રામ ગોપાલ મિશ્રાની ગોળી મારી હત્યા કરનારા સરફરાઝને ફાંસી, 9ને આજીવન કેદ: બહરાઈચમાં દુર્ગા પૂજા વિસર્જનમાં હિંસા મામલે કોર્ટનો ચુકાદો

ઉત્તર પ્રદેશના બહરાઈચમાં ઑક્ટોબર 2024માં થયેલા સાંપ્રદાયિક રમખાણોના મુખ્ય દોષિત સરફરાઝ ઉર્ફે રિંકુને કોર્ટે ગુરુવારે (12 ડિસેમ્બર) ફાંસીની સજા ફટકારી છે. સરફરાઝે જ રમખાણો દરમિયાન રામ ગોપાલ મિશ્રાને ગોળી મારીને તેમની હત્યા કરી હતી. બહરાઈચ કોર્ટે કુલ 10 લોકોને દોષિત ઠેરવી સજા સંભળાવી, સરફરાઝને ફાંસી અને બાકીના 9ને આજીવન કેદની સજા આપી છે.

આ 9માં સરફરાઝના પિતા અબ્દુલ હમીદ અને બે ભાઈ ફહીમ તથા તાલિબ ઉર્ફે સબલૂ પણ સામેલ છે. બાકીના દોષિતોમાં સૈફ, જાવેદ, જીશાન, નનકાઉ, શોએબ અને મરુફનો સમાવેશ થાય છે. જ્યારે પુરાવાના અભાવે ખુર્શીદ, શકીલ અને અફજલને નિર્દોષ છોડી દેવાયા છે.

દુર્ગા પૂજા વિસર્જનમાં મુસ્લિમોએ શરૂ કર્યો વિવાદ

13 ઑક્ટોબર 2024ના રોજ બહરાઈચના રેહુઆ મંસૂર ગામમાં દુર્ગા પૂજા વિસર્જન દરમિયાન ડીજેના ગીત પર મુસ્લિમોમાંથી કેટલાકે વાંધો ઉઠાવ્યો હતો જોતજોતાંમાં હિંસામાં ફેરવાઈ ગયો હતો. મુસ્લિમ ટોળાએ હિંદુઓ પર પથ્થરમારો કર્યો, મૂર્તિઓને નુકસાન પહોંચાડ્યું અને ગોળીઓ ચલાવી. આ દરમિયાન રામ ગોપાલ મિશ્રાની છત પરથી લીલો ઝંડા ઉતારવાના આરોપને લઈને સરફરાઝે ગોળી મારીને હત્યા કરી હતી. જવાબમાં હિંદુઓએ આસપાસના ઘરો-દુકાનોમાં તોડફોડ કરી હતી.

પોલીસે કુલ 13 FIR નોંધી હતી, જેમાંથી 11 હારદી પોલીસ સ્ટેશનમાં અને 2 રામગાંવ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. મુખ્ય આરોપી સરફરાઝ સહિત 13 લોકો પર કેસ ચલાવાયો હતો. 5 આરોપીઓ પર NSA પણ લગાવાયો હતો, પછીથી બાકીના આરોપીઓ પર પણ NSA લગાવવામાં આવ્યો હતો.

આ ચુકાદો ઘટનાના 14 મહિના પછી આવ્યો છે, જેમાં કોર્ટે સ્પષ્ટ કર્યું કે રામ ગોપાલ મિશ્રાની હત્યા આરોપી સરફરાઝે જ કરી હતી, તેથી તેને ફાંસીની સજા ફટકારવામાં આવી છે.