Wednesday, April 17, 2024
More
  હોમપેજન્યૂઝ રિપોર્ટ'વલ્ગર કોમેડી' અને આતંકવાદ ઉપર ઘેરાયો મુનવ્વર ફારૂકી ; હિંદુ દેવી દેવતાઓની...

  ‘વલ્ગર કોમેડી’ અને આતંકવાદ ઉપર ઘેરાયો મુનવ્વર ફારૂકી ; હિંદુ દેવી દેવતાઓની ઠેકડી ઉડાવનારો કથિત કોમેડિયન બોલ્યો ‘ઓકાત બનાવી લઈશું’

  સુનીલ પાલે શો લોકપના પ્રીમિયરમાં ભાગ લીધો હતો અને ફારૂકીની તુલના આતંકવાદી સાથે કરી હતી.

  - Advertisement -

  લોકપ વિજેતા મુનવ્વર ફારૂકીએ કોમેડિયન સુનીલ પાલ દ્વારા કરવામાં આવેલા કટાક્ષનો જવાબ આપ્યો છે. સુનીલ પાલે શો લોકપના પ્રીમિયરમાં ભાગ લીધો હતો અને ફારૂકીની તુલના આતંકવાદી સાથે કરી હતી, જણાવી દઈએ કે હિન્દુઓની ભાવનાને ઠેસ પહોંચાડવાના આરોપમાં જેલમાં ગયા બાદ વલ્ગર કોમેડિયન મુનવ્વર ફારૂકીએ ઘણાં લાંબા સમયથી ગાળો ખાધી હતી.

  ત્યાજ મંગળવારે (10 મે 2022)ના રોજ એક ઈન્સ્ટાગ્રામ લાઇવ દરમ્યાન જયારે કથિત કોમેડિયન ફરુકીને પૂછવામાં આવ્યું કે સુનીલ પાલે તેની કોમેડીને ‘વલ્ગર’ કહી છે, ત્યારે એને જવાબમાં કહ્યું કે “તેને સમજાઈ નથી રહ્યું કે ધ ગ્રેટ ઇન્ડીયન લાફ્ટર ચેલેન્જના દિગ્ગજ પાલ જે હવે સુર્ખીઓથી ગાયબ થઇ ગયા છે, તે એટલા વ્યક્તિગત હમલા કેમ કરી રહ્યા છે?”

  ફારૂકીએ આગળ કહ્યું હતું કે “સુનીલ પાલભાઈ પર તૂટી પડ્યા હતા, બંધ જ નહોતા થઇ રહ્યા,શું ભડક્યા હતા મારા ઉપર, સુનીલ ભાઈ મે તમારું શું બગડ્યું છે યાર?

  - Advertisement -

  એક મીડિયા રીપોર્ટ અનુસાર ફારૂકીએ પોતાની પ્રતિક્રિયામાં આગળ જણાવ્યું હતું કે, “હું કોમેડીનું એટલુ જ સન્માન અને પ્રેમ કરું છું જેટલું તમે કરો છો, એમ ના કહો કે મારા લીધે કોમેડી ખતરામાં છે. તમને તમારો પક્ષ મુકવાનો અધિકાર છે. આપણે બધા મળીને કોમેડીને બચાવી શકીએ છીએ. તમારી રીત અલગ છે અને મારી રીત અલગ છે. તમે જયારે મંચ ઉપર આવ્યા ત્યારે તમને લાગ્યું હશે કે હું તમારો અનાદર કરી રહ્યો છું, પણ મે તેવું નહોતું કર્યું. અને કદાચ આપને એમ લાગ્યું કે મે આપનો અનાદર કર્યો તો મારું તાત્પર્ય તે નહોતું, તમે કહ્યું કે ઓકાત નથી મારી, તો ઓકાત બનાવી લઈશ”

  જણાવી દઈએ કે સુનીલ પાલે આ પહેલા એઆઈબીના પૂર્વ સહ-સંસ્થાપક તન્મય ભટના વિરુધમાં મોરચો માંડ્યો હતો. પાલ તેના ઉપર બિભીત્સ ગાળોને લઈને ભડક્યા હતા, તો બીજીતરફ પાલે પોતાની ફિલ્મોમાં ગાળો બોલવા બદલ મનોજ બાજપાઈને પણ ‘બદતમીજ’ કહ્યા હતા.

  નોંધનીય છે કે મુનવ્વર ફારૂકીએ પાયલ રોહતગીને પછાડીને લોકપની પ્રથમ સીઝન જીતી લીધી હતી, જેને કંગના રણોતે હોસ્ટ અને એકતા કપૂરે પ્રોડ્યુસ કરી હતી. શો બાદ પત્રકાર પરીષદમાં કંગના સાથે તેના સમીકરણ પર સવાલ પૂછતાં ફારૂકીએ કહ્યું હતું કે “મને લાગે છે કે આ એક લોકતાંત્રિક દેશમાં રહેવાની સુંદરતા છે, આપ અલગ અલગ માન્યતાઓથી આવતા હોવ, તે છતાં તમે એક સાથે કામ કરી શકો છો. હા મને ઘણાં લોકોએ આ શો કરવા બાબતે સવાલ ઉઠાવ્યા હતા, પણ મને ખબર હતી કે પ્રસંશકોથી જોડાવવા માટે આ માત્ર એક કડી છે, અને તે જોડવામાં હું સફળ થયો છું.

  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં