Wednesday, April 24, 2024
More
  હોમપેજમંતવ્યજનતા કર્ફ્યું દિવસ: શું નરેન્દ્ર મોદીએ થાળી વગાડીને કે પછી દીવા પ્રગટાવીને...

  જનતા કર્ફ્યું દિવસ: શું નરેન્દ્ર મોદીએ થાળી વગાડીને કે પછી દીવા પ્રગટાવીને કોરોના ભગાડવાનું કહ્યું હતું?; આજે તોડીશું લેફ્ટ લિબરલોનાં એ ભ્રામક એજન્ડાને

  આપણે જાણીએ છીએ એક લેફ્ટ લિબરલ જે ભારતીય વિચારમાંથી ઉત્પન્ન થયેલા કોઇપણ સકારાત્મક નિર્ણયને હસી કાઢીને તેનો અવળો જ અર્થ કાઢવામાં હોંશિયાર છે તેણે આ જનતા કર્ફ્યું, થાળી વગાડવાની ભાવનાત્મક વિધિને એક વરવું સ્વરૂપ આપી દીધું.

  - Advertisement -

  કોરોનાનો એ સમય, એ ભયાનક સમય એ લોકોને તો બરોબર યાદ હશે જ જેમણે આ મહામારીને કારણે પોતાનાં પ્રેમાળ સ્વજનોને ગુમાવ્યાં છે. પરંતુ આ આજે પણ થથરાવી દેતો સમય એ લોકોને પણ યાદ છે જેમણે કોઈને કોઈ રીતે તેનો માનસિક અને શારીરિક રીતે સામનો કર્યો હતો. આ કોરોનાની એન્ટ્રી ભારતમાં થઇ તેની શરૂઆતમાં 22 માર્ચ 2020નાં દિવસે ભારતમાં જનતા કર્ફ્યું લગાવવામાં આવ્યો હતો.

  જો કે આ જનતા કર્ફ્યુંનું પાલન કરવું એ કોઇપણ નાગરિક માટે ફરજીયાત ન હતું પરંતુ તેમ છતાં દેશનાં મોટાભાગનાં નાગરિકોએ તેનું ચુસ્ત પાલન કર્યું હતું અને એ દિવસે સવારે 7 વાગ્યાથી રાત્રે 9 વાગ્યા સુધી સ્વયંભુ ઘરમાં પુરાયેલા રહીને એ સમયની એ થીયરી કે કોરોનાની ચેઈન તોડવા માટે લોકોને જાહેર સ્થળોએ મળતાં અટકાવવા પડે તેનું પાલન કર્યું હતું. આ જ દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અપીલને માન આપીને સાંજે 5 વાગ્યે દેશભરમાં લોકોએ પોતપોતાના સ્થળે ઉભા રહીને થાળી, ઘંટ, ઝાલર, શંખ વગેરે વગાડીને કે પછી તાળી પાડીને એકબીજાનું મનોબળ વધાર્યું હતું.

  જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જનતા કર્ફ્યું જાહેર કર્યો ત્યારેજ તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, કોરોના સામે આવનારી લડતમાં મેડીકલ સ્ટાફ, સરકારી કર્મચારીઓ, પોલીસ, એરલાઈન સ્ટાફ, મીડિયાકર્મીઓ, બસ,ટ્રેન અને ઓટોરિક્ષા ચાલકો વગેરે તેની પ્રથમ હરોળમાં હશે આથી દેશભરનાં લોકો જનતા કર્ફ્યુંના દિવસે સાંજે 5 વાગ્યે થાળી વગાડીને કે અન્ય કોઈ પણ રીતે તેમનું અને પોતાનું મનોબળ વધારે.

  - Advertisement -

  ત્યારબાદ 5મી એપ્રિલ 2020નાં દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને ફરીથી અપીલ કરી કે તેઓ રાત્રે 9 વાગ્યે 9 મિનીટ સુધી પોતપોતાનાં ઘરનાં આંગણામાં દીવો કે મીણબત્તી પ્રગટાવે જેથી કોરોના દ્વારા ફેલાવવામાં આવેલા આ અંધકારમાં દરેક દેશવાસીઓને હકારાત્મક પ્રકાશ દેખાય અને પોતે આ લડાઈમાં એકલો નથી એવી ભાવના તેને થાય.

  દેશવાસીઓમાં કોરોના સામે લડવા માટે નવું જોમ પુરવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અહીં સુધી જ અટક્યા ન હતાં. 3 મે 2020 જ્યારે કોરોના સામેની લડાઈ લગભગ દોઢ મહિનો વિતાવી ચુકી હતી ત્યારે તેમણે આ લડાઈમાં ફ્રન્ટલાઈન લડવૈયાઓ એટલેકે મેડીકલ સ્ટાફનું સન્માન કરવા દેશનાં મોટા મોટા શહેરોની હોસ્પિટલ પર ઇન્ડિયન એરફોર્સનાં હેલીકોપ્ટર દ્વારા ફૂલ પાંખડીઓ વરસાવવાનું જાહેર કર્યું હતું. આ કૃત્ય મેડીકલ સ્ટાફ જે દિવસ રાત એક કરીને કોરોનાથી ગ્રસિત દર્દીઓની સારવાર કરી રહ્યો હતો તેમનું મનોબળ જ વધારવા નહીં પરંતુ તેમનું સન્માન કરવા માટે કરવામાં આવ્યું હતું.

  પરંતુ આપણે જાણીએ છીએ એક લેફ્ટ લિબરલ જે ભારતીય વિચારમાંથી ઉત્પન્ન થયેલા કોઇપણ સકારાત્મક નિર્ણયને હસી કાઢીને તેનો અવળો જ અર્થ કાઢવામાં હોંશિયાર છે તેણે આ જનતા કર્ફ્યું, થાળી વગાડવા, દીવા પ્રગટાવવા તેમજ હોસ્પીટલો પર ફૂલ પાંખડી વરસાવવાની ભાવનાત્મક વિધિઓની ફક્ત હાંસી જ ન ઉડાવી પરંતુ તેને પોતાને મનગમતો ટ્વિસ્ટ આપી એક વરવું સ્વરૂપ પણ આપી દીધું.

  ઘણા લેફ્ટ લિબરલ બુદ્ધિજીવીઓ તેમજ વિપક્ષી નેતાઓએ એવો દુષ્પ્રચાર કર્યો કે નરેન્દ્ર મોદીએ જનતા કર્ફ્યું પત્યા બાદ થાળી એટલા માટે વગડાવી કારણકે તેમનું માનવું હતું કે આમ કરવાને લીધે કોરોના જતો રહેશે. કોરોનાનાં અંધકારમાં દીપ પ્રગટાવીને અસંખ્ય લોકોમાં સકારાત્મકતા લાવવાના નવીન પ્રયાસની મશ્કરી પણ આ લોકો કોરોના ભગાડવાની એક રીત સાથે જોડી ચુક્યા છે.

  આમ, જ્યારે ભારત કોરોનાથી ડરી રહ્યું હતું અને તેનાં નાગરિકોમાં આ ડર ઓછો કરવા કે પછી તેમનામાં લડાયક અને સુરક્ષાની ભાવના આપોઆપ અને સંયુકતપણે આવે તેવા એક નવલા પ્રયાસ રૂપે નરેન્દ્ર મોદીએ જનતા કર્ફ્યું બાદ થાળી વગાડવી કે પછી દીપ પ્રગટાવવાનું કહ્યું અને લોકોએ તેને અદભુત અને અભૂતપૂર્વ પ્રતિસાદ પણ આપ્યો તેનાથી પેલા એજન્ડાધારીઓ કદાચ ખાર ખાઈ ગયા અને આ જ નવીન પ્રયાસોને ટ્વિસ્ટ આપી દીધો.

  અહીં આપણે પુરાવા સાથે જોઈ લીધું છે કે લેફ્ટ લિબરલોનો એજન્ડા કેમ ખોટો હતો કે જનતા કર્ફ્યું બાદ થાળી વગાડવાની નરેન્દ્ર મોદીની અપીલ એ કોરોના ભગાડવા નહીં પરંતુ ફર્સ્ટ લાઈનમાં રહેલાં કોરોના સૈનિકોનું જોમ વધારવા માટે જ હતી.

  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં