મથુરાના વૃંદાવનમાં બ્રજભૂમિને દારૂ મુક્ત બનાવવાની માંગ ફરી જોર પકડી રહી છે. આ જ ક્રમમાં હિંદુ કાર્યકર્તા અને ગૌરક્ષક દક્ષ ચૌધરીએ પણ અવાજ ઉઠાવ્યો હતો. હવે એવું જાણવા મળ્યું છે કે એક પોલીસ ફરિયાદ બાદ તેમની ધરપકડ કરી લેવામાં આવી છે.
કહેવાય રહ્યું છે કે સુનરખ તિરાહા ખાતે વાઇન શોપ બળજબરીથી બંધ કરાવવાની ફરિયાદ બાદ દક્ષની ધરપકડ કરવામાં આવી હતી. અન્ય હિંદુ કાર્યકર્તાઓ હવે તેની મુક્તિની માંગણી સાથે વિરોધ કરી રહ્યા છે.
હિંદુ સંગઠનો માંગ કરી રહ્યાં છે કે દક્ષ ચૌધરીએ કશું ખોટું કર્યું નથી અને તેમને શક્ય તેટલી વહેલી તકે મુક્ત કરવામાં આવે. સંગઠનોનું કહેવું છે કે હિંદુ કાર્યકર્તા માત્ર બ્રજભૂમિને માંસ-મદિરામુક્ત કરાવવા માટે દુકાનો બંધ કરાવી રહ્યા હતા.
વિડીયો વાયરલ અને દક્ષની ધરપકડ
અહેવાલો અનુસાર દુકાન બંધ કરાવવાનો એક વિડીયો વાયરલ થયા પછી સેલ્સમેન જીતેન્દ્રની ફરિયાદના આધારે દક્ષની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે દક્ષ ચૌધરી, અભિષેક ઠાકુર, શિબ્બો, કપિલ અને અક્કુ પંડિત સહિત 15 અજાણી વ્યક્તિઓ સામે કેસ નોંધ્યો છે.
FIR માં શું આરોપ છે?
સેલ્સમેન જિતેન્દ્ર કુમારે FIRમાં જણાવ્યું હતું કે, “17 નવેમ્બર, 2025ના રોજ રાત્રે લગભગ 8:30 વાગ્યે હું મારી દારૂની દુકાન પર હતો. મારા ત્રણ મિત્રો, દિનેશ, મુકેશ અને જસવીર મારી સાથે હતા. જ્યારે દક્ષ ચૌધરી, અભિષેક ઠાકુર, શિબ્બો, કપિલ અને અક્કુ પંડિત, દસથી પંદર આજની વ્યક્તિઓ સાથે, UP83 Y 9200 અને DL5CU 4512 નંબરનાં બે વાહનોમાં મારી દુકાન પર આવ્યા. આવીને તેમણે મારા મિત્રોને ગાળો આપીને ધમકી આપી અને દુકાનનું શટર બંધ કરીને બધાને અંદર બંધ કરી દીધા.”

તેમણે આગળ જણાવ્યું કે ખરીદી કરવા આવેલા ગ્રાહકો સાથે પણ ગાળાગાળી કરી, જાનથી મારી નાખવાની ધમકી આપી અને તેમને ભગાડી મૂક્યા. આ લોકોએ મારી પાસેની બીજી બે દુકાનો (દેશી દારૂ અને બિયરની) પણ ડરાવી-ધમકાવીને બળજબરી બંધ કરાવી દીધી અને ગ્રાહકોને ગાળો આપીને-ધમકાવીને ભગાડી મૂક્યા હતા.
દક્ષ પર એ પણ આરોપ છે કે ગુસ્સામાં આવીને તેમણે પોલીસ સાથે પણ બોલાચાલી કરી હતી. ધરપકડના સમાચાર મળતાં જ મોડી રાત્રે મોટી સંખ્યામાં સમર્થકો વૃંદાવન કોટવાલીએ પહોંચી ગયા અને શાંતિપૂર્ણ રીતે બ્રજભૂમિને માંસ-દારૂ મુક્ત કરવાની માંગ સાથે પ્રદર્શન કર્યું હતું.
સમર્થકો દક્ષને નિર્દોષ ગણાવીને કહી રહ્યા કે શટર બંધ કરાવવાનો તેમનો એકમાત્ર હેતુ પ્રેમાનંદ મહારાજ જે માર્ગે જાય છે તે માર્ગ પરની દારૂની દુકાન બંધ કરવાનો હતો. તેમનું કહેવું છે કે સનાતનવાદીઓને ખોટા આરોપોમાં ફસાવવામાં આવી રહ્યા છે.
સોશિયલ મીડિયા પર ધરપકડ કરાયેલા યુવાનોના સમર્થનમાં પોસ્ટ વાયરલ થઈ રહી છે અને તેમને છોડવાની માંગ તેજ બની છે. સૌને અપીલ કરવામાં આવી રહી છે કે તેઓ આ કાર્યવાહીનો વિરોધ કરે અને એકજૂટ થાય.
Breaking ?
— Voice of Hindus (@Warlock_Shubh) November 26, 2025
These innocent hindus are in judicial custody in Mathura, No one is supporting them on ground level, neither UP Police nor UP govt, Their only hope is us, so hindus it's time to raise the voice for them!
Tag @myogiadityanath & request him to release our brothers ?? pic.twitter.com/WeRG7dBZCy
ધરપકડ બાદ પોલીસે એક નિવેદન જારી કરીને કહ્યું, “17 નવેમ્બર 2025ના રોજ એક ઘટના બની, જેમાં અમુક વ્યક્તિઓએ બળજબરીથી એક શરાબની દુકાન બંધ કરાવી હતી. તેમની વિરુદ્ધ વૃંદાવન પોલીસ મથકમાં અમુક સામે નામજોગ અને 10-15 અજ્ઞાત વ્યક્તિઓ વિરુદ્ધ FIR દાખલ કરવામાં આવી. તેમાંથી પાંચ વ્યક્તિઓની ધરપકડ કરી લેવામાં આવી છે. મામલામાં આગળની કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીના નિવેદન પછી આ શરૂ થઈ ઝુંબેશ
17 નવેમ્બર, 2025ના રોજ યોજાયેલી સનાતન સભામાં બાગેશ્વર ધામના મુખ્ય પૂજારી ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ જણાવ્યું હતું કે બ્રજભૂમિની પવિત્રતા જાળવવા માટે દારૂની દુકાનો દૂર કરવી જોઈએ. આ અપીલને પગલે ઘણા યુવાનોએ વિસ્તારમાં દારૂના વેચાણનો વિરોધ શરૂ કર્યો અને ત્યારબાદ વાઇન શોપ બંધ કરી દેવામાં આવી હતી.
યુવાનોએ દાવો કર્યો હતો કે આ વિરોધ વ્યક્તિગત લાભ કે નુકસાન માટે નહીં, પરંતુ શ્રદ્ધા, સંસ્કૃતિ અને સમાજના રક્ષણ માટે હતો. ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા પછી પોલીસે સેલ્સમેન જીતેન્દ્ર દ્વારા દાખલ કરાયેલી ફરિયાદના આધારે દક્ષ ચૌધરી, અભિષેક ઠાકુર, શિબ્બો, કપિલ, અક્કુ પંડિત અને 15 વ્યક્તિઓ સામે ફરિયાદ દાખલ કરી હતી.
શિબ્બો અને કપિલની પહેલાથી જ ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ પોલીસે ઋષિકેશથી દક્ષ ચૌધરી, યુધિષ્ઠિર, અમિત, અભિષેક અને દુર્યોધનની ધરપકડ કરી હતી.
સમર્થકોએ કહ્યું, ‘આ લૂંટ નહીં, સંસ્કૃતિનું રક્ષણ’
વિરોધ પ્રદર્શનમાં હાજર રહેલા જગ્ગા કર્મયોગીએ કહ્યું, “આ યુવાનોએ કોઈ ચોરી કે હિંસા કરી નથી. તેમણે ફક્ત બ્રજભૂમિને દારૂ મુક્ત કરવાની માંગ કરી હતી. ભાવનામાં આવીને શટર પાડવા એ ગુનો નથી, પરંતુ સમાજ અને ધર્મના ભલા માટે લેવાયેલું પગલું છે.”
તેમણે વધુમાં જણાવ્યું હતું કે સંતો અને ધાર્મિક નેતાઓએ આગળ આવીને આ ચળવળને સમર્થન આપવું જોઈએ, કારણ કે બ્રજભૂમિ ભક્તિ, સંસ્કૃતિ અને ધાર્મિકતાનું કેન્દ્ર છે, દારૂ બજાર નહીં.
પ્રદર્શનકારીઓનું કહેવું છે કે જો બ્રજભૂમિને ધાર્મિક ધરોહર માનવામાં આવતી હોય તો અહીં દારૂ અને માંસની દુકાનોને પરવાનગી આપવી વિરોધાભાસી છે. લોકોની માંગ છે કે શાસન-પ્રશાસન સ્થાનિક ભાવનાઓનું સન્માન કરે અને વૃંદાવન સહિત સમગ્ર બ્રજ વિસ્તારને સંપૂર્ણ રીતે દારૂ-મુક્ત જાહેર કરવામાં આવે.


