હોમપેજદેશસુહેલે કલાવા બાંધીને ઓળખ છુપાવી, ઈરમે રાખ્યું હતું ‘મહક’ નામ: ભારતમાં કઈ...

સુહેલે કલાવા બાંધીને ઓળખ છુપાવી, ઈરમે રાખ્યું હતું ‘મહક’ નામ: ભારતમાં કઈ રીતે ખેલાય છે જાસૂસીનો ખેલ; વામપંથી ગેંગ માત્ર હિંદુઓને બદનામ કરવામાં વ્યસ્ત

ગાઝિયાબાદનું આ નેટવર્ક ખુલ્લું પડ્યા બાદ હવે એવા લોકોની મૌન ભૂમિકા પર સવાલો ઉઠી રહ્યા છે જેઓ સામાન્ય રીતે હિંદુ નામ જોતાં જ આક્રમક પ્રતિક્રિયા આપતા હોય છે. જ્યારે કોઈ એકાદ નામને આધારે આખી ચર્ચાનો પ્રવાહ બદલી નાખનારાં તત્વો આ સંગઠિત કાવતરા પર મૌન સેવી રહ્યાં છે ત્યારે સ્પષ્ટ થાય છે કે સમસ્યા વાસ્તવમાં પૂર્વગ્રહયુક્ત દૃષ્ટિકોણની છે

- Advertisement -

ગાઝિયાબાદના કૌશાંબી અને સાહિબાબાદમાંથી ઝડપાયેલું જાસૂસી નેટવર્ક માત્ર સુરક્ષા એજન્સીઓની સફળતા નથી પરંતુ તે ચોક્કસ ઉદ્દેશ્ય સાથે ઘડવામાં આવતા ‘નેરેટિવ’ પર પણ સીધો પ્રહાર છે. આ ઘટના સાબિત કરે છે કે સત્ય હંમેશા અનેક સ્તરમાં છુપાયેલું હોય છે અને તેને કેવી રીતે તોડી-મરોડીને રજૂ કરવામાં આવે છે. પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISI સાથે સીધું કનેક્શન ધરાવતી આ ગેંગની સૌથી આઘાતજનક બાબત એ હતી કે આ તમામ જાસૂસો હિંદુ નામ અને ઓળખ ધારણ કરીને ભારત વિરુદ્ધ ષડયંત્ર રચી રહ્યા હતા.

ઓળખ છુપાવવા માટે આ જાસૂસોએ વેશપલટો કર્યો હતો. જેમાં સરફરાઝ ‘જોરા સિંહ’, શહઝાદ ‘ભટ્ટી’ અને વકાર ‘વિક્કી જટ’ બનીને રહેતા હતા. તેવી જ રીતે કૌશાંબીથી પકડાયેલા સુહેલે પોતાનું નામ ‘રોમિયો’, નૌશાદે ‘લાલુ’, સમીરે ‘શૂટર’ અને સાને ઈરમ નામની મહિલાએ પોતાની ઓળખ ‘મહેક’ તરીકે પ્રસ્થાપિત કરી હતી. આ કિસ્સો રાષ્ટ્રીય સુરક્ષા સામે ઉભા થતા છૂપા જોખમો અને ઓળખ બદલીને કરવામાં આવતી છેતરપિંડી તરફ ગંભીર ઈશારો કરે છે.

આ ષડયંત્ર માત્ર નામ બદલવા પૂરતું સીમિત નહોતું, પરંતુ ધાર્મિક પ્રતીકોનો દુરુપયોગ કરીને ઊંડો વિશ્વાસ કેળવવાની એક જાણીજોઈને રચવામાં આવેલી ચાલ હતી. સુહેલ નાડાછડી બાંધતો, ગળામાં રુદ્રાક્ષ પહેરતો અને કપાળમાં તિલક લગાવીને ફરતો હતો, જ્યારે નૌશાદ અને સમીરે પણ આવી જ હિંદુ ઓળખ ધારણ કરી હતી. આ પાછળનો હેતુ હિંદુ બનીને લોકોનો ભરોસો જીતવાનો અને ત્યારબાદ તેમની પાસે જ જાસૂસી કરાવવાનો હતો, કારણ કે આ ગેંગમાં ગણેશ અને મીરા જેવાં સ્થાનિક નામો પણ સામે આવ્યાં છે. આ બાબત દર્શાવે છે કે કેવી રીતે ધાર્મિક ઓળખને ઢાલ બનાવીને દેશ વિરુદ્ધ ગંભીર કાવતરું રચવામાં આવી રહ્યું હતું.

- Advertisement -

ગાઝિયાબાદનું આ નેટવર્ક ખુલ્લું પડ્યા બાદ હવે એવા લોકોની મૌન ભૂમિકા પર સવાલો ઉઠી રહ્યા છે જેઓ સામાન્ય રીતે હિંદુ નામ જોતાં જ આક્રમક પ્રતિક્રિયા આપતા હોય છે. જ્યારે કોઈ એકાદ નામને આધારે આખી ચર્ચાનો પ્રવાહ બદલી નાખનારાં તત્વો આ સંગઠિત કાવતરા પર મૌન સેવી રહ્યાં છે ત્યારે સ્પષ્ટ થાય છે કે સમસ્યા વાસ્તવમાં પૂર્વગ્રહયુક્ત દૃષ્ટિકોણની છે. આ કિસ્સામાં ન તો કોઈ મઝહબના આધારે હેડલાઇન્સ બની, ન તો કોઈ ચોક્કસ સમુદાયને નિશાન બનાવવામાં આવ્યો કે ન તો દેશહિતમાં કઠોર પ્રશ્નો પૂછાયા, જે વર્તમાન સમયમાં નરેટિવ સેટ કરવાની માનસિકતાનો પર્દાફાશ કરે છે.

રાજસ્થાનના કિસ્સામાં પણ આવી જ પેટર્ન જોવા મળી હતી, જ્યાં એરફોર્સમાં કામ કરતા ખાનગી કર્મચારી સુમિત કુમારની જાસૂસીના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી. અહેવાલો મુજબ પાકિસ્તાની હેન્ડલર્સ દ્વારા તેનું બ્રેઈનવોશ કરવામાં આવ્યું હતું અને તેની પસંદગી ખાસ એટલા માટે કરવામાં આવી હતી કારણ કે તે હિંદુ હતો. ષડયંત્ર એ હતું કે સત્સંગ અને ધાર્મિક કાર્યક્રમોના બહાને અન્ય હિંદુઓનું પણ બ્રેઈનવોશ કરી શકાય. આમ, અહીં પણ હિંદુ ઓળખનો ઉપયોગ એક હથિયાર તરીકે કરીને રાષ્ટ્રીય સુરક્ષા સામે મોટું જોખમ ઊભું કરવાનું કાવતરું રચવામાં આવ્યું હતું.

જોકે જેવું સુમિત કુમારનું નામ સામે આવ્યું કે તરત જ મીડિયા અને સોશિયલ મીડિયા પર સક્રિય ચોક્કસ વિચારધારા ધરાવતાં સોશિયલ મીડિયા ખાતાંએ કોઈ પણ પ્રકારની તપાસ કે વાસ્તવિકતા જાણ્યા વગર ‘હિંદુ નીકળ્યો પાકિસ્તાની જાસૂસ’ જેવી હેડલાઈન્સ બનાવવાનું શરૂ કરી દીધું. સત્ય તપાસવાને બદલે અથવા તેની પાછળ કોનો હાથ છે તે જાણવાને બદલે માત્ર નામનો સહારો લઈને સમગ્ર હિંદુ સમાજને બદનામ કરવાનો ‘નેરેટિવ’ સેટ કરવામાં આવ્યો. આ બાબત સ્પષ્ટ કરે છે કે કેવી રીતે પસંદગીના કિસ્સાઓનો ઉપયોગ કરીને સત્યને મરોડવામાં આવે છે.

આ બંને કિસ્સાઓને સાથે રાખીને જોવામાં આવે તો સ્પષ્ટપણે બેવડું વલણ સામે આવે છે. જ્યારે ગાઝિયાબાદમાં આખું જાસૂસી નેટવર્ક હિંદુ નામની આડમાં પકડાયું ત્યારે એ વાત ઉઠાવવામાં આવતી નથી કે આ હિંદુઓને બદનામ કરવાનું ષડયંત્ર છે. એવું પણ નથી કહેવામાં આવતું કે જુઓ કેવી રીતે હિંદુ ઓળખનો ઉપયોગ એક ઢાલ તરીકે કરવામાં આવી રહ્યો છે. પરંતુ જેવું આવા કિસ્સાઓમાં કોઈ એક વ્યક્તિનું નામ હિંદુ બહાર આવે છે કે તરત જ આખી વાર્તા અને ચર્ચા માત્ર તેના પર જ કેન્દ્રિત કરી દેવામાં આવે છે.

સવાલ એ થાય છે કે શું ક્યારેય એ પૂછવામાં આવશે કે જે પાકિસ્તાની હેન્ડલર્સના ઈશારે આ બધા લોકો કામ કરી રહ્યા હતા તેમની મજહબી ઓળખ શું છે? શું ત્યારે પણ એટલી જ ઝડપથી હેડલાઈન્સ બનાવવામાં આવશે? કે પછી ત્યાં મૌન જ સેવી લેવામાં આવશે? આ પરિસ્થિતિ જ બતાવે છે કે કેવી રીતે પસંદગીની માહિતીથી સત્યને દબાવવામાં આવે છે અને રાષ્ટ્રીય સુરક્ષા જેવા ગંભીર મુદ્દા પર પણ નેરેટિવ સેટ કરવામાં આવે છે.

સમસ્યા એ છે કે કેટલાક લોકો માટે સત્યનું કોઈ મહત્વ નથી, તેમને માત્ર તકની શોધ હોય છે. હિંદુઓને ઘેરવાની અને તેમને કઠેડામાં ઊભા કરવાની તક મળતાં જ આખી ‘ઇકોસિસ્ટમ’ સક્રિય થઈ જાય છે. તથ્યોની તપાસ તો ઘણી મોડી થાય છે પરંતુ તે પહેલાં જ ચુકાદો સંભળાવી દેવામાં આવે છે અને સોશિયલ મીડિયા પર હિંદુ વિરોધી વાતાવરણ ઊભું કરી દેવામાં આવે છે.

ગાઝિયાબાદનો આ કિસ્સો આ આખા ખેલને ઉઘાડો પાડે છે. તે દર્શાવે છે કે કેવી રીતે આવી તાકતો માત્ર સરહદ પાર જ નહીં, પણ ભારતની ધાર્મિક અને સામાજિક વ્યવસ્થામાં ઘૂસીને પણ કામ કરી રહી છે. આનાથી પણ વધુ ખતરનાક બાબત એ છે કે તેમના આ ખેલમાં દેશના કેટલાક ગણ્યાગાંઠ્યા મીડિયા સમૂહો અને વામપંથીઓ પોતાના નેરેટિવને આગળ વધારવાનું કામ કરી રહ્યા છે.

ગાઝિયાબાદની આ ઘટના હિંદુઓ માટે એક મોટી ચેતવણી છે અને એ માનસિકતા માટે પણ જે હંમેશા એક જ દિશામાં જોવાની ટેવ પાડી ચૂકી છે. જો હજુ પણ આ ગંભીર ષડયંત્રને સમજવામાં નહીં આવે તો આગામી સમયમાં ફરી કોઈ ‘હિંદુ નામ’નો ઉપયોગ કરવામાં આવશે અને સત્યની વાર્તાને ફરીથી એ જ જૂની રીતે મરોડવામાં આવશે.

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં