વક્ફ કાયદાના વિરોધની (Anti Waqf Act Protest) આડમાં બંગાળ (West Bengal) ભડકી બળી રહ્યું છે. મુર્શિદાબાદમાં (Murshidabad Violence) હજારોની કટ્ટરપંથી ઇસ્લામી ભીડ છેલ્લા એક અઠવાડિયામાં ભારે ઉત્પાત મચાવી રહી છે. અનેક ટ્રેનો પર હુમલા કર્યા, યાત્રિકોને ઘાયલ કર્યા, પોલીસ પર પથ્થરો ફેંક્યા અને નિર્દોષ હિંદુઓની હત્યા કરી. વક્ફના વિરોધની આડમાં હિંદુઓને ટાર્ગેટ કરવાનું એક બહાનું શોધી લાવી છે આ કટ્ટરપંથી ઇસ્લામી ભીડ. સ્થિતિની ગંભીરતા પર નજર રાખવા અને નિર્દોષોના કત્લેઆમ પર અંકુશ લાવવાની જવાબદારી નિભાવવાના સ્થાને ત્યાંનાં TMC સાંસદ (MP) અલગ જ આયામની દુનિયામાં મોજ કરી રહ્યા છે.
વાત થઈ રહી છે મુર્શિદાબાદના બેહરામપુરના TMC સાંસદ યુસુફ પઠાણની (Yusuf Pathan). એક તરફ બંગાળ સળગી રહ્યું છે, મુર્શિદાબામાં વીણી-વીણીને હિંદુઓને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે. દેવી-દેવતાઓની મૂર્તિઓ બનાવતા હિંદુ પિતા-પુત્રની હત્યા થઈ રહી છે, હિંદુઓની હોટેલો અને દુકાનોને ટાર્ગેટ કરવામાં આવી રહી છે અને બીજી તરફ TMCના સાંસદને સવાર પડતાં ચાની ચૂસકી યાદ આવી રહી છે. સ્થિતિને નિયંત્રણમાં લેવાના પ્રયાસો કરવાના બદલે યુસુફ પઠાણે ઇન્સ્ટાગ્રામ પર ચાની ચૂસકી લેતી પોસ્ટ કરી છે.
નિર્દોષોના લોહીના ખાબોચિયાથી કિંમતી છે ચાની એક ચૂસકી?
અહીં પ્રશ્ન એ થઈ રહ્યા છે કે, નિર્દોષ હિંદુઓના લોહીના ખાબોચિયા કરતા TMCને એક ચાની ચૂસકી વધારે કિંમતી લાગી રહી છે? પોતાના જ વિસ્તારના નિર્દોષોને નિર્મમ રીતે મારી નાખવામાં આવી રહ્યા છે અને સાંસદને કોઈ પરવાહ નથી. કેમ? કારણ કે, મરનારા હિંદુઓ હતા? શું બંગાળમાં હિંદુ હોવું ગુનો છે? પોતાની જ કોમના કટ્ટરપંથી જેહાદીઓ ખુલ્લેઆમ કતલ કરી રહ્યા છે અને સાંસદ હજુ સુધી મૌન છે. મૌન છે ત્યાં સુધી તો ઠીક, પણ હજારો હિંદુઓની પ્રતાડનાને અવગણીને સાંસદને ચાની ચૂસકીમાં આનંદ આવી રહ્યો છે.
આખી-આખી રાત કટ્ટરપંથી ઇસ્લામી ભીડના ભયમાં મુર્શિદાબાદના હજારો હિંદુઓ જાગતા રહ્યા છે અને TMC સાંસદને સવાર પડતાં ચાની ચૂસકી યાદ આવી રહી છે. તે ચા નથી, પરંતુ લાચાર-બેબસ હિંદુઓના ઘા પર મીઠું છે. એવું મીઠું જે વારંવાર હિંદુઓને યાદ અપાવે છે કે, મુસ્લિમ બાહુલ્ય વિસ્તારમાં તેઓ માત્ર મરવા માટે પેદા થયા છે. શું તફાવત રહ્યો બંગાળ અને બાંગ્લાદેશમાં? જ્યારે જનતાના સેવક જ મોતનો મલાજો ન પાળી શકતા હોય તો હિંદુઓ ફરિયાદ કોને કરશે?
હિંદુ પરિવારોની આજીવિકા પર લાત મારવાનું કામ કર્યું છે ઇસ્લામી કટ્ટરપંથીઓએ. અનેક દુકાનોને તોડી પડાઈ છે અને લૂંટફાટ કરીને સંપત્તિ પણ છીનવી લેવાય છે. તે હિંદુઓના બાળકો પણ ભૂખથી ટળવળતા હશે અને ભેંકાર આક્રંદ કરતા હશે. તેમની ભૂખ અને ચીખથી વધુ કિંમતી છે સાંસદની ચાની ચૂસકી. હિંદુઓને મદદ ના આપી શકો તો કઈ નહીં, પરંતુ તેમના બાળકોના આંસુ લૂછવાનું કામ તો એક જનપ્રતિનિધિ તરીકે કરો.
ઇતિહાસ સાક્ષી પૂરે છે કે, જ્યાં-જ્યાં હિંદુઓ લઘુમતી થયા છે, ત્યાં-ત્યાં તેમનું અસ્તિત્વ ખતમ થયું છે. પછી તે બાંગ્લાદેશ હોય કે પાકિસ્તાન. કાશ્મીર હોય કે બંગાળ. નિર્દોષ હિંદુઓના રક્તપાત પર આજે પણ રાજકારણ થયું છે અને આવી જ સ્થિતિ રહી તો કાલે પણ રાજકારણ જ થશે. હવે સમય છે આવા નિર્દયી સત્તાધીશોને ન્યાયના કટઘરામાં ઊભા રાખીને સવાલ કરવાનો. હિંદુઓના નરસંહાર પર ચાની ચૂસકી લેતા સાંસદોને પોતાની જવાબદારીનું ભાન કરાવવાનો. સમય છે હવે એક થવાનો અને પ્રતિકાર કરવાનો.