Sunday, March 23, 2025
More

    ભગવા વસ્ત્ર, રુદ્રાક્ષની માળા અને ચંદન તિલક..: અભિનેતા અક્ષય કુમારે મહાકુંભમાં કર્યું સંગમ સ્નાન, યોગી સરકારની કરી પ્રશંસા

    સોમવારે (24 ફેબ્રુઆરી) બૉલીવુડ અભિનેતા અક્ષય કુમાર પ્રયાગરાજ મહાકુંભ પહોંચ્યા છે. તેમણે પ્રયાગરાજ સંગમમાં સ્નાન કરીને મીડિયાને નિવેદન પણ આપ્યું છે. અક્ષય કુમાર સાદા કુર્તા અને પાયજામામાં પ્રયાગરાજ પહોંચ્યા હતા. સંગમ સ્નાન બાદ તેમના ચાહકો સાથે હાથ પણ મિલાવ્યા હતા.

    ઘાટ પર પહોંચ્યા બાદ અક્ષય કુમારના ચાહકો પણ એકઠા થવા લાગ્યા હતા. સંગમ સ્નાન બાદ અક્ષય કુમારે ANI સાથે વાત કરી હતી અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની પ્રશંસા પણ કરી હતી. તેમણે આટલી સારી વ્યવસ્થા માટે પ્રશાસન અને પોલીસ વિભાગનો આભાર પણ વ્યક્ત કર્યો હતો.

    તેમણે કહ્યું કે, “ખૂબ આનંદ થયો છે. અહીં ખૂબ સારી વ્યવસ્થા પણ કરવામાં આવી છે. અમે અહીંના મુખ્યમંત્રી યોગી સાહેબનો આભાર વ્યક્ત કરીએ છીએ. મને યાદ છે, 2019માં કુંભમાં સામાન્ય લોકો આવતા હતા. હવે મોટા-મોટા લોકો પણ આવે છે. અંબાણી, અદાણી પણ આવ્યા છે. મોટા-મોટા અભિનેતા પણ આવે છે. આ વ્યવસ્થા ખૂબ સારી છે.”