Tuesday, September 17, 2024
More
    હોમપેજરાજકારણએક સમયે 'હેપ્પીનેસ ઇન્ડેક્સ' પર કકળાટ કરનારી ગેંગ આજે દેશમાં અરાજકતાના સપના...

    એક સમયે ‘હેપ્પીનેસ ઇન્ડેક્સ’ પર કકળાટ કરનારી ગેંગ આજે દેશમાં અરાજકતાના સપના સેવી રહી છે: ફરક જાણો અને સમજો કે ભારતમાં ક્યારેય ન આવી શકે બાંગ્લાદેશ જેવી સ્થિતિ

    થોડા દિવસ પહેલાં સુધી આ જ ગેંગ બાંગ્લાદેશનો 'હેપ્પીનેસ ઇન્ડેક્સ' બતાવીને મોદી સરકારના સમર્થકોને ચીડવતી હતી. યુટ્યુબર ધ્રુવ રાઠી ભાજપના સમર્થકોને 'અંધ ભક્તો' કહીને એમ સમજાવી સમજાવી રહ્યો હતો કે, જાણે કે બાંગ્લાદેશ વિશ્વની નવી મહાસત્તા બની ગયું હોય.

    - Advertisement -

    બાંગ્લાદેશમાં અરાજકતાનો માહોલ છે. હિંસા અને ઉથલપાથલને લઈને વડાપ્રધાન શેખ હસીનાને દેશ છોડવો પડ્યો છે. તેમનું વિમાન ભારતના ગાઝિયાબાદના હિંડન એરપોર્ટ પર ઉતર્યું હતું. તેમણે વડાપ્રધાન પદેથી રાજીનામું પણ આપી દીધું છે. હવે બાંગ્લાદેશમાં સેના (Bangladeshi Army) નક્કી કરી રહી છે કે આગળ શું થશે. બાંગ્લાદેશના આર્મી ચીફ જનરલ વકાર-ઉઝ-ઝમાને કહ્યું છે કે તેઓ વિરોધ પક્ષો સાથે વાત કરીને નવી વચગાળાની સરકાર રચવાની પહેલ કરશે. તાજેતરમાં જ બે તૃતીયાંશ બહુમતી સાથે સત્તામાં આવેલા શેખ હસીનાની અવામી લીગને આ ચર્ચાઓથી સંપૂર્ણપણે દૂર રાખવામાં આવશે. બીજી તરફ ભારત અંદર પણ એક વામપંથી ગેંગ છે જે બાંગ્લાદેશ જેવી જ અરાજકતા લાવવા માંગે છે. ભારત દેશમાં જ રહીને આ ગેંગનું આમ વિચારવું ચિંતાજનક છે, પરંતુ તેમના મનનું નહીં થાય એના પણ અનેક કારણ છે.

    બાંગ્લાદેશમાં ક્વોટાનો મુદ્દો, ભારતમાં આરક્ષણ પર રાજનીતિ

    આગળ વધતા પહેલા આવો જાણીએ કે બાંગ્લાદેશમાં (Bangladesh Violance) આવી સ્થિતિનું નિર્માણ શા માટે થયું. વાસ્તવમાં આ આખો મામલો અનામત સાથે જોડાયેલો છે. બહુ જાણીતો શબ્દ લાગ્યો ને? 1990ના દાયકાની શરૂઆતમાં વડાપ્રધાન રહેલા વીપી સિંહે ઓબીસી સમુદાય માટે 27 ટકા અનામતનો નિર્ણય લાવ્યો હતો, ત્યારથી ભારતમાં પણ અનામતને લઈને હિંસા થઈ રહી છે. તેના પક્ષ-વિપક્ષમાં સોશિયલ મીડિયામાં દલીલો થઈ રહી છે. હવે સુપ્રીમ કોર્ટે એસસી/એસટી સમાજમાં સબકેટેગરીઝેશનનો આદેશ આપ્યો છે, જેથી વધુ પછાત રહી ગયેલા લોકોને પણ તેનો લાભ મળે. કેટલીક જ્ઞાતિઓએ આની સામે ‘ભારત બંધ’નું એલાન આપ્યું છે.

    કોંગ્રેસ પાર્ટીનું સમગ્ર રાજકારણ આજે અનામત અને જાતિની જોવા મળશે. રાહુલ ગાંધી (Rahul Gandhi) સંસદમાં દરેક સવાલના જવાબમાં જાતિગત વસ્તી ગણતરી કરવાની વાત કરે છે. હા બિહારમાં ચોક્કસ તેમ થયું છે, પરંતુ તેનો ફાયદો શું થયો તે કોઈ કહી રહ્યું નથી. રામ મંદિરને લઈને હિંદુઓને જાતિઓમાં વહેંચવા માટે ફરીથી ‘મંડલ પોલીટીક્સ’ શરૂ કરવામાં આવ્યું છે. બાંગ્લાદેશમાં અનામતનો વિવાદ જાતિ સાથે નહીં પરંતુ દેશની આઝાદી માટે લડાઈ લડેલા પરિવારો સાથે સંબંધિત હતો. આ સાથે જ પાકિસ્તાન દ્વારા પ્રતાડિત મહિલાઓ, કેટલાક વિસ્તારો અને કેટલીક જનજાતિઓને પ્રાથમિકતા આપવામાં આવી હતી. આ નિર્ણય બંગ-બંધુ શેખ મુજીબુર રહેમાને પોતે લીધો હતો.

    - Advertisement -

    બાંગ્લાદેશના સ્વાતંત્ર્ય સેનાનીઓને ‘મુક્તિ યોદ્ધા’ કહેવામાં આવે છે. દલીલ એવી હતી કે આ ‘મુક્તિ યોદ્ધાઓ’ જ્યારે યુવા હતા ત્યારે તેમને અનામત આપવાનું અર્થપૂર્ણ હતું કારણ કે તેઓ નોકરીની શોધમાં હતા. જોકે, બાદમાં આ અનામત તેમના દીકરા-દીકરીઓ અને પછી પૌત્ર-પૌત્રીઓ સુધી પહોંચી હતી. ત્યારે ‘અવામી લીગ’ના કાર્યકરો આનો લાભ લઇ રહ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. 2018માં પણ આની સામે વિરોધ થયો હતો, જ્યારે હાઈકોર્ટે અનામત ખતમ કરવાની માંગને ફગાવી દીધી હતી. ત્યારબાદ શેખ હસીનાએ તમામ અનામતો નાબૂદ કરવાનો નિર્ણય કર્યો હતો, જેનો પણ વિરોધ કરવામાં આવ્યો હતો કારણ કે વિદ્યાર્થીઓ તેને નાબૂદ કરવાને બદલે સુધારાની માંગ કરી રહ્યા હતા.

    સરકારી નોકરીઓમાં ‘મુક્તિ યોદ્ધાઓ’ અને તેમના વંશજો માટે 30 ટકા અનામત હતી. ‘મુક્તિ યોદ્ધાઓ’ના પરિવારોએ સુપ્રીમ કોર્ટનો સંપર્ક સાધ્યો હતો અને સુપ્રીમ કોર્ટે અનામત પ્રથાને પુન:સ્થાપિત કરી હતી. આને કારણે 56 ટકા સરકારી નોકરીઓ અનામત રાખવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે 93-7નો ચુકાદો આપ્યો હતો, એટલે કે મેરિટના આધારે 93 ટકા અને અનામતના આધારે 7 ટકા નોકરીઓ આપી હતી. આ પછી વિદ્યાર્થીઓએ સરકાર સાથે અસહકારની ચળવળ શરૂ કરી હતી. શેખ હસીનાએ વિરોધીઓને “રઝાકાર” (પાકિસ્તાની જુલમી) તરીકે ઓળખાવ્યા હતા અને તેમને દબાવવાનો પ્રયાસ કર્યો હતો.

    બાંગ્લાદેશનું ‘હેપ્પીનેસ ઇન્ડેક્સ’ દેખાડવાવાળા ક્યાં ગયા?

    તો, આ હતો આખો મામલો. હવે જેવા જ શેખ હસીનાએ બાંગ્લાદેશ અને ભારત છોડી દીધું છે, તેમના રાજીનામાં આપ્યા બાદ ભારતની એક વામપંથી ગેંગ ફૂદ્કવા લાગી છે. કેટલાક તેને ‘યુવા શક્તિની જીત’ કહી રહ્યા છે અને કેટલાક તેને ‘લોકશાહીની જીત’ ગણાવી રહ્યા છે. જેમાં વિનોદ કાપડી અને અભિનવ પાંડે જેવા પત્રકારોનો પણ સમાવેશ થાય છે. આરજે સાયમા અને અરફા ખાનમ શેરવાની જેવા સોશિયલ મીડિયા પ્રભાવવાળી મુસ્લિમ મહિલાઓ પણ ઉજવણી કરી રહી હતી. તેમની ઉશ્કેરણી પર, કેટલાક સોશિયલ મીડિયા હેન્ડલ લખી રહ્યા છે કે જો પીએમ નરેન્દ્ર મોદી સાથે આવું થાય છે, તો તે કયા દેશમાં લેન્ડ કરશે?

    એ વાત અલગ છે કે થોડા દિવસ પહેલાં સુધી આ જ ગેંગ બાંગ્લાદેશનો ‘હેપ્પીનેસ ઇન્ડેક્સ’ બતાવીને મોદી સરકારના સમર્થકોને ચીડવતી હતી. યુટ્યુબર ધ્રુવ રાઠી ભાજપના સમર્થકોને ‘અંધ ભક્તો’ કહીને એમ સમજાવી સમજાવી રહ્યો હતો કે, જાણે કે બાંગ્લાદેશ વિશ્વની નવી મહાસત્તા બની ગયું હોય. તે કહી રહ્યો હતો કે બાંગ્લાદેશ તેના પડોશી દેશો માટે વાસ્તવિક વિકાસ કેવી રીતે થાય છે તે અંગે એક દાખલો બેસાડી રહ્યું છે. ‘વર્લ્ડ હેપીનેસ રિપોર્ટ’માં બાંગ્લાદેશ 125મા ક્રમે હતું, જ્યારે ભારત 140મા સ્થાને હતું. આ અંગે અહીંના ડાબેરીઓ દ્વારા ભારતને ચીડવવામાં આવ્યું હતું અને તેઓ કરી રહ્યા છે તેમ તેમ ‘વિશ્વગુરુ’ નો ટોણો મારવામાં આવ્યો હતો.

    અને હવે જોઈ તો? ગઈકાલ સુધી બાંગ્લાદેશની પ્રશંસા કરતી ગેંગ હવે બાંગ્લાદેશની અરાજકતાને ‘તાનાશાહીનો અંત’ ગણાવી રહી છે. સ્થિતિ એવી છે કે સરકારી ઇમારતો ભડકે બળી રહી છે, ઇસ્કોન મંદિરો અને કાલીમાતાના મંદિરો બળી રહ્યા છે. હિંદુ નેતાઓ અને પત્રકારોની હત્યા કરવામાં આવી રહી છે. ટોળું પીએમ આવાસમાં ઘૂસી ગયું હતું. ત્યાંથી મહિલાઓના આંતરવસ્ત્ર સહિતના કપડાં લૂંટવામાં આવી રહ્યા છે. જે હિંદુઓ પહેલાથી જ ભયમાં જીવી રહ્યા છે, તેમના માટે મોદી સરકારની દખલની માંગ કરવામાં આવી રહી છે. 2021ના દશેરામાં, કુરાનના અપમાનની અફવાઓ ફેલાવીને અનેક મંદિરો અને પૂજા પંડાલોને ભસ્મ કરી નાખવામાં આવ્યા હતા.

    આ બધા સામે આંખ આડા કાન કરીને ભારતની વામપંથી ટોળકી બાંગ્લાદેશના હિંસક અને અરાજક ટોળાનો મહિમા ગઈ રહી છે. કદાચ તેઓ જાણતા નથી કે આવું બધું ભારતમાં ન થઈ શકે. જ્યાં સુધી તાનાશાહીની વાત છે તો 1975માં ઈન્દિરા ગાંધીએ અહીં ‘ઈમરજન્સી’ લાદી હતી અને વિપક્ષી નેતાઓની ધરપકડ કરી હતી અને તેમના પુત્ર સંજય ગાંધીએ અઢળક લોકોની બળજબરીથી નસબંધી કરાવી દીધી હતી. આખરે તેમને ચૂંટણી યોજવી પડી અને તેમને ભૂંડી હારનો સામનો કરવો પડ્યો. જનઆંદોલનથી ઉભરેલી ‘જનતા પાર્ટી’ જ્યારે યોગ્ય રીતે શાસન ન કરી શકી તો 1980માં તેને પણ હારનો સામનો કરવો પડ્યો.

    મજબૂત છે ભારતનું લોકતંત્ર, અહીં ચૂંટણી એટલે પર્વ

    જે લોકો દિવાસ્વપ્ન જોઈ રહ્યા છે કે ભારતમાં બાંગ્લાદેશ જેવી સ્થિતિ આવશે, તેમણે જોવું જોઈએ કે ભારતના લોકો સામુહિક નારાજગીનો જવાબ EVMનું બટન દબાવીને આપે છે. લોકસભાની ચૂંટણીમાં ભલે 5 વર્ષ રાહ જોવી પડે, પરંતુ વચ્ચે અલગ-અલગ રાજ્યોની ચૂંટણી આવે છે અને જનતાને જવાબ આપવાની અનેક તક મળે છે. જો રાજ્યની ચૂંટણીમાં શાસક પક્ષ હારી જાય તો તે લોકોની લાગણી સમજીને તે મુજબ કામ કરે છે. અને જો કરે, તો સત્તા કોઈ બીજા પાસે જતી રહેશે. ભાજપ 10 વર્ષથી કેન્દ્રમાં સત્તામાં છે, બિહાર અને હિમાચલ પ્રદેશ સહિત વચ્ચે અનેક ચૂંટણીમાં તેને હાર મળી જ છે.

    બીજું કે, ભારતમાં વિકાસ કર્યો હરણફાળ ગતિએ ચાલી રહ્યા છે. કોરોના દરમિયાન ભારતે વૈશ્વિક મહામારીને પહોંચી વળવા માટે 100 થી વધુ દેશોમાં રસી મોકલી હતી. દેશ રસ્તાઓના નિર્માણમાં રેકોર્ડ બની રહ્યા છે, અહીં રેલવે નેટવર્કનું સુધાર કામ થઈ રહ્યું છે, હવે મહિલાઓ માટીના ચૂલા પર ભોજન નથી બનાવતી, ‘ઉજ્જવલા’ યોજના હેઠળ ગેસ સિલિન્ડર કેમ મળે છે, 100 ટકા ગામોમાં વીજળી પહોંચી ગઈ છે, દરેક ઘરમાં નળમાંથી શુધ્ધ પાણી મળી રહ્યું છે, ગરીબો માટે કરોડો ઘર બની રહ્યા છે, બિઝનેસ કરવા માટે લોન આપવામાં આવી રહી છે, ફર્સ્ટ ક્લાસની અનેક શૈક્ષણિક સંસ્થાઓ ઉભીઓ થઈ છે, જેમાંથી યુવાનોને મોટી મોટી નોકરીઓ મળે છે.

    બાંગ્લાદેશમાં આ મ્હાયલું કશું જ નહોતું. બીજું મોટું કારણ એ છે કે ભારત પાસે ખૂબ જ વૈવિધ્યસભર અર્થવ્યવસ્થા છે. અડધાથી વધુ વસ્તી ખેતી પર નિર્ભર છે, પરંતુ અહીંની ફળદ્રુપ જમીન અને ખેડૂતોને મળતી સરકારી સુવિધાઓને કારણે ખેડૂતોનું જીવન સરળ બન્યું છે. ભારત આઈટી સેક્ટરમાં હબ છે. અહીં એનસીઆર, પુણે, હૈદરાબાદ અને ચેન્નઈ જેવા ઘણા શહેરો સોફ્ટવેર કંપનીઓની પસંદગી બની રહ્યા છે. બાંગ્લાદેશમાં આઇટી ક્ષેત્ર વિકસી રહ્યું હતું પરંતુ સસ્તા વર્કફોર્સના કારણે. બાંગ્લાદેશ ટેક્સટાઇલ-ગાર્મેન્ટ ઉદ્યોગ પર નિર્ભર છે, કોરોના દરમિયાન આ ઉદ્યોગને પણ ફટકો પડ્યો હતો.

    બાંગ્લાદેશ અને ભારતના લોકોમાં પણ મોટો ફરક છે. બાંગ્લાદેશ એક ઈસ્લામિક દેશ છે, ભારત એક ધર્મનિરપેક્ષ દેશ છે જ્યાં હિંદુઓની બહુમતી છે પરંતુ દરેક ધર્મ, સંપ્રદાય અને ધર્મના લોકો અહીં મુક્તપણે રહે છે, પોતાની પરંપરાઓનું પાલન કરે છે. ભારત અનેક ભાષાઓ ધરાવતો દેશ છે. અમે વિવિધતાને આત્મસાત કરી છે. આપણે તેની સાથે જ જીવીએ છીએ. આવી સ્થિતિમાં, એક ભારતીય સમય અને સ્થળ અનુસાર પોતાને અનુકૂળ થવાની ક્ષમતા ધરાવે છે, તે સમાધાન કરીને પણ જીવી શકે છે. કારણ કે, તે જાણે છે કે મુશ્કેલ સમય લાંબો સમય ટકતો નથી. આ જ કારણ છે કે ભારતમાં ક્રૂર શાસકોની સત્તા હંમેશાં ભાંગી પડી, અથવા તેમનો પ્રભાવ ઓછો થયો હતો. જો કે, એક સાથે લાખો લોકો ક્યારેય અરાજક નથી થયા.

    ભારતની લોકશાહી સંસ્થાઓ સ્વાયત્ત છે. સૌથી પહેલા અહીં ન્યાયતંત્રની વાત કરીએ તો, તમને ઘણા નિર્ણયો સરકારની વિરુદ્ધ જતા દેખાશે. અહીંની બહુમતી ધરાવતી વસ્તીને પણ તેમના આરાધ્ય દેવના જન્મસ્થળ પર મંદિર બનાવવા માટે ૫૦૦ વર્ષ સુધી સંઘર્ષ કરવો પડ્યો હતો. ઇડી, સીબીઆઇ અને આઇટી જેવી સંસ્થાઓ પર પક્ષપાતનો આરોપ છે, પરંતુ તે આરોપો માત્ર રાજકારણનો ભાગ છે અને અંતિમ નિર્ણય કોર્ટમાં જ લેવામાં આવે છે. અહીંની સેના એક અધિક્રમિક શિસ્તને અનુસરે છે, તેમની તાલીમ એવી છે કે તેઓ દેશના હિતમાં કામ કરે છે, સત્તાપલટા જેવી બાબતો અહીંની વિચારધારામાં જ નથી.

    ભારતમાં ચૂંટણી નિષ્પક્ષ છે, આ માટે ચૂંટણી પંચ જેવી સંસ્થા છે. અહીં, ગામડાઓમાં વોર્ડથી લઈને રાજધાનીના રાષ્ટ્રપતિ સુધીની ચૂંટણીઓ ખૂબ જ પારદર્શક અને ન્યાયીક પ્રક્રિયા હેઠળ યોજાય છે. ભારતમાં ચૂંટણી એક તહેવાર છે, પછી તે પંચાયતની હોય કે લોકસભાની. તેમાં બધા જ ભાગ લે છે. બાંગ્લાદેશમાં ચૂંટણી પ્રક્રિયા સામે પ્રશ્નાર્થ સર્જાયો હતો, લોકોમાં મતદાન કરવાનો ઉત્સાહ પણ નહોતો. સ્થાનિક ચૂંટણીઓમાં 35 ટકા મતદારો પણ બહાર આવ્યા ન હતા. ભારતમાં સહકારી મંડળીઓથી માંડીને વકીલ મંડળો સુધી બધે જ ચૂંટણીઓ યોજાય છે. ભારત લોકશાહી જીવે છે. બાંગ્લાદેશ જેવા દેશોમાં આવું થતું નથી.

    ના, ભારત ન બની શકે પાકિસ્તાન, બાંગ્લાદેશ, શ્રીલંકા કે મ્યાનમાર

    ભારતની સંસદમાં કોઈપણ મુદ્દે લાંબી ચર્ચા થાય છે અને જનતા તેનું લાઈવ પ્રસારણ નિહાળે છે. સંસદમાં બે ગૃહો છે, તેથી દરેક બિલ પસાર કરવું એ એક મોટો પડકાર છે. બધું જ આખી ચકાસણીમાંથી પસાર થાય છે. મીડિયાના કારણે દરેક વાત પર જનતાની નજર હોય છે. અહીં મુખ્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પ્રતિબંધ નથી, દરેકનો પોતાનો અભિપ્રાય છે. બાંગ્લાદેશમાં સમયાંતરે ફેસબુક જેવા પ્લેટફોર્મ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ભારતમાં અખબારોની કોલમથી લઈને ટીવી ડિબેટ અને સોશિયલ મીડિયાના ટ્વીટ સુધી, લાખો લોકો દરરોજ તેમના મંતવ્યો વ્યક્ત કરે છે.

    1991 હોય કે 2008, એવું નથી કે ભારત વૈશ્વિક આર્થિક કટોકટીથી પ્રભાવિત નથી થયું, પરંતુ તે હંમેશાં ક્યારેક ઉદારીકરણ દ્વારા અને કેટલીકવાર નાણાકીય પેકેજો દ્વારા નિયંત્રણમાં લઇ લેવામાં આવ્યું. અહીં, દરેક રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશની અર્થવ્યવસ્થા અલગ હોય છે, જુદી જુદી ભૌગોલિક પરિસ્થિતિઓ હોય છે, જુદા જુદા ઉદ્યોગો હોય છે અને ખેતીની જમીન પણ અલગ હોય છે. આ કારણથી કોઈ એક સમસ્યાની અસર આખા દેશ પર ખરાબ રીતે થતી નથી. 1980ના દાયકામાં પંજાબમાં ખાલિસ્તાની આતંકવાદ હોય કે પછી જમ્મુ-કાશ્મીરમાં ઇસ્લામિક આતંકવાદ હોય, આપણા સુરક્ષા દળો નેમનો હિસાબ-કિતાબ કરવા સક્ષમ છે.

    આપણે શ્રીલંકાની જેમ દેવામાં ડૂબેલા નથી, ન તો મોંઘવારી આપણને પાકિસ્તાનની જેમ મારી રહી છે અને આપણે વાટકી લઈને ભીખ માંગવા માટે દોડવું નથી પડી રહ્યું. મ્યાનમારની જેમ, સૈન્ય ચૂંટાયેલી સરકારોને ઉથલાવી શકતું નથી. તમે બાંગ્લાદેશની સ્થિતિ જોઈ શકો છો. હા, ભારતમાં ‘ખેડૂત આંદોલનો’ થયા હતા, હવે જ્ઞાતિઓ દ્વારા લડવાનું ષડયંત્ર રચાયું છે, પરંતુ આ બધાનો સામનો કરવા માટે હંમેશાં ભારતની રાજનીતિ અને અહીંની સુરક્ષા એજન્સીઓ તૈયાર છે. ભારત બાંગ્લાદેશ નથી, પાકિસ્તાન નથી, આરબ નથી અને મ્યાનમાર પણ નથી, ભારત-ભારત છે.

    હા, પાકિસ્તાન અને બાંગ્લાદેશ એક સમયે ભારત જ હતા. ભારતમાં હજારો વર્ષ પહેલાં ગુરુકુળમાં શિસ્ત શીખવવામાં આવતી હતી, રાજા-મહારાજાઓ પણ મુગટ ઉતારીને ઋષિઓની સામે માથું ટેકવતા હતા. પાકિસ્તાન અને બાંગ્લાદેશ જેવા દેશોએ તે સંસ્કૃતિનો ત્યાગ કર્યો અને બાહ્ય ઇસ્લામિક સંસ્કૃતિને આત્મસાત કરી લીધી, જેના કારણે તેઓ શિસ્ત ભૂલી ગયા. દરેક દેશમાં તો સત્તાધારીઓ મલાઈ ચાટતા હોય છે, પરંતુ પાકિસ્તાન અને બાંગ્લાદેશ જેવા દેશોમાં જનતાને લૂંટીને યુરોપમાં સંપત્તિ એકઠી કરવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. ભારતની મહાન સંસ્કૃતિના કેટલાક ભાગો અહીંની માટીમાં જડેલા છે, તે હંમેશા આપણને સાચો રસ્તો બતાવે છે.

    હવે જો ‘ગેંગ વિશેષ’ની વાત કરીએ તો જયારે 2011માં ‘આરબ સ્પ્રિંગ’ આવ્યું, ત્યારે પણ ભારતમાં અરાજકતા ફેલાવવાના સપના જોવામાવ્યા. આજે સ્થિતિ શું છે? સીરિયા ISISનો ગઢ બન્યું, યમનમાં હુતીઓ અને સરકાર લડી રહી છે, ટયુનિશિયામાં પીએમને બરતરફ કરીને સંસદનું વિસર્જન કરવામાં આવ્યું, ઇજિપ્તમાં સેનાએ રાષ્ટ્રપતિ મોહમ્મદ મોર્સીને દેશનિકાલ કરી દીધો, અલ ખલીફા પરિવાર વિરુદ્ધ બોલવું એ બહેરીનમાં ગુનો છે અને લિબિયામાં ઘણા ઇસ્લામિક જૂથો અંદરોઅંદર લડી રહ્યા છે. અરાજકતા માટે આ ગેંગને કેવો પ્રેમ છે? આમ જોવા જઈએ તો તેઓ ઘણા દિવસોથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ હિંસા ભડકાવવામાં લાગેલા જ છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં