પશ્ચિમ બંગાળમાં (West Bengal) મુસ્લિમ ટોળાંઓએ (Muslim Mob) ભારે ઉત્પાત મચાવ્યો છે. મુર્શિદાબાદમાં (Murshidabad Violence) તો સ્થિતિ વણસી ચૂકી છે. કલકત્તા હાઇકોર્ટે કેન્દ્રીય દળો તૈનાત કરવાનો આદેશ આપ્યો છે. આ બધું વક્ફ સુધારા કાયદાના વિરોધના નામે શરૂ થયું હતું, પરંતુ ટૂંક સમયમાં જ તેનો અસલી ચહેરો સામે આવી ગયો હતો. મુર્શિદાબાદ હિંસામાં ખાસ કરીને હિંદુઓને નિશાન બનાવવામાં આવ્યા હતા. તેમના ઘરો, દુકાનો, વાહનો અને મંદિરો પણ બાકાત ન રહ્યા. આ ઘટનાક્રમ વચ્ચે ભાજપના નેતા અમિત માલવિયાએ મુર્શિદાબાદ હિંસાનો એક હૃદયદ્રાવક વિડીયો શેર કર્યો છે, જેમાં પિતા-પુત્રની હત્યા (Father-son murder) કરવામાં આવી છે.
અમિત માલવિયા દ્વારા શેર કરવામાં આવેલા વિડીયોમાં હરગોવિંદ દાસ (પિતા) અને ચંદન દાસ (પુત્ર), જેઓ શિલ્પકાર હતા અને દેવી-દેવતાઓની મૂર્તિઓ બનાવતા હતા, તેમના મૃતદેહ દેખાય છે. તેમના ઘરમાં ઇસ્લામી કટ્ટરપંથીઓએ લૂંટફાટ કરી હતી અને ત્યારપછી તીક્ષ્ણ હથિયારોથી પિતા-પુત્રની હત્યા કરવામાં આવી હતી. તસવીરોમાં જોઈ શકાય છે કે, તેમની આંખો પર પણ હુમલો થયો હતો. એટલે કે, જે આંખોથી તેઓ દેવી-દેવતાઓની મૂર્તિઓ ઘડતા હતા, તે જ આંખો કટ્ટરપંથી મુસ્લિમ ટોળાંએ ફોડી નાખી હતી.
This is demographic invasion. Mamata Banerjee should learn from Jogendra Nath Mandal, who appeased the Islamists, moved to East Pakistan for political power, but was ultimately disowned and died an obscure death.
— Amit Malviya (@amitmalviya) April 12, 2025
Mamata Banerjee wants to make West Bengal another Bangladesh. We… https://t.co/wtZxq8l1n8 pic.twitter.com/8y7aolPlUF
અમિત માલવિયાએ આ ઘટનાને વસ્તી વિષયક આક્રમણ ગણાવ્યું હતું. આ વિડીયો શેર કરતી વખતે તેમણે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીને જોગેન્દ્ર નાથ મંડલની યાદ અપાવી હતી. તેમણે કહ્યું હતું કે, મમતા બેનર્જી પશ્ચિમ બંગાળને બીજું બાંગ્લાદેશ બનાવવા માંગે છે, પરંતુ, તેમને આવું કરવા દઈશું નહીં.
નોંધનીય છે કે, જોગેન્દ્ર નાથ મંડલ અવિભાજિત ભારતના એક મોટા દલિત નેતા હતા. દેશના ભાગલા પછી તેઓ પાકિસ્તાન ગયા હતા, પરંતુ પાછળથી દલિતો પર થતા અત્યાચારને જોઈને તેઓ ત્યાંથી ભાગીને ભારત પાછા ફર્યા અને આશ્રય મેળવ્યો હતો. જોગેન્દ્રનાથ મંડલનું અવસાન ભારતમાં જ થયું હતું.
વક્ફના વિરોધની આડમાં હિંદુઓને બનાવાઈ રહ્યા છે નિશાન
અહેવાલો અનુસાર, શુક્રવારની જુમ્માની નમાજ (11 એપ્રિલ, 2025) પછી મુર્શિદાબાદના સુતી અને સમશેરગંજમાં પરિસ્થિતિ વધુ વણસી ગઈ હતી. ઇસ્લામી હુમલાખોરો રસ્તાઓ પર ઉતરી આવ્યા હતા. વિરોધના નામે રેલ સેવાઓ બંધ કરાવવામાં આવી હતી અને બ્લોક ડેવલપમેન્ટ ઓફિસરની (BDO) ઓફિસ પર પથ્થરો અને લાકડીઓથી હુમલો કરવામાં આવ્યો હતો. આખો વિસ્તાર થંભી ગયો હતો. પરંતુ સૌથી ખતરનાક બાબત એ છે કે, હિંદુઓને વીણી-વીણીને નિશાન બનાવવામાં આવી રહ્યા હતા. આ કોઈ સામાન્ય વિરોધ પ્રદર્શન નહોતું. પરંતુ ઇસ્લામી ટોળાંએ હિંદુઓની દુકાનો, ઘરો અને વાહનોને નિશાન બનાવ્યા હતા.
અહેવાલો અનુસાર, સૌથી વધુ ચિંતાજનક બાબત એ હતી કે, હિંદુઓની દુકાનો અને મંદિરો પર હુમલો થયો હતો. સુતીમાં એક હિંદુ દંપતીની મીઠાઈની દુકાન ‘સુભા સ્મૃતિ હોટેલ’ સંપૂર્ણપણે બદબાદ કરી દેવાઈ હતી. દુકાનના માલિકે રડતાં-રડતાં કહ્યું હતું કે, “મારી અહીં મીઠાઈની દુકાન હતી.” પોતાની નાશ પામેલી દુકાન તરફ ઈશારો કરીને તેમણે કહ્યું હતું કે, “બધું લૂંટી લીધું. રોકડ રકમ, દુકાનમાં રાખેલો સામાન, કંઈ બચ્યું નહીં. હવે અમે શું ખાઈશું?”. આ જ વિસ્તારમાં ‘શ્રી હરિ હિંદુ હોટેલ એન્ડ લૉજ’ને પણ તોડી પાડવામાં આવી હતી.
સ્થાનિકોએ જણાવ્યું હતું કે, ઘણા મંદિરો પર પણ હુમલા કરવામાં આવ્યા હતા અને મૂર્તિઓ તોડી પાડવામાં આવી હતી. જોકે, ઘણા બનાવો તો હજુ સુધી સમાચાર સુધી પહોંચ્યા પણ નહીં હોય. ઇન્ડિયા ટુડેના અહેવાલ અનુસાર, મુર્શિદાબાદમાં હિંદુ પરિવારોના ઘણા ઘરોને નિશાન બનાવવામાં આવ્યા હતા. ટોળાંએ પથ્થરમારો કર્યો હતો અને લૂંટફાટ કરીને ઘરને તબાહ કરી દીધા હતા.