Saturday, July 27, 2024
More
    હોમપેજરાજકારણ'1-2 કરોડ મુસ્લિમો કોમ માટે મરી જાય તો વાંધો નથી': UPના રાજ્યપાલ...

    ‘1-2 કરોડ મુસ્લિમો કોમ માટે મરી જાય તો વાંધો નથી’: UPના રાજ્યપાલ રહી ચૂકેલા કોંગ્રેસ નેતાએ ‘તલવારથી લડવાની’ જાહેરાત કરી, કહ્યું- ‘જય ગંગા મૈયા કહેવું શરમજનક’

    કોંગ્રેસ હિંદુત્વના એજન્ડા પર ચાલી રહી છે, જે યોગ્ય નથી. તેમણે નર્મદા નદીના પૂજન માટે પ્રિયંકા ગાંધી પર પણ નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું, “આજે કોંગ્રેસના કેટલાક લોકો હિંદુત્વ, યાત્રા, જય ગંગા મૈયા, જય નર્મદા મૈયાની વાત કરે છે. તે શરમજનક બાબત છે. મને કોઈ ડર નથી, મને પાર્ટીમાંથી કાઢી નાખો."

    - Advertisement -

    કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ ગવર્નર અઝીઝ કુરેશીએ ઝેર ઓકીને પોતાની ઈસ્લામિક કટ્ટરવાદી વિચારસરણીનો પર્દાફાશ કર્યો છે. તેમણે કહ્યું કે કોંગ્રેસ કાર્યાલયમાં મૂર્તિઓ સ્થાપિત કરવી અને હિંદુત્વની વાત કરવી એ ડૂબી મરવા જેવી વાત છે. આ સાથે તેમણે ‘ગંગા મૈયા કી જય’ ના નારાને પણ વાંધાજનક ગણાવ્યો હતો. તેમણે ધમકી આપી હતી કે જો કોંગ્રેસ પાર્ટી તેમને આ બધું કહેવા માટે હાંકી કાઢશે તો તેમને કોઈ વાંધો નથી. તેઓએ તો ત્યાં સુધી કહી દીધું કે, “કોમ માટે 1-2 કરોડ મુસ્લિમો મરી જાય તો પણ વાંધો નથી.” આ નિવેદન આપનાર કોંગ્રેસ નેતા અઝીઝ કુરેશી ઉત્તર પ્રદેશ સિવાય તેઓ ઉત્તરાખંડ અને મિઝોરમના રાજ્યપાલ પણ રહી ચૂક્યા છે.

    સાથે જ તેમણે ઉશ્કેરણીજનક નિવેદન આપતા કહ્યું કે “22 કરોડ મુસ્લિમો બંગડીઓ નથી પહેરતા, તેમાંથી 1-2 કરોડ મરી જાય તો કોઈ ફરક નથી પડતો.” અઝીઝ કુરેશી ‘મધ્ય પ્રદેશ ઉર્દૂ એકેડમી’ના પ્રમુખ પણ રહી ચૂક્યા છે. 1973માં તેમને મધ્યપ્રદેશની કોંગ્રેસ સરકારમાં મંત્રી પણ બનાવવામાં આવ્યા હતા. 1984માં તેઓ રાજ્યના સતના લોકસભા મતવિસ્તારમાંથી સંસદ સભ્ય તરીકે ચૂંટાયા હતા. તેમનો પરિવાર આરબ-પઠાણ જાતિનો છે અને ભોપાલથી આવે છે. તે મોટાભાગે ઉર્દૂ બોલતો રહ્યો છે.

    આટલા મોટા હોદ્દા પર બિરાજમાન હોવા છતાં હવે તે ખુલ્લેઆમ પોતાની હિંદુ વિરોધી વિચારધારાનું પ્રદર્શન કરી રહ્યા છે. વિદિશાના લાતેરીમાં આયોજિત કાર્યક્રમમાં એક પછી એક ઝેર ફૂંકતા તેમણે કહ્યું કે કોંગ્રેસ હિંદુત્વના એજન્ડા પર ચાલી રહી છે, જે યોગ્ય નથી. તેમણે નર્મદા નદીના પૂજન માટે પ્રિયંકા ગાંધી પર પણ નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું, “આજે કોંગ્રેસના કેટલાક લોકો હિંદુત્વ, યાત્રા, જય ગંગા મૈયા, જય નર્મદા મૈયાની વાત કરે છે. તે શરમજનક બાબત છે. મને કોઈ ડર નથી, મને પાર્ટીમાંથી કાઢી નાખો.”

    - Advertisement -

    તેમણે વધુમાં કહ્યું કે “નેહરુના વારસદારો, કોંગ્રેસના લોકો આજે ધાર્મિક સરઘસ કાઢે છે, જય બોલે છે, ‘હું ગૌરવ સાથે હિંદુ છું’ બોલે છે. જે શરમજનક છે.” અઝીઝ કુરેશીના મતે કોંગ્રેસ કાર્યાલયમાં મૂર્તિઓ મૂકવી એ ડૂબી મરવા જેવી વાત છે. તેમણે પૂછ્યું કે “જ્યારે તમે પોલીસ-આર્મી-નેવીમાં મુસ્લિમોને લેતા નથી, તો પછી મુસ્લિમો તમને વોટ કેમ આપે?” તેણે કહ્યું કે, “એક મર્યાદા સુધી સહન કરશે, પરંતુ જો પાણી માથા પરથી જશે તો અમે (મુસ્લિમોએ) હાથમાં બંગડીઓ નથી પહેરી.”

    22 કરોડમાંથી 1-2 કરોડ ઇસ્લામ માટે શહીદ થાય તો વાંધો નથી

    અઝીઝ કુરેશી અહીંથી અટક્યા ન હતા. વધુ ઉશ્કેરણીજનક નિવેદનો આપતાં તેમણે કહ્યું કે, “જો 22 કરોડમાંથી 1 કરોડ લોકો કોમ માટે શહીદ થાય, કોમનું ઋણ ચૂકવવા, કોમના અધિકારો સ્થાપિત કરવા – તો કોઈ વાંધો નથી. તેમના અતિરેકને એક હદ સુધી સહન કરીશું. તેમની (મુસ્લિમોની) મસ્જિદો, ઘર અને દુકાનો સળગાવી દો, તેમના બાળકોને અનાથ બનાવો, અમારી બહેનોની બંગડીઓ તોડો. એક મર્યાદા સુધી સહન કરાશે, પરંતુ જો પાણી માથા પરથી જશે તો તલવાર બહાર આવશે અને તલવારથી લડાઈ થશે.”

    તેમણે કેન્દ્ર સરકાર પર પણ પ્રહારો કર્યા હતા. અઝીઝ કુરૈશીએ કહ્યું કે આ દેશમાં પહેલા ક્યારેય એવું નથી બન્યું કે લોકો વડાપ્રધાન અને કેન્દ્રીય ગૃહમંત્રીના શબ્દોથી ડરે. તેમણે એમ પણ કહ્યું કે ભારતમાં મુસ્લિમો મૃત્યુના પડછાયા હેઠળ જીવી રહ્યા છે. તેણે બુલડોઝર કાર્યવાહી અને એન્કાઉન્ટરમાં ગુનેગારોના મોતને પણ નિશાન બનાવ્યું હતું. તેમણે કહ્યું કે તેઓ એવું નથી કહી રહ્યા કે આ બધું મુસ્લિમો પર થઈ રહ્યું છે, પરંતુ કાર્યવાહીનું પ્રમાણ દર્શાવે છે કે તે મુસ્લિમ વિરોધી છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં