‘પંથનિરપેક્ષતા’ કહેવી જોઈએ? જો ચોક્કસ વિસ્તારો હોય તો રસ્તા ઉપર નમાજ કેમ પઢવી પડે છે? આવા કુતર્કો કરનારા કાલે ઉઠીને કહેશે કે એક હિંદુ મસ્જિદ આગળથી કેમ પસાર થઈ રહ્યો છે?

  યાદ રહે, આવી દલીલો દ્વારા તેઓ ઇસ્લામીઓ દ્વારા આચરવામાં આવતી દરેક હિંસા, તેમના ગુનાઓ, તેમની હેટ સ્પીચ કે આવી ઉન્માદ ફેલાવતી ઘટનાઓ પર ઢાંકપિછોડો કરી દે છે અને દોષ સંપૂર્ણપણે હિંદુઓના માથે નાખી દે છે. કારણ કે તેમના અનુસાર હિંદુઓ બહુમતીમાં છે અને સેક્યુલરિઝ્મ જાળવી રાખવાનો, ગંગા જમુની તહેઝીબ જાળવી રાખવાનો ઠેકો હિંદુ સમુદાયે જ લઇ રાખ્યો છે. સેક્યુલરિઝમ જોખમમાં ન મૂકાઈ જાય તે માટે તેમણે યાત્રાઓ કાઢવાની નથી, ભગવાનનો જયઘોષ કરતા નારા લગાવવાના નથી કે સોશિયલ મીડિયા પર કશું લખવાનું નથી. 

  તેઓ મુસ્લિમો દ્વારા થતા પથ્થરમારા સામે એક શબ્દ ઉચ્ચારતા નથી, જ્યારે પથ્થરમારો કરવો એ કોઇ પણ રીતે, કોઇ પણ સંજોગોમાં વિકલ્પ ન હોય શકે. તમારા વિસ્તારમાંથી પસાર થતી યાત્રામાં ‘જય શ્રીરામ’ વાગે છે તો શું તમે પથ્થરો ફેંકશો? કોઈનો જીવ લઇ લેશો? તેઓ એ પૂછતા નથી કે દરેક યાત્રામાં આટલા બધા પથ્થરો આવે છે ક્યાંથી? જ્યારે મોટાભાગની ઘટનાઓમાં પથ્થરોના ઢગલા પહેલેથી તૈયાર કરી રાખવામાં આવ્યા હોવાનું સામે આવી ચૂક્યું છે. 

  આ એજન્ડાધારીઓમાં મુસ્લિમોને સવાલ કરવાની નૈતિક હિંમત પણ હોતી નથી કે આખરે શા માટે તેઓ એક શાંતિપૂર્ણ ધાર્મિક યાત્રા પણ સહન કરી શકતા નથી કે શા માટે ભાઈચારો કે પંથનિરપેક્ષતા જાળવવાની જવાબદારી માત્રને માત્ર હિંદુઓના ખભે હોય છે. શા માટે હિંદુઓનું યાત્રા લઈને પસાર થવું, પોતાના આરાધ્યના ગુણગાન કરવા એ તેમના માટે ઉશ્કેરણીજનક છે? શું ‘જય શ્રીરામ’ના નારા સામે વાંધો ઉઠાવી શકાય? ના. કારણ કે હિંદુઓ દરરોજ દિવસમાં પાંચ વખત વાગતી અઝાન કે નમાજ સામે વાંધો નથી ઉઠાવતા, જેમાં સીધું કહેવામાં આવે છે કે અલ્લાહ સિવાય કોઇ પૂજનીય નથી. ‘જય શ્રીરામ’નો નારો ભગવાન રામના જયકાર માટે હોય છે, કોઇ બીજા પંથના આરાધ્યના અપમાન માટે નહીં. 

  આ સમય અપરાધ અનુભવવાનો નથી

  વાસ્તવમાં આ આખી લેફ્ટ ઇકોસિસ્ટમે એક નવી રીત શોધી કાઢી છે, જેનાથી આવી દરેક ઘટના સમયે હિંદુઓને જ અપરાધભાવ હેઠળ લાવી દેવામાં આવે અને દોષ તેમની ઉપર નાંખીને તેમના વિરુદ્ધ થતા ગુનાઓ પર જ ઢાંકપિછોડો કરી શકાય. હિંદુઓના માથે વારંવાર એવી દલીલો મારવામાં આવે છે જેનાથી કોઇ પણ સામાન્ય વ્યક્તિ પોતાને અને સમુદાયને ગુનેગાર સમજવા માંડે અને બીજી તરફ ઇસ્લામી કટ્ટરપંથીઓના ગુના સામાન્ય કે નગણ્ય બાબત બની જાય. 

  આ સમય અપરાધ અનુભવવાનો કે આવા એજન્ડાબાજોની વાતોમાં આવી જવાનો નથી, કારણ કે તમે તમારા અસ્તિત્વની લડાઇ લડી રહ્યા છો. તેમને પૂછો કે આખરે શા માટે તેમનામાં હિંદુઓ વિરુદ્ધ થતા હેટ ક્રાઇમ વિરુદ્ધ બોલવાની ત્રેવડ નથી કે આખરે શા માટે દરેક વખતે સેક્યુલરિઝ્મનો ઠેકો હિંદુઓએ જ લઇ રાખવાનો હોય છે? કે આખરે શાંતિપૂર્ણ યાત્રાઓ પથ્થરમારો કરવાની જરૂર શું છે? કારણ કે તમે હમણાં નહીં બોલો તો કાલે ઉઠીને તેઓ કહેશે કે કાફિરો આખરે અસ્તિત્વ જ શા માટે ધરાવે છે? કે મંદિરોમાં પૂજા કરવા જ શા માટે જાય છે? ત્યારે તમારી પાસે શરણાગતિ વહોરી લેવા સિવાયનો કોઈ વિકલ્પ નહીં બચે. 

  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં