Friday, October 11, 2024
More
    હોમપેજવગેરે...મનોરંજનગાયક જુબિન નૌટિયાલ તેના યુએસ કોન્સર્ટના આયોજક 30 વર્ષથી ફરાર ખાલિસ્તાની ગુનેગાર...

    ગાયક જુબિન નૌટિયાલ તેના યુએસ કોન્સર્ટના આયોજક 30 વર્ષથી ફરાર ખાલિસ્તાની ગુનેગાર હોવાનું બહાર આવ્યા પછી વિવાદમાં આવ્યો: સોશિયલ મીડિયામાં ભારે વિરોધ

    ખાલિસ્તાનીએ જુબીન નૌટિયાલને શોમાં આમંત્રણ આપ્યું, ISI એજન્ટના વખાણ: પોસ્ટર જોઈને ભારતીયો ગુસ્સે થયા, ગાયકની ધરપકડ કરવાની માંગ કરી

    - Advertisement -

    ભારતીય પ્લેબેક સિંગર જુબિન નૌટિયાલ સામે સોશિયલ મીડિયા યુઝર્સનો ગુસ્સો એ પછી પ્રકાશમાં આવ્યો કે ટેક્સાસના હ્યુસ્ટનમાં તેના સંગીત સમારોહના આયોજક કથિત રીતે એક ફરાર ગુનેગાર છે જે પ્રતિબંધિત ખાલિસ્તાની સંગઠન સાથે સંકળાયેલા હતા.

    એક ફેસબુક પોસ્ટ ઇન્ટરનેટ પર ફરી કરી રહી છે જેમાં રેહાન સિદ્દીકી નામનો ISI એજન્ટ 33 વર્ષીય ગાયકના વખાણ કરતો જોવા મળ્યો હતો. “મારો પ્રિય ગાયક હ્યુસ્ટન આવી રહ્યો છે. સારા શો માટે રાહ જોવી યોગ્ય છે. ચાલો તેનો સત્તાવાર રીતે શો સમય શરૂ કરીએ” પોસ્ટમાં એવું લખેલ છે.

    સિદ્દીકીએ વધુમાં ઉમેર્યું, “સરસ કામ જય સિંહ. તમારી અદ્ભુત રજૂઆતની આતુરતાથી રાહ જોઈ રહ્યા છીએ.” નૌટિયાલના કાર્યક્રમના આયોજક જય સિંહ છેલ્લા 30 વર્ષથી ભારતમાંથી ફરાર છે.

    - Advertisement -
    રેહાન સિદ્દીકીની ફેસબુક પોસ્ટનો સ્ક્રીનશોટ

    જાન્યુઆરી 2019 માં, ધ ક્વિન્ટે અહેવાલ આપ્યો હતો કે જય સિંહ ભારત છોડીને યુએસના કેલિફોર્નિયા રાજ્યના ફર્મોન્ટ શહેરમાં સ્થાયી થયો છે. તે ચંદીગઢ પોલીસ સ્ટેશનમાં ડ્રગની દાણચોરી અને વીડિયો પાઈરેસીના ગંભીર આરોપમાં વોન્ટેડ છે.

    તે પંજાબમાં પ્રતિબંધિત ખાલિસ્તાની સંગઠન સાથે સંકળાયેલો હતો અને ફર્મોન્ટથી શીખ અલગતાવાદી ચળવળને લોજિસ્ટિકલ સપોર્ટ પૂરો પાડતો હતો. તેના પર ગુરુદ્વારામાં નાણાંકીય છેતરપિંડી કરવાનો આરોપ છે, જ્યાં તે રોકાયો હતો.

    બીજી તરફ રેહાન સિદ્દીકી પાકિસ્તાની ISI એજન્ટ છે. જૂન 2020 માં, ગૃહ રાજ્ય મંત્રી જી કિશન રેડ્ડીએ માહિતી આપી હતી કે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે હ્યુસ્ટનમાં ભારતના કોન્સ્યુલેટ જનરલની ભલામણો પર સિદ્દીકી સહિત ત્રણ વ્યક્તિઓને બ્લેકલિસ્ટ કર્યા છે.

    જી કિશન રેડ્ડીના પ્રતિભાવનો સ્ક્રીનશોટ

    “વધુમાં, વોશિંગ્ટન ડીસીમાં ભારતીય દૂતાવાસ અને હ્યુસ્ટનમાં ભારતના કોન્સ્યુલેટ જનરલને પણ અગ્રણી પ્રભાવકો, સાંસ્કૃતિક સંસ્થાઓ અને ‘બોલીવુડ સંલગ્ન’ સ્થાનિક સંસ્થાઓ સાથે જોડાવા વિનંતી કરવામાં આવી છે જેથી તે સુનિશ્ચિત થાય કે, ભારતીય અભિનેતાઓ અને કલાકારોને યોગ્ય સંદેશ પહોંચાડવામાં આવે. જેથી તેઓ પોતાને આવા રાષ્ટ્રવિરોધી તત્વોથી અલગ કરી શકે,” તેમણે ઉમેર્યું.

    સોશિયલ મીડિયા પર આક્રોશને પગલે રેહાન સિદ્દીકીએ તેની ફેસબુક પોસ્ટ પાછી ખેંચી લીધી હતી. હ્યુસ્ટન ઇવેન્ટ, જ્યાં સિંગર જુબિન નૌટિયાલ આ વર્ષે 23 સપ્ટેમ્બરના રોજ પ્રદર્શન કરવાના હતા, તે કથિત રીતે ઓનલાઈન ટિકિટ વેચાણ માટે દૂર કરવામાં આવી છે. વિવાદ વચ્ચે, હેશટેગ ‘#ArrestJubinNautiyal’ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.

    જ્યારે પ્લેબેક સિંગરે આ વિષે હજી સુધી કોઈ નિવેદન આપ્યું નથી, 19 જુલાઈના રોજની એક ટ્વિટ હજી પણ તેના સત્તાવાર પૃષ્ઠ પર છે. જુબિન નૌટિયાલે યુએસએ અને કેનેડાના તેમના સંગીત પ્રવાસની જાહેરાત કરી હતી. તેણે કથિત ખાલિસ્તાની ઉગ્રવાદી જય સિંહનો ફોન નંબર પણ શેર કર્યો અને લોકોને ઘટના વિશે વધુ વિગતો માટે તેમનો સંપર્ક કરવા કહ્યું.

    વિવાદાસ્પદ ટ્વીટનું આર્કાઇવ વર્ઝન અહીં જોઈ શકાય છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં