Friday, September 20, 2024
More
    હોમપેજદેશઇસ્લામી આતંકીઓએ કર્યું હતું વિમાન હાઈજેક: વેબ સિરીઝમાં કેમ દર્શાવાયા 'ભોલા' અને...

    ઇસ્લામી આતંકીઓએ કર્યું હતું વિમાન હાઈજેક: વેબ સિરીઝમાં કેમ દર્શાવાયા ‘ભોલા’ અને ‘શંકર’?: ‘IC 814’ વેબ સિરીઝમાં આતંકવાદીઓના હિંદુ નામોને લઈને વિવાદ

    જે વ્યક્તિ કંધાર હાઈજેક સંબંધિત કોઈ તથ્યો જાણતો નથી અને તે આ સિરીઝ જોઈ રહ્યો છે, તો તેના મગજમાં આતંકવાદીઓ 'હિંદુ' છે અને તેમનું નામ 'ભોલા' અને 'શંકર' છે, એવું પ્રસ્થાપિત થશે. જોકે, વાસ્તવમાં તે ખોટું છે.

    - Advertisement -

    વર્ષ 1999માં બનેલી કંધાર હાઈજેકની ઘટના પર બનેલ ‘IC 814: ધ કંધાર હાઈજેક’ નામક વેબ સિરીઝ તાજેતરમાં જ OTT પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર રિલીઝ કરવામાં આવી છે. આ સિરીઝમાં દર્શાવવામાં આવ્યું છે કે ભારતમાં કેદ થયેલા આંતકવાદીઓને છોડાવવા માટે પાકિસ્તાની આતંકવાદીઓએ વિમાન હાઈજેક કર્યું હતું. તથા મુસાફરોને 7 દિવસ સુધી બંધક બનાવીને રાખવામાં આવ્યા હતા. આ વેબ સિરીઝનું નિર્દેશન અનુભવ સિંહાએ કરેલ છે. વેબ સિરીઝ રિલીઝ થયા બાદ તરત જ તે વિવાદોમાં ઘેરાઈ છે.

    ‘IC 814: ધ કંધાર હાઈજેક’ વેબ સિરીઝને લઈને સોશિયલ મીડિયા પર પણ પ્રશ્નો ઉઠી રહ્યા છે. તથા લોકો તેનો વિરોધ પણ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા યુઝર્સનું કહેવું છે કે, બોલીવુડ ફરીથી ઇતિહાસની કાળી ઘટનાઓને ગ્લોરિફાઇ કરી દર્શાવી રહ્યું છે. કંધાર હાઈજેક ઘટનાના યોગ્ય સ્વરૂપને દર્શાવવામાં બોલીવુડ નિષ્ફળ રહ્યું છે. જાણવામાં આવ્યું છે કે, સિરીઝમાં જે આંતકવાદીઓને હાઇજેકર તરીકે બતાવ્યા છે, તેમને ભોલા અને શંકરના નામ આપવામાં આવ્યા છે. લોકો કહી રહ્યા છે કે આ નામનો ઉપયોગ માત્ર હિંદુઓને બદનામ કરવાનો પ્રયાસ છે.

    બીજી તરફ એવા સમાચાર પણ સામે આવી રહ્યા છે કે, IC 814 વેબ સિરીઝ પર વિવાદ ખૂબ વધી જવાના કારણે, માહિતી અને પ્રસારણ મંત્રાલયે નેટફ્લિક્સ કન્ટેન્ટ હેડને સમન્સ પાઠવ્યા છે. જોકે, આ અંગેની કોઈ આધિકારિક માહિતી સામે આવી નથી. પરંતુ મીડિયા અહેવાલોમાં સૂત્રોને ટાંકીને આવો દાવો કરવામાં આવી રહ્યો છે.

    - Advertisement -

    સોશિયલ મીડિયા પર વિરોધ  

    IC 814 વેબ સિરીઝને લઈને સોશિયલ મીડિયા પર ભરપૂર વિરોધ થઈ રહ્યો છે. એક યુઝરે X પર પોસ્ટ કરીને લોકોનો અભિપ્રાય માંગ્યો હતો કે, “તમે શું ઈચ્છો છો, નેટફ્લિક્સ સિરીઝ પર પ્રતિબંધ લગાવે અને નેટફ્લિક્સ તે સિરીઝને બેન કરવાની ના પાડે તો નેટફ્લિક્સને બેન કરવું જોઈએ. હવે બહુ થયું! “

    ઉપરાંત અન્ય એક યુઝરે પોસ્ટ કરી હતી કે, “જો નેટફ્લિક્સ ભારત વિશે દ્વેષપૂર્ણ માહિતી ફેલાવતું હોય તો ભારતમાં નેટફ્લિક્સ પર પ્રતિબંધ લગાવવો જોઈએ.”

    એક યુઝરે એમ પણ લખ્યું હતું કે, “આંતકવાદીઓને ભોલા અને શંકર નામ આપવું એ માત્ર હિંદુઓને બદનામ કરવાનો પ્રયાસ છે. આવી ફિલ્મોને ગટરમાં નાખી દેવી જોઈએ.”

    શું હતા આતંકવાદીઓના અસલી નામ

    પાકિસ્તાન સ્થિત રાવલપિંડીના આતંકવાદી સંગઠન ‘હરકત ઉલ અંસાર’ના આતંકીઓએ ભારતમાં કેદ થયેલા આતંકીઓને છોડાવવા માટે થઈને વિમાન હાઈજેક કર્યું હતું. વર્ષ 2000માં ISIના 4 આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી હતી. જેમાં મોહમ્મદ રેહાન, મોહમ્મદ ઈકબાલ, યાસુફ નેપાળી અને અબ્દુલ લતીફનો સમાવેશ થતો હતો. તેમની ધરપકડ બાદ સામે આવ્યું હતું કે, વિમાન હાઈજેક કરવાનું સમગ્ર ષડયંત્ર ISI દ્વારા રચવામાં આવ્યું હતું. ગૃહ મંત્રાલયના દસ્તાવેજ અનુસાર, ‘IC- 814’ પ્લેન હાઈજેક કરનારાઓના સાચા નામ ઈબ્રાહિમ અતહર, શાહિદ અખ્તર સઈદ, ગુલશન ઈકબાલ, સની અહેમદ કાઝી, મિસ્ત્રી ઝહૂર ઈબ્રાહિમ અને શાકિર હતા.

    ફોટો: ઑપઇન્ડિયા હિન્દી

    IC-814 હાઇજેક કરનારાઓના કોડ નામ શું હતા?

    IC-814 હાઈજેક કરનારા આતંકવાદીઓ એકબીજાએ કોડવર્ડથી બોલાવતા હતા. સિરીઝમાં આતંકીઓ માટે જે કોર્ડવર્ડ વાપરવામાં આવ્યા છે, તે સાચા છે. ઈબ્રાહિમ અતહર માટે ‘ચીફ’, શાહિદ અખ્તર સઈદ માટે ‘ડૉક્ટર’, સની અહમદ માટે ‘બર્ગર’, મિકેનિક ઝહૂર ઈબ્રાહિમ માટે ‘ભોલા’ અને શાકિર માટે ‘શંકર’ શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

    ઉલ્લેખનીય છે કે, વેબ સિરીઝમાં માત્ર આતંકીઓના કોર્ડ નામ જ દર્શાવવામાં આવ્યા છે, તેમના સાચા નામ દર્શાવવામાં આવ્યા નથી. સિરીઝમાં આતંકવાદીને એવું કહેતો બતાવવામાં આવ્યો છે કે, “અમારા સાથી ભોલા અને શંકર છે.” આ સિવાય અન્ય કોડ શબ્દોનો પણ વારંવાર ઉપયોગ કરવામાં આવ્યો છે, પરંતુ કોર્ડ નામ સિવાય તેમના અસલી નામનો ઉપયોગ કોઈપણ જગ્યાએ નથી. હવે આ બાબતે જ લોકો વિરોધ ઉઠાવી રહ્યા છે.

    કહેવામાં આવી રહ્યું છે કે, જે વ્યક્તિ કંધાર હાઈજેક સંબંધિત કોઈ તથ્યો જાણતો નથી અને તે આ સિરીઝ જોઈ રહ્યો છે, તો તેના મગજમાં આતંકવાદીઓ ‘હિંદુ’ છે અને તેમનું નામ ‘ભોલા’ અને ‘શંકર’ છે, એવું પ્રસ્થાપિત થશે. જોકે, વાસ્તવમાં તે ખોટું છે.

    આ સિવાય આ સિરીઝમાં આતંકીવાદીઓને દયાળુ પણ દર્શાવવામાં આવ્યા છે. સિરીઝમાં એવા દ્રશ્યો છે, જે દર્શાવી રહ્યા છે કે આતંકવાદીઓ બંધક બનાવેલા મુસાફરો માટે ખાવા-પીવાની વસ્તુઓની વ્યવસ્થા કરી રહ્યા છે. સિરીઝમાં ‘બર્ગર’ના પાત્રને ખૂબ ગ્લોરિફાઇ કરીને બતાવવામાં આવ્યું છે. આખી સિરીઝ એવી રીતે દર્શાવવામાં આવી છે કે, જોનારા પ્રેક્ષકને ઘટનાની ભયાનકતાનો ખ્યાલ જ ન આવી શકે.

    આ મામલે બીજેપી નેતા અમિત માલવિયાએ પણ પોસ્ટ કરી હતી. તેમણે કહ્યું કે “IC-814નું અપહરણ કરનારા ઘાતક આતંકવાદી હતા, જેમણે પોતાની મુસ્લિમ ઓળખ છુપાવવા માટે હિંદુ નામનો ઉપયોગ કર્યો હતો, પરંતુ ફિલ્મ નિર્માતા અનુભવ સિંહાએ તેના ગુનાહિત ઈરાદાઓને છુપાવવા તેમનું સાચું નામ દર્શાવ્યું નથી. શું પરિણામ આવશે? દાયકાઓ પછી, જ્યારે લોકો આ જોશે, ત્યારે તેઓ વિચારશે કે વિમાન હિંદુઓએ હાઇજેક કર્યું હતું.” તેમણે સમગ્ર મામલાને વામપંથી એજન્ડા ગણાવ્યો હતો.

    તેમણે સમગ્ર મામલાને વામપંથી એજન્ડા ગણાવતા કહ્યું હતું કે, “આ માત્ર વામપંથી એજન્ડા છે, જેથી પાકિસ્તાની આતંકવાદીઓના કુકર્મોને ધોઈ શકાય. આ સિનેમાની શક્તિ છે જેનો ઉપયોગ ડાબેરીઓ 70ના દાયકાથી કે તેના પહેલાંથી કરતા આવ્યા છે. આ માત્ર ભારતની સુરક્ષાને નબળી દર્શાવી તેના પર પ્રશ્નો ઊભા કરે છે, એટલુ જ નહીં પરંતુ તે રક્તપાત માટે જવાબદાર મઝહબને તમામ દોષથી મુક્ત પણ કરે છે.”

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં