Wednesday, December 4, 2024
More
    હોમપેજદેશમણિપુરમાં ફરી હિંસા: મૈતેઈ મહિલાઓ-બાળકોના અપહરણ બાદ મૃતદેહો મળી આવતાં રોષ, મંત્રીઓ-ધારાસભ્યોના...

    મણિપુરમાં ફરી હિંસા: મૈતેઈ મહિલાઓ-બાળકોના અપહરણ બાદ મૃતદેહો મળી આવતાં રોષ, મંત્રીઓ-ધારાસભ્યોના ઘર પર હુમલા, ઈન્ટરનેટ સ્થગિત

    હિંસા પાછળનું મુખ્ય કારણ શરણાર્થી શિબિરમાંથી ગાયબ થયેલા મૈતેઈ લોકોની હત્યા છે. કુકી ઉગ્રવાદીઓ દ્વારા કરવામાં આવેલા આ હત્યાકાંડમાં બાળકો અને મહિલાઓને ક્રૂર રીતે મારીને નદી કિનારે ફેંકી દેવામાં આવ્યાં હતાં.

    - Advertisement -

    ઉત્તર-પૂર્વીય રાજ્ય મણિપુરમાં ફરી એક વખત હિંસા ફાટી નીકળી છે. થોડા દિવસો પહેલાં રાહત શિબિરમાંથી લાપતા થયેલા અમુક લોકો મૃત અવસ્થામાં મળી આવતાં આક્રોશ ફેલાયો છે. આ તમામ મૈતેઈ સમુદાયના હતા અને મહિલા અને બાળકો હતાં. મણિપુરમાં ફરી હિંસાની શરૂઆત આ ઘટના બાદ જ થઈ. પ્રદર્શનકરીઓમાં રોષની આગ ભભૂકી ઉઠી અને તેમણે મુખ્યમંત્રી એન બિરેન સિંઘના જમાઈ સહિત ત્રણ મંત્રીઓ અને કેટલાક ધારાસભ્યોના ઘર પર હુમલો કરી દીધો. હાલ સુરક્ષાદળોએ મોરચો સાંભળી રાખ્યો છે અને સતત પરિસ્થિતિ કાબૂમાં લેવા પ્રયાસ થઈ રહ્યા છે. રાજ્યના 7 જિલ્લામાં હાલ ઈન્ટરનેટ સેવા બંધ કરવાના આદેશ આપવામાં આવ્યા છે.

    પ્રાપ્ત માહિતી અનુસાર, હિંસા પાછળનું મુખ્ય કારણ શરણાર્થી શિબિરમાંથી ગાયબ થયેલા મૈતેઈ લોકોની હત્યા છે. કુકી ઉગ્રવાદીઓ દ્વારા કરવામાં આવેલા આ હત્યાકાંડમાં બાળકો અને મહિલાઓને ક્રૂર રીતે મારીને નદી કિનારે ફેંકી દેવામાં આવ્યાં હતાં. મૃતકો સોમવારથી જ રિલીફ કેમ્પમાંથી ગાયબ થઈ ગય હતા. બોકેબારાથી તેમનું અપહરણ કરવામાં આવ્યું હતું. આ જ ઘટનાક્રમમાં જિરીબામ જિલ્લામાંથી નદી કિનારેથી ત્રણ બાળકો સહિત છ લોકોના મૃતદેહો મળી આવ્યા હતા.

    નદી કિનારેથી મળ્યા મૃતદેહો, સાત જિલ્લામાં ઈન્ટરનેટ બંધ

    NDTVના રિપોર્ટ અનુસાર, મણિપુર-આસામ બોર્ડર નજીક બારાક નદીના કાંઠેથી જે ત્રણ મૃતદેહો મળ્યા તેમાં બે બાળકો રિલીફ કેમ્પમાંથી ગાયબ થયા તે પૈકીના હતા. આ ઘટનાક્રમથી ફરી એક વાર હિંસા ફાટી નીકળી. પ્રદર્શનકારીઓએ મુખ્યમંત્રીના ઘરને ઘેરવાનો પ્રયાસ કર્યો. આટલું જ નહીં, સરકારના મંત્રીઓ અને ધારાસભ્યોના આવાસને પણ નિશાન બનાવ્યાં. આ હિંસામાં મુખ્યમંત્રીના જમાઈ અને ધારાસભ્યના ઘર પર પણ હુમલો કરવામાં આવ્યો અને આગચંપી કરવામાં આવી. પ્રદર્શનકારીઓએ સ્વાસ્થ્યમંત્રી અને પરિવાર કલ્યાણ મંત્રી સાપમ રંજન, ખપત અને સાર્વજનિક વિતરણમંત્રી સુસિંદ્રો સિંઘ, શહેર વિકાસ મંત્રી વાય ખેમચંદના આવાસને પણ નિશાન બનાવ્યા.

    - Advertisement -

    આ આખી ઘટના બાદ સ્થિતિ કાબૂમાં લેવા માટે સુરક્ષાદળોએ મોરચો સંભાળ્યો છે. મણિપુર રાજ્ય સરકારે ઇમ્ફાલ ઇસ્ટ, વિષ્ણુપુર, કાકચીંગ, ચુરાચાંદપુર, ઇમ્ફાલ વેસ્ટ, થૌબલ અને કાંગકોકપી એમ 7 જિલ્લામાં ઈન્ટરનેટ સેવા સ્થગિત કરી દેવામાં આવી છે. દેખાવ કરી રહેલા લોકોની માંગ છે કે કુકી ઉગ્રવાદીઓ દ્વારા કરવામાં આવેલા હત્યાકાંડ પર આકરા પગલા લેવામાં આવે અને જવાબદાર લોકો વિરુદ્ધ કાર્યવાહી કરીને તેમને ન્યાય આપવામાં આવે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં