
વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકાના કુંઢેલા પાસે આવેલા સેગુવાડા ગામે મુસ્લિમ બિલ્ડરે પોતાના સ્વાર્થ માટે સરકારી મિલકતને મોટું નુકસાન પહોંચાડ્યું હોવાનું કાવતરું સામે આવ્યું છે. અહીં બિલ્ડરો અંદાજે 500થી 600 પ્લોટો ધરાવતી ‘બૈતુન નૂર સિટી’ નામની એક વિશાળ રેસિડેન્શિયલ પ્લોટ્સની સાઇટ બનાવી રહ્યા છે. માહિતી અનુસાર આ વિવાદિત પ્રોજેક્ટ મોઈનરાઝા ખત્રી નામક બિલ્ડર લાવ્યો છે અને તેનું માર્કેટિંગ ‘લકડાવાલા રિયલ એસ્ટેટ હબ’ કરી રહ્યું છે.
આ આખી સાઇટના બિલકુલ મધ્યમાંથી નર્મદા નિગમની ‘સેગુવાડા માઇનોર કેનાલ’ પસાર થતી હતી. બિલ્ડરોએ પોતાની સ્કીમની જમીનને સમથળ (લેવલ) કરવા માટે આ સરકારી કેનાલને જ બુલડોઝર ફેરવીને તોડી પાડી છે. આટલું જ નહીં, બિલ્ડરોએ ત્યાંથી પસાર થતી આખી કેનાલનું અસ્તિત્વ જ ભૂંસી નાખ્યું છે અને કેનાલ ગાયબ કરી દીધી છે.
ઈમેજમાં દેખાતા બ્રોશર પ્રમાણે બિલ્ડરો આ સાઇટને ‘N.A. NOC ટાઈટલ ક્લિયર’ પ્રીમિયમ રેસિડેન્શિયલ પ્લોટ તરીકે ગ્રાહકોને વેચી રહ્યા છે, જ્યારે વાસ્તવિકતામાં ત્યાં સરકારી પ્રોપર્ટી તોડી પાડવામાં આવી છે.

બિલ્ડરોના કારણે ખેડૂતો મુશ્કેલીમાં
સરકારી પ્રોપર્ટી પર આ રીતે ગેરકાયદેસર કબ્જો કરીને નર્મદા નિગમની કેનાલના મોટા વાલ્વ સહિતની લાખો રૂપિયાની કિંમતી સામગ્રી પણ તોડી નાખવામાં આવી છે. બિલ્ડરોએ માત્ર પોતાના આર્થિક ફાયદા માટે આ આખી સરકારી વ્યવસ્થાને નષ્ટ કરી નાખી છે, જેનાથી સ્થાનિક ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે.
સ્થાનિક ખેડૂતો અને ગ્રામજનોના જણાવ્યા મુજબ આ બિલ્ડરો અત્યંત જોહુકમીવાળી માનસિકતા ધરાવે છે. તેમનું એવું વિચારવું છે કે આસપાસના ખેડૂતોને સિંચાઇનું પાણી ન મળે તો કંઈ નહીં, પરંતુ તેમની સ્કીમની જમીન બરાબર સમથળ થઈ જવી જોઈએ. હાલમાં બિલ્ડરોએ કેનાલ તોડી ત્યાં માત્ર માટી નાખીને કામ ચલાવી દીધું છે અને જે પાઇપો કે ભૂંગળા નાખ્યા છે તે પણ પ્રોપર નથી.
નોટિસ ફટકાર્યા છતાં નથી થઈ રહી કોઈ કાર્યવાહી
નર્મદા નિગમના અધિકારીઓએ આ આખા મામલાને ગંભીરતાથી લીધો છે. નિગમે અત્યાર સુધીમાં આ સાઇટના બિલ્ડરોને 4થી 5 વખત કડક નોટિસ ફટકારી છે. આ ઉપરાંત સરકારી સંપત્તિને નુકસાન પહોંચાડવા બદલ બિલ્ડરો વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા માટેની લેખિત અરજી પણ આપી દેવામાં આવી છે. નીચે સાતબારની વેબસાઈટ પર દેખાઈ રહ્યું છે કે આ સમગ્ર પ્રોજેક્ટ મોઈનરાઝા ખત્રી નામક એક મુસ્લિમ બિલ્ડરનો છે.

નોંધનીય છે કે આટલી બધી નોટિસો અને કાયદાકીય કાર્યવાહીની પ્રક્રિયા ચાલુ હોવા છતાં મુસ્લિમ બિલ્ડરના પેટનું પાણી હલતું નથી. આ બિલ્ડરે હજુ સુધી સ્થળ પર કેનાલને ફરીથી સરખી કરવાનું કે નવી બનાવવાનું કોઈ જ કામ શરૂ નથી કર્યું. જેને કારણે સ્થાનિક લોકોમાં તંત્રની ઢીલી નીતિ સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે.
સ્થાનિકોનો વહીવટતંત્ર પર પણ આરોપ
સ્થાનિક ગ્રામજનોએ એવો પણ ગંભીર આક્ષેપ કર્યો છે કે આટલું મોટું કૌભાંડ સ્થાનિક તલાટી, વડોદરા નગર નિયોજન અને DILR કચેરીના ભ્રષ્ટ અધિકારીઓની મિલીભગત વગર શક્ય જ નથી. આ વિસ્તારમાં રસ્તાની લાઈન, સરકારી ગૌચરની જમીન પર ગેરકાયદેસર દબાણો અને GDCRના નિયમોને અવગણીને બાંધકામ ચાલતું હોવાની અનેક ફરિયાદો ઉઠી છે.
આ સમગ્ર મામલે જિલ્લા પંચાયત સદસ્ય ભાવેશભાઇ પટેલ અને સ્થાનિક ખેડૂતોએ મન બનાવી લીધું છે. તેમણે ઉગ્ર માંગણી કરી છે કે ગુનેગાર બિલ્ડરો પોતાના ખર્ચે તાત્કાલિક આ કેનાલ ફરીથી બનાવી આપે. તેમજ સરકારી મિલકત તોડવા બદલ તેમની સામે ફોજદારી ગુનો દાખલ થાય અને આ આખા કૌભાંડમાં વિજિલન્સ તપાસ કરવામાં આવે, કારણ કે ચોમાસું નજીક હોવાથી ખેડૂતોને ખેતી માટે પાણીની તાતી જરૂરિયાત ઊભી થવાની છે.

