ગોપાલ પર જૂતું ફેંકાયા બાદ ભાજપ-ભાજપ કરતા રહ્યા આપિયાઓ, જૂતું ફેંકનાર નીકળ્યો કોંગ્રેસ કાર્યકર્તા!

આમ આદમી પાર્ટીનો (AAP) વિસાવદરનો ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા 5 ડિસેમ્બરે જામનગર ખાતે એક કાર્યક્રમમાં બોલી રહ્યો હતો, તે દરમિયાન તેના પર એક વ્યક્તિએ જૂતું ફેંક્યું હતું. આ ઘટના બાદ AAPના નેતાઓએ આ ઘટના માટે ભાજપના નામની બૂમા-બૂમ શરૂ કરી દીધી હતી, જોકે બાદમાં સામે આવ્યું હતું કે ગોપાલને જૂતું મારનાર ભાજપનો નહીં પણ કોંગ્રેસનો કાર્યકર્તા છે. ત્યારબાદ અરવિંદ કેજરીવાલે પોસ્ટ કરીને વારી ભર્યું હતું.

જામનગરમાં ટાઉન હૉલ ખાતે AAPનો કાર્યક્રમ ચાલી રહ્યો હતો. આ દરમિયાન ગોપાલ ઈટાલિયા સ્ટેજ પરથી ભાષણ આપી રહ્યો હતો, ત્યારે નીચે બેઠેલા એક વ્યક્તિએ તેમના પર જૂતું ફેંક્યું હતું. જોકે, ઈટાલિયાને જૂતું વાગ્યું નહોતું. જૂતું ફેંકનાર વ્યક્તિને સભામાં હાજર લોકોએ પકડી પાડ્યો હતો અને તેને માર માર્યો હતો, ત્યારબાદ પોલીસે તેની અટકાયત કરી હતી.

ઘટના બન્યા પછી તરત જ AAPના નેતાઓએ આ કૃત્ય માટે BJPને જવાબદાર ઠેરવવાનું શરૂ કરી દીધું હતું. ગુજરાત AAPના પેજ પર 1 મિનીટને 22 મિનીટનો વિડીયો પોસ્ટ કરીને ભાજપ પર આરોપો મૂકવામાં આવ્યા હતા. પોસ્ટમાં લખવામાં આવ્યું હતું કે “ભાજપના ગુંડાઓ દ્વારા AAP ધારાસભ્ય પર હુમલો કરવામાં આવ્યો છે તે ખૂબ જ નિંદનીય ઘટના છે.”

ત્યારબાદ ‘આપ’ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે X પોસ્ટ કરીને જણાવ્યું હતું કે ગુજરાતમાં ‘આપ’ની વધતી લોકપ્રિયતાથી BJP અને કોંગ્રેસ બંને ગભરાઈ ગયા છે.

જોકે ઘટનાના થોડા જ સમયમાં સોશિયલ મીડિયા પર જૂતું ફેંકનારની વાસ્તિવકતા સામે આવી ગઈ હતી. જૂતું ફેંકનાર વ્યક્તિની ઓળખ છત્રપાલસિંહ જાડેજા તરીકે થઈ હતી. જે જામનગર શહેર કોંગ્રેસનો કાર્યકર્તા હોવાનું બહાર આવ્યું હતું.

આ સિવાય છત્રપાલસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે જ્યારે પ્રદિપસિંહ જાડેજા ગુજરાત સરકારમાં ગૃહમંત્રી હતા,ત્યારે જાહેરસભામાં ગોપાલે જૂતું ફેંક્યું હતું. આજે ગોપાલ સાથે તેણે એ ઘટનાનો બદલો લીધો છે. નોંધનીય છે કે જ્યારે 2, માર્ચ 2017માં આ ઘટના બની હતી ત્યારે ગોપાલ કોન્સ્ટેબલ હતો.

ગોપાલ ઈટાલિયાએ જૂતું ફેંક્યાંના 8 વર્ષ બાદ આજે જામનગરમાં ગોપાલ પર કોંગ્રેસના કાર્યકર છત્રપાલસિંહે જૂતાનો ઘા કરીને બદલો લીધો છે. જોકે આરોપીની ઓળખ છતી થયા બાદ AAPના મોઢે તાળા વાગી ગયા છે, કારણ કે ઘટના સામે આવતા જ આપિયાઓએ ભાજપના નામના બણગા ફૂંકવાના શરૂ કરી દીધા હતા.