ઝારખંડની રાજધાની રાંચીમાં એક રેસ્ટોરન્ટ માલિક વિજય કુમારની હત્યા અગાઉ ગુનાહિત પૃષ્ઠભૂમિ ધરાવતા ગુનેગારો દ્વારા કરવામાં આવી હતી. આરોપીઓ સામે પહેલાંથી જ ઘણા ગંભીર કેસ નોંધાયેલા હતા. છતાં આ કેસ કહેવાતા લિબરલો માટે હિંદુ નફરતનું કારણ બન્યો અને તેનો આધાર લઈને હિંદુઓને નિશાન બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો.
વાસ્તવમાં આ ઘટના એક નજીવી બાબતથી શરૂ થઈ હતી. એવો આરોપ મૂકવામાં આવ્યો હતો કે રેસ્ટોરન્ટમાં શાકાહારી બિરયાનીને બદલે માંસાહારી બિરયાની પીરસવામાં આવતી હતી. આ બહાના પર શરૂ થયેલો ઝઘડો એટલો વકર્યો કે વિજય કુમારની હત્યા કરી નાખવામાં આવી. તપાસમાં બહાર આવ્યું કે ગુનેગારો એક સ્થાનિક ગેંગ સાથે સંકળાયેલા હતા. હત્યા બાદ પોલીસે આરોપીઓની ધરપકડ કરી ત્યારે તેમની પાસેથી ગેરકાયદેસર હથિયારો અને દારૂગોળો મળી આવ્યાં હતાં. આનો અર્થ એ થયો કે આ કોઈ રેન્ડમ કે ઉશ્કેરાટમાં આવીને અંજામ આપવામાં આવ્યો હોય તેવો ગુનો નહોતો.
છતાં આ સમગ્ર ઘટનાને સોશિયલ મીડિયા પર ખોટા સાંપ્રદાયિક સંદર્ભ સાથે રજૂ કરવામાં આવી હતી. કેટલાક કહેવાતા લિબરલોએ આ હત્યાનો પ્રચાર એવો દાવો કરીને કર્યો હતો કે આ ઘટના ફક્ત ‘હિંદુ દ્વેષ’ અથવા ‘માંસાહાર પ્રત્યેના દ્વેષ’નું પરિણામ છે. આ ઘટનામાં ‘નોન-વેજ’ બિરિયાનીના કારણે આ વર્ગને હિંદુઓ પર હુમલો કરવાનું બહાનું મળી ગયું.
શું હતો કથિત બિરિયાની વિવાદ?
રાંચીના કાંકે પિથોરિયા રોડ પર શેફ ચોપાટી રેસ્ટોરન્ટના માલિકની કેટલાક લોકોએ હત્યા કરી હતી. 19 ઑક્ટોબરના રોજ અભિષેક સિંઘ તેના મિત્રો સાથે બિરયાની ખાવા માટે ત્યાં ગયો હતો. અભિષેકે શાકાહારી બિરયાનીનો ઓર્ડર આપ્યો હતો, પરંતુ ભૂલથી તેને માંસાહારી બિરયાની પીરસવામાં આવી હતી. તેનાથી અભિષેક સિંઘ અને હોટલના માલિક વિજય કુમાર વચ્ચે ઝઘડો થયો. ગુસ્સે ભરાયેલા અભિષેક સિંઘે રેસ્ટોરન્ટના માલિક પર ગોળીબાર કર્યો અને ત્યારબાદ ઘટનાસ્થળેથી ભાગી છૂટ્યો હતો.
હત્યા કેસનો મુખ્ય આરોપી અભિષેક સિંહ ભાગવાનો પ્રયાસ કરી રહ્યો હતો ત્યારે ગુપ્ત માહિતીના આધારે પોલીસે રાંચી રિંગ રોડ પર છટકું ગોઠવી દીધું. પોલીસનો ઘેરો જોઈને અભિષેક સિંહે ગોળીબાર કર્યો. રાંચી પોલીસે આ ગોળીબારનો જવાબ આપ્યો અને અભિષેક સિંહને બંને પગમાં ગોળી મારી અને ત્યારબાદ તેની ધરપકડ કરી લેવામાં આવી. અભિષેક સાથે તેના બે સાથીઓની પણ ધરપકડ કરવામાં આવી છે.
મિલકતનો વિવાદ હત્યાનું કારણ હોય શકે: પોલીસ
રાંચીના પોલીસ અધિક્ષક પ્રવીણ પુષ્કરે કહ્યું કે, “તાજેતરની એક ઘટનામાં એક ઢાબા માલિકની ત્રણ ગુનેગારોએ ગોળી મારીને હત્યા કરી હતી. ચાર આરોપીઓ વિરુદ્ધ FIR દાખલ કરવામાં આવી હતી, ત્યારબાદ પ્રશાંત સિંઘની ધરપકડ કરવામાં આવી હતી, જેણે ખુલાસો કર્યો હતો કે આ ગુનો બિરયાની ઓર્ડર અંગેના વિવાદમાંથી ઉદ્ભવ્યો હતો. મુખ્ય આરોપી અભિષેક સિંઘ પાછળથી લાતેહાર ભાગી જવાનો પ્રયાસ કરી રહ્યો હતો ત્યારે પોલીસે તેનો પીછો કર્યો. તેણે પોલીસ પર ગોળીબાર કર્યો, જવાબી ગોળીબારમાં ઘાયલ થયો અને તેની ધરપકડ કરવામાં આવી હતી.”
પોલીસનું કહેવું છે કે ગુપ્ત માહિતીના આધારે હથિયાર સપ્લાયર હરેન્દ્ર સિંઘની ધરપકડ કરવામાં આવી હતી અને બંદૂક, દારૂગોળો અને રોકડ રકમ જપ્ત કરવામાં આવી હતી. તેના ઘરે દરોડામાં વધુ હથિયારો મળ્યાં હતાં. અભિષેક અને હરેન્દ્ર બંને ગુનાહિત ઇતિહાસ ધરાવે છે; હરેન્દ્ર જમીન વિવાદોમાં સંડોવાયેલો છે અને તેને પોલીસમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. તપાસ સૂચવે છે કે આ ગુનો જમીન વિવાદો સાથે જોડાયેલો હોય શકે છે.”
લિબરલો ફેલાવી રહ્યા છે હિંદુઓ વિરુદ્ધ નફરત
શાકાહારી ખોરાકનો રેસ્ટોરન્ટ માલિકની હત્યા સાથે કોઈ સંબંધ નથી. ફક્ત ગુનેગારો બંદૂકો રાખે છે. ગુસ્સામાં ગોળીબાર કરવો એ તેમની ગુનાહિત માનસિકતા દર્શાવે. તેમ છતાં આ ઘટનાના આધારે સમગ્ર હિંદુ સમાજને ટાર્ગેટ કરવામાં આવ્યો.
And here we have yet another case of intolerance among these "cruelty free" pure vegetarian holier than thou hate mongers.
— Dk of the Internet Realm (@Dk_FA4) October 20, 2025
Brother will rot in jail just because his "perceived superiority" got shattered.
Happy Diwali to you too!
PSA- Veg Biryani was and never will be a concept. https://t.co/2bQpTWR7p3
શુદ્ધ શાકાહારી ખોરાક પર ટિપ્પણી કરતાં એક યુઝરે લખ્યું કે પોતાને બીજા કરતા વધુ પવિત્ર માનનારાઓમાં અસહિષ્ણુતાનો બીજો કિસ્સો સામે આવ્યો છે. પરંતુ વાસ્તવમાં આ હિંદુ-મુસ્લિમ મુદ્દો પણ નથી. અહીં મૃતક અને ગુનેગાર બંને હિંદુ છે. આવી પરિસ્થિતિને સાંપ્રદાયિક રંગ આપવો મુશ્કેલ છે. તેથી દોષ હેમંત સરકાર પર નહીં પરંતુ મોદી સરકાર પર મૂકવામાં આવ્યો. એક યુઝરે લખ્યું, “આ કટ્ટરવાદી સરકારનાં 11 વર્ષ દરેક બ્રાહ્મણવાદી વર્તનને કાયદેસર બનાવી રહ્યા છે.”
This is a state led violence. 11yrs of Bigoted Govt. Legitimising every Brahmincall behaviour they can https://t.co/J2tgIWV0fa
— HandleWithDare (@HandleWithDare) October 20, 2025
કોઈ એવો દાવો કરી શકે નહીં કે સનાતન ધર્મમાં ગુનેગારો નથી. પરંતુ આ ગુનાનો કેસ છે, આતંકવાદનો નહીં. તેને આતંકવાદ સાથે જોડવું સંપૂર્ણપણે ખોટું છે. શાકાહારને હિંદુ ધર્મ સાથે જોડવું પણ ખોટું છે. એક લિબરલે X પર પોસ્ટ કરી અને આ કેસને સનાતન ધર્મ સાથે જોડ્યો. કોઈ ગુનેગારને હિંદુ ધર્મ સાથે જોડીને તેની ટીકા કરવી અત્યંત શરમજનક છે, પરંતુ લિબરલો કાયમ તક શોધી લે છે.
Beauty of Sanatana Hindutva Sanatana Where Rapists Are released and Garlanded https://t.co/g88eXtHVj5
— HindutvaCrimes (@HindutvaRadical) October 20, 2025
સોશિયલ મીડિયા પર સનાતન અને ધર્મને ટાર્ગેટ કરીને અન્ય પણ ઘણી ટિપ્પણીઓ કરવામાં આવી.
રાંચીમાં થયેલી હત્યાને મોદી સરકાર સાથે જોડવી એ વિચિત્ર બાબત છે. તે જ રીતે ગુનાને શાકાહાર અને હિંદુઓ સાથે જોડવું પણ વિચિત્ર છે. પરંતુ લિબરલો તે માનશે નહીં. ઝારખંડમાં કોંગ્રેસ-JMM સરકાર છે. રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જાળવવી અને ગુનાખોરી પર કાબૂ મેળવવો એ તેમની પ્રાથમિકતા હોવી જોઈએ.


