Friday, January 24, 2025
More
    હોમપેજફેક્ટ-ચેકન જાતિઓ વચ્ચે વિવાદ, ન વરરાજાનો વિરોધ..છતાં ટાઇમ્સ ઑફ ઇન્ડિયાએ જુદા જ...

    ન જાતિઓ વચ્ચે વિવાદ, ન વરરાજાનો વિરોધ..છતાં ટાઇમ્સ ઑફ ઇન્ડિયાએ જુદા જ એન્ગલ સાથે છાપી માર્યા સમાચાર: રાજસ્થાનના ગામમાં લગ્ન દરમિયાન પોલીસ કેમ હાજર હતી?- વાંચો

    જે આશંકાઓ વ્યક્ત કરવામાં આવી રહી હતી તેનાથી વિપરીત ગુર્જર સમુદાયના લોકોએ વરરાજાને ઘોડી પરથી નીચે ઉતરવા દીધો ન હતો અને ફૂલહારથી તેનું સ્વાગત કર્યું હતું.

    - Advertisement -

    તાજેતરમાં જ એવા અહેવાલ સામે આવ્યા હતા કે રાજસ્થાનના અજમેરના લવેરા ગામમાં એક દલિત વરરાજાનો વરઘોડો પોલીસકર્મીઓની સુરક્ષા હેઠળ કાઢવામાં આવ્યો કારણ કે ગામના સવર્ણોએ કથિત રીતે વરરાજાનો ઘોડી પર બેસવાનો વિરોધ કર્યો હતો. રિપોર્ટ પ્રકાશિત કર્યો હતો ‘ટાઈમ્સ ઑફ ઇન્ડિયા’એ. જોકે પછીથી વાસ્તવિકતા બહાર આવી જે TOIના અહેવાલથી તદ્દન વિપરીત હતી.

    ટાઈમ્સ ઑફ ઇન્ડિયાના X હેન્ડલ પરથી પણ આ અહેવાલની વિગતો પોસ્ટ કરવામાં આવી હતી, જેમાં લખ્યું હતું કે, ‘ઉચ્ચ જાતિના લોકોના ઘોડેસવારીના વિરોધના કારણે દલિત વરરાજાનો વરઘોડો ભારે પોલીસ બંદોબસ્ત વચ્ચે કાઢવામાં આવ્યો.’

    જે વરરાજાની જાનને લઈને આ આખો મુદ્દો ઉભો થયો તેનું નામ વિજય રૈગર છે. તેનાં લગ્ન લવેરા ગામના નિવાસી નારાયણ ખોરવાલની પુત્રી અરુણા સાથે 21 જાન્યુઆરી, 2025ના રોજ થયાં હતાં. આ જાનની સાથે પોલીસ દળ તહેનાત હતું એ વાત સાચી, પરંતુ તે કોઈ જાતિગત કારણોસર નહોતું. જાન સાથે પોલીસકર્મીઓ તહેનાત હોવાનું કારણ 20 વર્ષ પહેલાંની એક ઘટના સાથે જોડાયેલું છે.

    - Advertisement -

    સામે આવ્યું હતું કે વર્ષ 2005માં જ્યારે નારાયણ ખોરવાલની બહેન સુનિતાનાં લગ્ન હતાં ત્યારે એવી એક ઘટના બની હતી જેના પગલે નારાયણે પોલીસને હમણાં બંદોબસ્ત આપવાની વિનંતી કરી હતી. જેથી ફરીથી એવી અનિચ્છનીય બનાવ ન બને. હકીકતે સુનિતાનાં લગ્ન ખારવાના રહેવાસી દિનેશ સાથે થયાં હતાં અને તે સમયે લવેરા ગામના લોકોએ જાન લઈને આવવા પર વિરોધ નોંધાવ્યો હતો.

    એ સમયે દિનેશને ઘોડી પર બેસવાથી રોકવામાં આવ્યા હતા તેથી પોલીસની જીપ તેમને લઈને લગ્ન મંડપ સુધી પહોંચી હતી. એ સમયે પણ લગ્નમાં પોલીસ પ્રશાસન હાજર હતું. ત્યારે 20 વર્ષ પહેલાં ઘટેલી આ ઘટનાના પગલે વિજયના લગ્નમાં પણ આવી ઘટના ફરીથી બનશે એવી આશંકાઓ વ્યક્ત કરવામાં આવી હતી. જેના પગલે અરુણાના પિતાએ પોલીસ પ્રશાસનને અપીલ કરી અને સુરક્ષા કારણોસર પોલીસ લગ્નમાં જાન સાથે ચાલતી રહી.

    જોકે પછીથી અરુણાના પિતાએ સ્પષ્ટતા આપી હતી કે તેમને જે ઘટનાની આશંકા હતી એવી કોઈ ઘટના બની નહીં. ઢોલવાળા સાથે જાન નાચતા-ગાતા ગામના અલગ-અલગ રસ્તાઓ પર થઈને લગ્ન મંડપ સુધી પહોંચી હતી અને લગ્ન શાંતિપૂર્વક રીતે પૂર્ણ થયાં હતાં.

    ગુર્જર સમુદાયના લોકોએ કર્યું હતું જાનનું સ્વાગત

    અહેવાલ અનુસાર લવેરા ગામની મોટાભાગની વસ્તી ગુર્જર સમુદાયની એટલે કે OBC સમુદાયના લોકોની છે. જે આશંકાઓ વ્યક્ત કરવામાં આવી રહી હતી તેનાથી વિપરીત ગુર્જર સમુદાયના લોકોએ વરરાજાને ઘોડી પરથી નીચે ઉતરવા દીધો ન હતો અને ફૂલહારથી તેનું સ્વાગત કર્યું હતું. આ સિવાય પંચ પટેલો અને ગુર્જર સમુદાયના ગ્રામજનો પણ અરુણા અને વિજયના લગ્ન સમારોહમાં સામેલ થયા હતા. નવવધુને પણ ઓબીસી સમાજના લોકોએ પોતાની દીકરીની જેમ જ વિદાય આપી હતી.  

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં