મધ્ય પ્રદેશના જબલપુરમાં એક 42 વર્ષના મોહમ્મદ ઇસ્લામે પાડોશમાં રહેતી માત્ર 5 વર્ષની બાળકીનો બળાત્કાર કર્યો હોવાની ફરિયાદ થયા બાદ તેની ધરપકડ કરી લેવામાં આવી છે. અહીં પીડિતા આરોપીની દીકરીની બેનપણી હતી. આરોપી મહોમ્મદ ઇસ્લામે બાળકીને 5 રૂપિયાની લાલચ આપીને તેની આબરૂ લૂંટી હોવાની ફરિયાદ બાળકીની માતાએ દાખલ કરાવી છે. હાલ પોલીસે આરોપીને ઝડપીને કાર્યવાહી શરૂ કરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, આ ઘટના જબલપુરના હનુમાન તાલ પોલીસ સ્ટેશનની હદની છે. ઘટના ગત 15 જાન્યુઆરીના રોજ ઘટી હતી, જ્યારે ફરિયાદ 16 જન્યુઆરીએ દાખલ કરવામાં આવી. ફરિયાદમાં જણાવ્યા અનુસાર બાળકી ઘરની બહાર રમી રહી હતી અને તેની બેનપણીને બોલાવવા આરોપીના ઘરે ગઈ હતી. આ દરમિયાન એકલતાનો લાભ લઈને આરોપી મહોમ્મદ ઇસ્લામે બાળકીનાં કપડાં ઉતારીને તેની સાથે રેપ કર્યો હતો.
5 રૂપિયા આપવાના બહાને દેહ ચૂંથ્યો
બાળકીની માતાના જણાવ્યા અનુસાર બાળકી જ્યારે તેની બેનપણીને બોલાવવા ગઈ ત્યારે તે ત્યાં હાજર નહોતી. આથી બાળકી પરત આવી રહી હતી, આ દરમિયાન તેના અબ્બુ મહોમ્મદ ઇસ્લામે તેને કહ્યું હતું કે તે થોડીવાર રમકડાથી રમે અને ત્યાં સુધીમાં તેની બેનપણી આવી જશે. બાળકી તેના ઘરમાં જ બેસીને રમકડાં રમવા લાગી હતી. આ દરમિયાન ઇસ્લાએ તેને 5 રૂપિયા આપવાના બહાને પોતાની પાસે બોલાવીને સોફા પર સુવડાવી દીધી હોવાનું બાળકીની અમ્મીએ જણાવ્યું હતું.
ઘટના બાદ બાળકી ભાગીને ઘરે આવી ગઈ હતી અને સમગ્ર હકીકત પોતાની અમ્મીને જણાવી હતી. બાળકીએ કહેલી વાત સાંભળીને આખો પરિવાર ડઘાઈ ગયો હતો. પરિવારે બાળકીને પોલીસ સ્ટેશન લઈ જઈને મહોમ્મદ ઇસ્લામ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. આ દરમિયાન પોલીસે પણ ઘટનાની ગંભીરતા ધ્યાને લઈને આરોપીની ધરપકડ કરી લીધી છે.
જેને ‘નાનુ’ કહેતી તેણે મોઢામાં ડૂચો માર્યો અને…
ફરિયાદમાં જણાવ્યા અનુસાર આરોપી મહોમ્મદ ઈસ્લામને બાળકી નાનુ કહીને બોલાવતી હતી. તે પીડિતાના પરિવારથી ખૂબ જ પરિચિત હતો અને પરિવાર તેના પર ભરોસો પણ કરતો. જોકે જે બાળકી નાનુ કહેતી આરોપીએ એને જ પીંખી નાંખી હતી. રેપનો ભોગ બન્યા બાદ બાળકીએ ઘરે આવીને જણાવ્યું હતું કે નાનુએ મોઢામાં ડૂચો મારીને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. ફરિયાદ મળતાની સાથે જ મહિલા પોલીસ અધિકરી SI સંગીતા ચૌધરીએ તપાસ આદરી છે.
હાલ પોલીસે મહોમ્મદ ઇસ્લામની ધરપકડ કરીને તેના વિરુદ્ધ પોક્સો સહિતની કલમો હેઠળ કાર્યવાહી શરૂ કરી છે. બીજી તરફ બાળકીને મેડિકલ તપાસ અને સારવાર માટે હોસ્પિટલ ખસેડી દેવામાં આવી હતી. નોંધનીય છે કે આરોપી મહોમ્મદ ઇસ્લામ કચરાની ગાડી ચલાવે છે. હાલ પોલીસે તેને ન્યાયિક કસ્ટડીમાં મોકલી આપ્યો છે અને આગળની કાર્યવાહી ચાલુ છે.