
અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ કરારની ઘોષણા બાદ રવિવારે (21 જૂન) સ્વિટ્ઝર્લેન્ડમાં પહેલા તબક્કાની વાતચીત યોજાઈ હતી. વાતચીત દરમ્યાન અંતિમ શાંતિ કરાર સુધી પહોંચવા માટે 60 દિવસનો રોડમેપ નક્કી થયો હોવાનું જણાવવામાં આવ્યું છે. ઉપરાંત બેઠકમાં સ્ટ્રેટ ઑફ હોર્મુઝની સુરક્ષા અંગે પણ વાતચીત થઈ હતી, જે ઈરાને ટ્રમ્પની ધમકીઓના કારણે ફરી બંધ કરી દીધું છે.
બેઠકમાં ઈરાનના વિદેશ મંત્રી અરાઘચી અને અમેરિકા તરફથી ઉપરાષ્ટ્રપતિ જે. ડી વેન્સ હાજર રહ્યા હતા. પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફ અને આતંકવાદી સેનાધ્યક્ષ આસિમ મુનીર પણ દોડી ગયા હતા. કતાર સરકાર તરફથી પણ પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા.
Joint Statement by the State of Qatar and the Islamic Republic of Pakistan Regarding The Conclusion of Lake Lucerne Summit, First High-Level Committee Meeting with Participation of the United States of America and the Islamic Republic of Iran
— Ministry of Foreign Affairs – Qatar (@MofaQatar_EN) June 22, 2026
Lucerne | June 22, 2026
The first… pic.twitter.com/bLVpaR2uua
બેઠક બાદ કતારે બહાર પાડેલા એક નિવેદનમાં જણાવવામાં આવ્યું કે વાતચીત સકારાત્મક વાતાવરણમાં થઈ અને બંને પક્ષો આગળની ચર્ચાઓ માટે એક વ્યવસ્થા તૈયાર કરવા માટે સહમત હયા છે.
આગળ જણાવવામાં આવ્યું કે આગળની ચર્ચાઓ માટે એક ઉચ્ચસ્તરીય સમિતિ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જે મધ્યસ્થતાની પ્રક્રિયા પર દેખરેખ રાખશે અને વાટાઘાટ કરનારાઓ નિયમિત રીતે સમિતિને રિપોર્ટ આપશે. ઉપરાંત પરમાણુ મુદ્દાઓ, પ્રતિબંધો અને સમજૂતીના ક્રિયાન્વય માટે અલગ-અલગ જૂથોની પણ રચના કરવામાં આવશે.
હોર્મુઝનો ઉલ્લેખ કરીને કહેવામાં આવ્યું કે સમજૂતી અનુસાર એક સીધું કમ્યુનિકેશન માધ્યમ સ્થાપવામાં આવશે અને હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થતાં કમર્શિયલ જહાજોની સુરક્ષા પણ સુનિશ્ચિત કરવામાં આવશે.
નિવેદનમાં લેબનોનનો પણ ઉલ્લેખ છે, જે મુજબ બંને પક્ષો લેબનોનમાં સૈન્ય ગતિવિધિઓ સમાપ્ત કરવા માટેની સમજૂતીના પાલન માટે એક ડી-કોન્ફ્લિક્શન સેલ બનાવવા સહમત થયા છે, જેમાં લેબનોન પણ સામેલ થશે અને તેની પ્રક્રિયા મધ્યસ્થ દેશોની મદદથી સંચાલિત થશે. જ્યારે વાટાઘાટો સ્વિટ્ઝર્લેન્ડમાં ચાલુ રહેશે.
વાતચીત દરમ્યાન એક ઘટના પણ જોવા મળી. ઈરાનથી આવેલા પ્રતિનિધિઓએ અમેરિકી પ્રતિનિધિમ્મંડળ સાથે સંયુક્ત ફોટો સેશન કરવાની ના પાડી દીધી હતી. દરમ્યાન પાકિસ્તાની વડા પ્રધાન અને સેનાધ્યક્ષ તેમને મનાવતા રહી ગયા, પણ ઈરાનના નેતાઓએ ચાલતી પકડી હતી. કહેવાય છે કે ડોનાલ્ડ ટ્રમ્પની ધમકીઓના કારણે ઈરાને આ નિર્ણય લીધો હતો.

