Friday, January 31, 2025
More
    હોમપેજરાજકારણમૌલવીઓ પર ખર્ચી નાખી ₹58 કરોડથી વધુની રકમ, હવે AAPને વેતન આપવાના...

    મૌલવીઓ પર ખર્ચી નાખી ₹58 કરોડથી વધુની રકમ, હવે AAPને વેતન આપવાના પડી ગયા ફાંફાં: મૌલાનાઓના પ્રદર્શન, ચૂંટણીના બ્યુગલ અને કોર્ટની ફટકાર બાદ કેજરીવાલને યાદ આવ્યા હિંદુઓ

    તાજેતરના રાજકીય સમીકરણો જોતાં કેજરીવાલને હાર દેખાઈ રહી છે. તેથી જ તેમને પૂજારીઓ અને હિંદુઓ યાદ આવ્યા. પરંતુ વાસ્તવિકતા એ છે કે, જ્યારે આરામથી તેમની જીત થતી હતી, ત્યારે તેમણે તુષ્ટિકરણની તમામ હદો વટાવી દીધી હતી.

    - Advertisement -

    દિલ્હી વિધાનસભા ચૂંટણીને (Delhi Assembly Elections) લઈને તૈયારીઓ ચાલી રહી છે. દિલ્હીના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal) પણ સક્રિયપણે ચૂંટણીની તૈયારીમાં જોડાઈ ગયા છે. આ તમામ ઘટનાક્રમ વચ્ચે એક એવા સમાચાર સામે આવ્યા કે, જેના કારણે કેજરીવાલ ફરી ચર્ચામાં આવ્યા છે. સમાચાર કઈક એવા છે કે, કેજરીવાલે જાહેરાત કરી છે કે, જો આવનારી વિધાનસભા ચૂંટણીમાં દિલ્હીમાં AAPની સરકાર બની તો તેઓ મંદિરના પૂજારીઓને (Temple Priests) અને ગુરુદ્વારાના (Gurudwara) ગ્રંથિઓને દર મહિને ₹18,000 વેતન (Monthly Salary) આપશે. પરંતુ, આ જાહેરાત પાછળ હિંદુઓનું હિત કે કેજરીવાલની ભલમનસાઈ જવાબદાર નથી. આ જાહેરાત પાછળ AAPની કરતૂતો અને ભેદભાવપૂર્ણ નીતિઓ બાદ કોર્ટે લગાવેલી ફટકારની અસર જવાબદાર છે.

    શરૂઆતથી વાત કરીએ તો, અરવિંદ કેજરીવાલ નામના શખ્સે ધર્મ આધારિત રાજકારણનો વિરોધ કરીને પોલિટીક્સમાં એન્ટ્રી મારી હતી. તે સિવાય તેમણે ભ્રષ્ટાચાર અને ઈમાનદારીના બણગાં પણ ફુંકયા હતા. જોકે, તેમણે અને તેમની પાર્ટીએ ફૂંકેલા બણગાં આજે તેમની માટે જ ઘાતક સાબિત થઈ રહ્યા છે. ભ્રષ્ટાચારને જડમૂળથી નાબૂદ કરવા રાજકારણમાં પ્રવેશેલા કેજરીવાલ પોતે ભ્રષ્ટાચારના કેસમાં જેલની હવા ખાઈને આવ્યા છે. બસ આવું જ થયું ધર્મ આધારિત રાજકારણમાં પણ.

    AAPની સરકાર બન્યા બાદથી મૌલાનાઓને વહેંચી દીધા ₹58 કરોડથી વધુ, કેજરીવાલે વાયદો પણ ન કર્યો પૂરો

    મોટી-મોટી વાતો કરીને દિલ્હીની જનતાને ભોળવી લીધા બાદ આમ આદમી પાર્ટીએ ત્યાં સરકાર બનાવી હતી. સરકાર બન્યા બાદ પહેલુ કામ કેજરીવાલે મૌલવીઓના પગાર વધારવાનું કર્યું હતું. આજે દિલ્હી સરકાર પ્રતિ મૌલાના ₹18,000 મહિને આપી રહી છે. હમણાં સુધીમાં ₹58 કરોડ, 30 લાખ, 90 હજારની રકમ મૌલવીઓના વેતન પાછળ દિલ્હી સરકાર ખર્ચી ચૂકી છે. જોકે, છેલ્લા 17 મહિનાથી મૌલાનાઓને પગાર નથી મળ્યા. તેનું કારણ માત્ર એટલું છે કે, દિલ્હીનો ખજાનો તળિયા ગણતો થઈ ગયો છે. કેજરીવાલે મૌલાનાઓને પ્રતિ માસ વેતન ચૂકવવાનો વાયદો તો કર્યો, પરંતુ તેને પૂર્ણ કરવામાં તેઓ સંપૂર્ણપણે નિષ્ફળ ગયા.

    - Advertisement -

    તેના પરિણામે તાજેતરમાં જ મૌલવીઓએ કેજરીવાલના આવાસ બહાર પ્રદર્શન શરૂ કરી દીધું હતું. આ વિરોધ પ્રદર્શન બાદ આખો મુદ્દો ચર્ચામાં આવ્યો હતો. જો હવે તે બાકી પગાર મૌલવીઓને ચૂકવે તો હિંદુઓ કાયદેસરનો હિસાબ માંગશે અને તેની સીધી અસર હિંદુઓની વોટબેંક પર પડશે તથા નુકસાન તો કેજરીવાલની પાર્ટીને જ થશે. આ બધી ઘટનાઓને ધ્યાને રાખીને હવે કેજરીવાલને હિંદુઓ યાદ આવી ગયા અને પૂજારીઓને પણ પગાર આપવાની જાહેરાત કરી દીધી.

    દિલ્હી હાઇકોર્ટની ફટકાર બાદ જાહેર કરી દીધી યોજના

    અહીં સૌથી મહત્વની વાત એ છે કે, કેજરીવાલે માત્ર ભલમનસાઈ અને ‘સર્વધર્મ સમભાવ’ની નીતિ માટે પૂજારીઓને વેતન આપવાની જાહેરાત નથી કરી. તેની પાછળ દિલ્હી હાઇકોર્ટ અને ભાજપની રણનીતિ પણ જવાબદાર છે. વાસ્તવમાં દિલ્હીમાં જયારે AAPએ મૌલવીઓને પગાર આપવાનું શરૂ કર્યું કે તરત જ તેનો સૌથી પહેલો વિરોધ ભાજપે કર્યો હતો. ભાજપે દિલ્હી હાઇકોર્ટમાં અપીલ કરીને કેજરીવાલ સરકારના આ નિર્ણયને ભેદભાવપૂર્ણ ગણાવ્યો હતો.

    ભાજપે અપીલ કરી હતી કે, ધર્મ આધારિત એક તરફી ચુકવણી શા માટે? જો વેતન આપવું જ હોય તો તમામને આપો અથવા તો કોઈને ના આપો. ભાજપની અપીલ બાદ દિલ્હી હાઇકોર્ટે વારંવાર દિલ્હી સરકાર પાસે જવાબ માંગ્યો હતો, પરંતુ આજની તારીખ સુધી કેજરીવાલે કે તેમની પાર્ટીના અન્ય ‘ધુરંધરો’એ હાઇકોર્ટમાં જવાબ આપ્યો નથી. કારણ કે, તેમની પાસે કોઈ જવાબ છે જ નહીં. જે બાદ કોર્ટે 17 જાન્યુઆરી સુધીનું અલ્ટિમેટમ આપ્યું કે, હવે કોઈપણ સંજોગોમાં જવાબ તો જોઈશે જ. તો તે જવાબથી બચવા માટે કેજરીવાલે પૂજારીઓને વેતન આપવાની જાહેરાત કરી દીધી.

    બધી બાજુથી ઘેરાયા ત્યારે આવ્યા હિંદુઓ..

    મૌલવીઓને વેતન આપવાની શરૂઆત થઈ ત્યારથી જ ભાજપ અને વિવિધ હિંદુ સંગઠનો હિંદુ પૂજારીઓને વેતન આપવા માટેની માંગણી કરી રહ્યા હતા અને પ્રદર્શનો પણ કરી રહ્યા હતા. પરંતુ કેજરીવાલ અને તેમની સરકાર ટસની મસ નહોતી થઈ. જોકે, હવે અચાનક તેમને હિંદુઓ યાદ આવી ગયા અને વર્ષોથી ચાલી રહેલા આંદોલન બાદ આખરે તેમણે હિંદુ પૂજારીઓ માટે જાહેરાત પણ કરી દીધી. તે જાહેરાત પણ એવી કે, ‘જો ચૂંટણી જીતીશું તો વેતન મળશે.’ પરંતુ હાલના સમીકરણો જોતાં ચૂંટણી જીતવી સરળ નથી રહી.

    દેશનું વાતાવરણ જોતાં હિંદુઓમાં એકતા વધતી જોવા મળી રહી છે અને ભાજપના કદાવર નેતાઓએ આપેલા નારા ‘બટેંગે તો કટેંગે’ અને ‘એક હૈ તો સેફ હૈ’ની અસર પણ હરિયાણા અને મહારાષ્ટ્ર ચૂંટણી વખતે જોવા મળી છે. તો આવી પરિસ્થિતિમાં હિંદુઓના મત મેળવવા માટે કેજરીવાલે કઈક ગતકડું તો કરવું જ રહ્યું. બીજી તરફ દિલ્હી હાઇકોર્ટ પણ કેજરીવાલ સરકાર પર ચડી બેઠી હતી. વારંવાર જવાબ માંગી રહી હતી. જ્યારે પંડ પરથી પાણી વહેવા લાગ્યું તો કેજરીવાલે યોજના જાહેર કરી દીધી. જેથી હાઇકોર્ટમાં કઈક જવાબ તો આપી શકાય.

    તાજેતરના રાજકીય સમીકરણો જોતાં કેજરીવાલને હાર દેખાઈ રહી છે. તેથી જ તેમને પૂજારીઓ અને હિંદુઓ યાદ આવ્યા. પરંતુ વાસ્તવિકતા એ છે કે, જ્યારે આરામથી તેમની જીત થતી હતી, ત્યારે તેમણે તુષ્ટિકરણની તમામ હદો વટાવી દીધી હતી. શા માટે કેજરીવાલને પહેલાં હિંદુ પૂજારીઓ યાદ ન આવ્યા? હાઇકોર્ટની ભીંસ અને દિલ્હી વિધાનસભા ચૂંટણી વખતે જ શા માટે કેજરીવાલને હિંદુઓ યાદ આવી ગયા? આ સ્થિતિ જોતાં હિન્દી સાહિત્યના પ્રસિદ્ધ કવિ રામધારી સિંઘ દિનકરની કાવ્યપંક્તિ યાદ આવી રહી છે કે, “સિંહાસન ખાલી કરો કી જનતા આઈ હૈ’

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં