Wednesday, July 17, 2024
More
  હોમપેજમંતવ્ય'...સોમનાથની અંદર અલ્લાહ બેઠા છે': કોંગ્રેસ નેતાએ વોટ માટે કર્યું મહાદેવનું અપમાન,...

  ‘…સોમનાથની અંદર અલ્લાહ બેઠા છે’: કોંગ્રેસ નેતાએ વોટ માટે કર્યું મહાદેવનું અપમાન, લગાવ્યા અલ્લાહ-હુ-અકબરના નારા – જાણો સોમનાથનો રક્તરંજિત ઇતિહાસ

  પોતાની મુસ્લિમ વોટબેન્કને ખુશ કરવા રાજકોટ પૂર્વના કોંગ્રેસ ઉમેદવાર ઇન્દ્રનીલ રાજગુરુએ જે સોમનાથ મંદિરને મુસ્લિમ આક્રાંતાઓએ વારંવાર તોડ્યું અને લૂંટ્યું છે તેમાં અલ્લાહ બેઠા હોવાનું નિવેદન આપ્યું.

  - Advertisement -

  ચૂંટણીની સીઝનમાં રાજકીય પક્ષોના ઉમેદવારો મતદારોને આકર્ષવા અવનવા દાવાઓ કે નિવેદનો કરતા હોય એમાં કોઈ મોટી વાત નથી. પરંતુ રાજકોટના એક કોંગ્રેસ નેતા અને રાજકોટ પૂર્વ બેઠકના કોંગ્રેસ ઉમેદવાર ઇન્દ્રનીલ રાજગુરુએ વોટબેન્કની રાજનીતિ કરવા માટે તમામ હદ વટાવી છે.

  શનિવાર, 27 નવેમ્બરના રોજ રાજકોટ પૂર્વ બેઠકના જંગલેશ્વર વિસ્તારમાં કોંગ્રેસ ઉમેદવાર ઇન્દ્રનીલ રાજગુરુની એક રેલી અને જનસભા યોજાઈ હતી. નોંધનીય છે કે આ વિસ્તાર મુસ્લિમ બહુમતી ધરાવતો વિસ્તાર છે. અને આ વિસ્તારમાં પ્રવેશતા જ કોંગ્રેસ ઉમેદવારે પોતાના તમામ ચોલા ઉતારી દીધા અને પોતાના મૂળ રંગમાં આવેલા જણાયા હતા.

  અહીંની ઇન્દ્રનીલ રાજગુરુની જનસભાનો એક વિડીયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાઇરલ થઇ રહ્યો છે, જેમાં તેઓ પોતાની વોટબેન્કની રાજનીતિ કરવામાં હિન્દુઓની ધાર્મિક ભાવનાઓ દુભાવતા અને ભગવાન મહાદેવનું અપમાન કરતા જોવા મળી રહ્યા છે.

  - Advertisement -

  આ સભામાં તેઓ કહેતા સંભળાઈ રહ્યા છે કે,

  “હું સોમનાથ જાવ ત્યારે પણ મને એટલો જ આનંદ આવે અને અજમેર જાવ ત્યારે પણ એટલો જ આનંદ આવે છે. અજમેરમાં મહાદેવ બેઠા છે અને સોમનાથમાં અલ્લાહ બેઠા છે.”

  આગળ તેઓ બંને હાથ ઊંચા કરીને જોર જોરથી ‘અલ્લાહ-હુ-અકબર’ના નારા લગાવતા જોવા મળી રહ્યા છે. હવે આ પક્ષબદલુ કોંગ્રેસ નેતા જયારે સોમનાથમાં અલ્લાહ હોવાની વાત કરે છે ત્યારે જરૂર એવું લાગી આવી છે કે તેમને ખરેખર ગુજરાત અને સોમનાથના ઇતિહાસ વિષે કોઈ જાણકારી નથી.

  મુસ્લિમ આક્રાંતાઓએ અનેકવાર તોડ્યું છે સોમનાથ મંદિર

  આ સોમનાથ મંદિરનો ઇતિહાસ ખુબ રક્તરંજીત છે. મુસ્લિમ આક્રાંતાઓએ અનેકવાર આ મંદિર પર ચડાઈ કરીને તેને તોડી પડ્યું છે અને તેના ખજાનાની લૂંટ કરી છે. આ ઉપરાંત તેઓએ આ મંદિર પરિસરમાં જ લાખો હિન્દુઓની કતલ પણ કરી છે.

  સોમનાથનું પહેલું મંદિર ૨૦૦૦ વર્ષ પહેલાં અસ્તિત્વમાં આવ્યું હોવાનું કહેવાય છે. ઇ.સ. ૬૪૯ની સાલમાં વલ્લભીના રાજા મૈત્રકે પહેલાં મંદિરનો જીર્ણોદ્ધાર કરી તેના સ્થાને બીજું મંદિર બનાવ્યું. ૭૨૫ની સાલમાં સિંધના મુસ્લિમ શાસક જૂનાયદે તેની સેના લઈ મંદિર પર હુમલો કરી મંદિરનો નાશ કર્યો હતો. પ્રતિહાર રાજા નાગ ભટ્ટ બીજાએ ૮૧૫માં ત્રીજી વખત લાલ પથ્થર (રેતીયો પથ્થર) વાપરી મંદિરનું નિર્માણ કર્યું હતું.

  મુસ્લિમો દ્વારા નાશ પામેલ સોમનાથ મંદિર

  ૧૦૨૬ની સાલમાં મહંમદ ગઝનીએ સોમનાથના મંદિરના કિંમતી ઝવેરાત અને મિલ્કતની લુંટ કરી હતી. લુંટ કર્યા પછી, મંદિરના અસંખ્ય યાત્રાળુઓની કતલ કરી અને મંદિરને સળગાવી તેનો વિનાશ કર્યો હતો.

  ૧૦૨૬-૧૦૪૨ના સમયમાં માળવાના પરમાર રાજા ભોજ તથા અણહિલવાડ પાટણના સોલંકી રાજા ભીમદેવે ચોથા મંદિરનું નિર્માણ કર્યું. ૧૨૯૯ની સાલમાં જ્યારે દિલ્લી સલ્તનતે ગુજરાતનો કબજો કર્યો ત્યારે સોમનાથનો વિનાશ કરવામાં આવ્યો. ૧૨૯૬માં સુલતાન અલ્લાઉદ્દીન ખીલજી મંદિરને ફરી તોડી નાખે છે. ૫૦ હજાર હિન્દુઓની હત્યા થાય છે. ૨૦ હજાર ગુલામો તરીકે લઈ જવાય છે.

  ૧૩૦૮માં સૌરાષ્ટ્રના રાજા મહીપાલદેવ ચૂડાસમા એને ફરી બંધાવે છે અને એમનો દીકરો ખેંગાર આશરે ૧૩૨૬મા એમાં લિંગની પ્રતિષ્ઠા કરે છે. ફક્ત ૨૫-૫૦ વર્ષ પછી ગુજરાતનો સુલતાન મુઝફ્ફર શાહ ૧૩૭૫માં ફરી એને તોડી નાખે છે.

  ૧૪૫૧માં વળી પાછો મહંમદ બેગડો સોમનાથ મંદિરને ફરી તોડી નાખે છે. અંતમાં ૧૭૦૧માં આ મંદિર ઔરંગઝેબ તોડાવી નાખવે છે, અને મંદિરના જ સ્તંભ વાપરી ત્યાં મસ્જિદ બનાવી નાખે છે.

  આમ વારંવાર જે ભવ્ય મંદિરને ઇસ્લામિક આક્રાંતાઓએ ધ્વસ્ત કર્યું હોય, લૂંટફાટ કરી હોય અને લાખો શિવભક્તોને મારી નાખ્યા હોય, એવા સોમનાથ મંદિરમાં અલ્લાહ છે એવું કહેવું એ માત્ર ને માત્ર વોટબેન્કની રાજનીતિ જ ગણી શકાય. હવે જોવાનું એ છે કે ગુજરાતની જનતા આનો કઈ રીતે ઉત્તર આપે છે.

  - Advertisement -
  Join OpIndia's official WhatsApp channel

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં