Sunday, March 16, 2025
More

    પ્રયાગરાજ મહાકુંભમાં સેલિબ્રિટીઓનો જમાવડો, અક્ષય કુમાર બાદ કેટરીનાએ કર્યું પવિત્ર સ્નાન: પ્રીતિ ઝિંટાએ કહ્યું- બધા રસ્તાઓ મહાકુંભ જ તરફ દોરે છે

    પ્રયાગરાજમાં આયોજિત મહાકુંભમાં (Prayaraj Mahakumb 2025) દેશના બોલીવુડથી લઈને ઉદ્યોગપતિઓ સહિતની પ્રતિષ્ઠિત વ્યક્તિઓ ડૂબકી લગાવવા જઈ રહી છે. ત્યારે હવે કેટરીના કેફ (Katrina Kaif) પણ મહાકુંભમાં પહોંચી હોવાના સમાચાર સામે આવ્યા હતા.

    નોંધનીય છે કે 24 ફેબ્રુઆરીના રોજ કેટરીના કેફ મહાકુંભમાં પવિત્ર પાણીમાં ડૂબકી લગાવવા પહોંચી હતી. આ દરમિયાન મીડિયા સાથેની વાતચીતમાં તેણે કહ્યું હતું કે, “હું ખૂબ જ ભાગ્યશાળી છું કે હું આ વખતે અહીં આવી શકી. હું ખરેખર ખૂબ જ ખુશ અને આભારી છું.”

    તેણે આગળ કહ્યું કે, “હું સ્વામી ચિદાનંદ સરસ્વતીને મળી અને તેમના આશીર્વાદ લીધા. હું અહીં મારો અનુભવ શરૂ કરી રહી છું. મને અહીંની ઉર્જા, સુંદરતા અને દરેક વસ્તુ ખૂબ ગમી રહી છે. હું આખો દિવસ અહીં વિતાવવા માટે ઉત્સુક છું.”

    અનહીનેત્રી પ્રીતિ ઝિંટા પણ પ્રયાગરાજ પહોંચી હતી અને પોતાનો ફોટો શેર કરતા લખ્યું હતું કે, “બધા રસ્તા પ્રયાગરાજ ખાતેના મહા કુંભ તરફ લઈ જાય છે. सत्यम शिवम् सुंदरम्”

    આ પહેલાં સવારે એક્શન સ્ટાર ગણાતા અક્ષય કુમારે પણ મહાકુંભની મુલાકાત લીધી હતી. તેમણે યોગી સરકારની વ્યવસ્થાની પણ ખૂબ પ્રશંસા કરી હતી. ઉલ્લેખનીય છે કે દેશના રાષ્ટ્રપતિ, વડાપ્રધાન, ઉપરાંત સૌથી મોટા ઉદ્યોગપતિઓમાંના એક એવા મુકેશ અંબાણીનો સમગ્ર પરિવાર પણ મહાકુંભના સંગમમાં ડૂબકી લગાવી ચૂક્યો છે.