Sunday, March 23, 2025
More

    ઇમરાને શિવલિંગ પર પગ મૂકીને બનાવી રીલ, ઈન્સ્ટાગ્રામ પર મૂકી: હિંદુઓ ગુસ્સે થતા રતલામ પોલીસે કરી કુખ્યાત આરોપીની ધરપકડ

    મધ્યપ્રદેશના રતલામમાં (Ratlam) શિવલિંગ (Shivling) પર પગ રાખીને રીલ બનાવનાર આરોપી ઇમરાન ઉર્ફે સુખાની પોલીસે ધરપકડ કરી છે. તેમની સામે ધાર્મિક લાગણીઓ ભડકાવવા સહિત અનેક કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

    તપાસમાં સામે આવ્યું કે સુખા ગુનાહિત વૃત્તિ ધરાવતો ગુનેગાર છે. રતલામના સ્ટેશન રોડ પોલીસ સ્ટેશનના માનક ચોકમાં તેની વિરુદ્ધ અનેક કેસ નોંધાયેલા છે. તે થોડા દિવસ પહેલા જ જેલમાંથી છૂટ્યો હતો.

    ખરેખર, સુખાએ સોશિયલ મીડિયા સાઇટ ઇન્સ્ટાગ્રામ પર એક વિડીયો અપલોડ કર્યો હતો. આ વીડિયોમાં તે શિવલિંગ પર પગ રાખતો જોવા મળ્યો હતો. બુધવારે (૨૯ જાન્યુઆરી, ૨૦૨૫) જ્યારે લોકોએ આ વીડિયો જોયો, ત્યારે તેમનો ગુસ્સો ફેલાઈ ગયો. માહિતી મળતાની સાથે જ પોલીસે સાયબર ટીમની મદદથી વીડિયોની તપાસ કરી અને આખરે ગુરુવારે (30 જાન્યુઆરી) ઇમરાનની ધરપકડ કરી.