Saturday, April 12, 2025
More

    મુર્શિદાબાદમાં વક્ફ કાયદાના વિરોધની આડમાં હિંસા આચરતા મુસ્લિમ ટોળાએ હિંદુ દંપતીની દુકાનને બનાવી નિશાન, લૂંટફાટ મચાવી

    શુક્રવારે (11 એપ્રિલ) જુમ્માની નમાજ બાદ પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદના શમશેરગંજમાં મુસ્લિમ ટોળાંએ વક્ફ કાયદાના વિરોધના નામે ઉત્પાત મચાવ્યો હતો અને તોડફોડ કરી હતી. દરમ્યાન પોલીસને પણ ટાર્ગેટ કરવામાં આવી અને રેલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર પણ હુમલાઓ થયા. જાણવા મળ્યું છે કે આ દરમિયાન મુસ્લિમ ટોળાંએ હિંદુ દંપતી સંચાલિત એક દુકાનમાં પણ તોડફોડ કરી હતી. 

    ઘટનાનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં હિંદુ દંપતી નિસહાય જોવા મળી રહ્યું છે. 

    આંખમાં આંસુ સાથે દુકાનના માલિક કહે છે કે, “મારી અહીં મીઠાઈની દુકાન હતી. તેઓ બધું જ લઈને ભાગી ગયા. દુકાનમાં રોકડા પણ હતા..પણ હવે કંઈ બચ્યું નથી. અમે શું ખાઈશું?”

    બીજી તરફ બંગાળ પોલીસ ટ્વિટર પર જાહેર કરી રહી છે કે શમશેરગંજમાં સ્થિતિ હવે સામાન્ય છે.