Friday, January 31, 2025
More
    હોમપેજદેશઅટલ જયંતિમાં ‘ઈશ્વર અલ્લાહ તેરો નામ’ ગાનાર ગાયિકાએ માંગવી પડી માફી: વાંચો...

    અટલ જયંતિમાં ‘ઈશ્વર અલ્લાહ તેરો નામ’ ગાનાર ગાયિકાએ માંગવી પડી માફી: વાંચો કઈ રીતે મોહનદાસ ગાંધીએ વિકૃત કર્યું હતું ભજન- ‘રઘુપતિ રાઘવ રાજા રામ’

    પટનાના 'બાપુ સભાગાર'માં આયોજિત અટલ જયંતી સમારોહ દરમિયાન ગાયિકાએ 'ઈશ્વર અલ્લાહ તેરો નામ' ગાતાંની સાથે જ મંચ પર ઉપસ્થિત અને હોલમાં હાજર લોકો એમ બંને તરફથી તેમનો વિરોધ કરવામાં આવ્યો હતો.

    - Advertisement -

    બિહારના પટનામાં બુધવારે (25 ડિસેમ્બર, 2024) અટલ જયંતી સમારોહમાં હોબાળો મચી ગયો. કારણ હતું એક ભજન, જેનું જાણીતું પણ વિકૃત કરવામાં આવેલું સંસ્કરણ સ્ટેજ પરથી પ્રસ્તુત કરવામાં આવ્યું હતું. એક ગાયિકાએ સમારોહમાં ‘ઈશ્વર અલ્લાહ તેરો નામ’વાળું ભજન ગાવાનું શરૂ કર્યું તો ત્યાં હાજર અમુક લોકોએ વિરોધ નોંધાવ્યો અને ‘જય શ્રીરામ’ના નારા પણ લગાવવામાં આવ્યા. ત્યારબાદ ગાયિકાએ માફી પણ માંગવી પડી. આ મુદ્દો હાલ ચર્ચામાં છે.

    પટનાના ‘બાપુ સભાગાર’માં આયોજિત અટલ જયંતી સમારોહ દરમિયાન ગાયિકાએ ‘ઈશ્વર અલ્લાહ તેરો નામ’ ગાતાંની સાથે જ મંચ પર ઉપસ્થિત અને હોલમાં હાજર લોકો એમ બંને તરફથી તેમનો વિરોધ કરવામાં આવ્યો. આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી અશ્વિની ચૌબે પણ હાજર હતા અને તેમણે પણ આ મહિલા ગાયકનો વિરોધ કર્યો. ગાયકના વિરોધમાં આખો હોલ ‘જય શ્રીરામ’ના નારાથી ગુંજી ઉઠ્યો હતો. આ ભારે વિરોધ બાદ ગાયિકાએ લોકોની માફી માંગીને વાત વાળવાનો ખૂબ પ્રયાસ કર્યો, પરંતુ અંતે તેમણે અન્ય ગીત ગાઈને કાર્યક્રમમાંથી રજા લઈ લેવી પડી.

    વાસ્તવમાં આ ગીત પાછળ હોબાળો થવા પાછળનું કારણ તેના અસલ રૂપમાં કરવામાં આવેલી વિકૃત છેડછાડ છે. મહિલા ગાયકે જે કડીઓ ગાઈ, તે મોહનદાસ ગાંધી દ્વારા અસલ ભજનમાં છેડછાડ કરીને વિકૃત કરેલા ભજનની હતી. જ્યારે વાસ્તવ ભજન કંઈક આવું છે.

    - Advertisement -

    રઘુપતિ રાઘવ રાજા રામ,
    પતિત પાવન સિતારામ.
    સુંદર વિગ્રહ મેઘશ્યામ,
    ગંગા તુલસી શાલીગ્રામ.
    ભદ્રગીરીશ્વર સીતારામ,
    ભગત જન-પ્રિય સીતારામ.
    જાનકીરમણા સીતારામ,
    જય જય રાઘવ સીતારામ.

    ઉપરોક્ત પવિત્ર અને મંત્રમુગ્ધ કરનાર પંક્તિઓ શ્રી હરીના પુરુષોત્તમ અવતાર ભગવાન શ્રીરામને સમર્પિત છે અને તે શ્રી લક્ષમણાચાર્ય દ્વારા રચિત શ્રી નમઃ રામાયણમનો એક અંશ છે.

    હવે અહીં સવાલ તે ઉભો થાય કે જ્યાં વિશુદ્ધ રૂપે ભગવાન રામ અને માતા સીતાની વાત થઈ રહી હોય, એવા ભજનમાં ‘ઈશ્વર-અલ્લાહ’ જેવા શબ્દો આખરે આવ્યા ક્યાંથી? તો તેનો જવાબ છે ગાંધી. તેઓ જ આ શબ્દો લાવ્યા હતા. મોહનદાસ ગાંધીએ સેક્યુલર માહોલ બનાવવા માટે અસલ રામ ભજન સાથે છેડછાડ કરીને તેને વિકૃત બનાવ્યું. તેમની આ કરતૂતના કારણે જ આજે બાળકોના મોઢે અસલ ભજનની જગ્યાએ આ વિકૃત પંક્તિઓ સાંભળવા મળે છે-

    રઘુપતિ રાઘવ રાજારામ,
    પતિત પાવન સીતારામ,
    ભજ પ્યારે તું સીતારામ
    ઈશ્વર અલ્લાહ તેરો નામ,
    સબકો સન્મતિ દે ભગવાન.

    તથાકથિત સેક્યુરો અને લિબરલ ગેંગના પ્રોપગેન્ડાથી સમય સાથે ભગવાન રામના હિંદુ ધાર્મિક ભજનના આ વિકૃત સ્વરૂપે ઘર-ઘરમાં લોકપ્રિયતા મેળવી. લોકો તેને સ્વતંત્રતા સમયે ગાંધીજી દ્વારા રચિત ગીત સમજવા લાગ્યા, જ્યારે વાસ્તવમાં ગાંધીએ ભગવાન રામના અસલ ભજન સાથે છેડછાડ કરીને તેને પોતાની સભામાં વાપર્યું. રહી જતું હતું તો બોલીવુડે તેને વધુ હવા આપી અને તેને વધારે ‘ફેમસ’ કર્યું. ‘લગે રહો મુન્ના ભાઈ’ ‘કુછ કુછ હોતા હૈ જેવી અનેક ફિલ્મોમાં આ ભજન સાંભળવા મળે છે. 1982માં આફ્રોબીટ બેન્ડના આલ્બમ ઓસીબિસા- અનલેશેડ- લાઈવનો ઓપનિંગ ટ્રેક પણ કંઈક આવો જ હતો.

    હિંદુ ભજનમાં છેડછાડ કરનાર ‘બાપુ’એ ક્યારેય કુરાન તરફ નજર પણ ન નાખી

    ગીતોમાં આ છેડછાડના કારણે મુસ્લિમોને ગાંધીને સમર્થન આપવામાં અને તેમની પ્રાર્થના સભાઓમાં હાજરી આપવામાં કોઈ સમસ્યા નહોતી. જેનો ઉદ્દેશ્ય બે સમુદાયો વચ્ચેના મતભેદોને દૂર કરવાનો અને સાંપ્રદાયિક સૌહાર્દ બનાવવાનો હતો. જોકે, એક હકીકત એ પણ છે કે મુસ્લિમ લઘુમતીની માંગણીઓને સમાયોજન કરવાની જવાબદારી હંમેશા હિંદુ બહુમતીના માથે જ રહી.

    ગાંધીએ મુસ્લિમો દ્વારા મૂકવામાં આવેલા આરક્ષણને સંબોધિત કરવા માટે એક હિંદુ ધાર્મિક ભજનની પંક્તિઓને વિકૃત કરવામાં બેજોડ નિપુણતા દર્શાવી, પરંતુ તેમણે ક્યારેય કુરાનની આયાતોની નિંદા કરી નથી, જે મૂર્તિપૂજાને પાપ કહે છે અને મૂર્તિપૂજા માટે મૃત્યુદંડનો આદેશ આપે છે.

    ગાંધીએ મુસ્લિમોને ખુશ કરવા માટે રામનો જાપ કરતા હિંદુ ભજનોને વિકૃત કર્યાં હતાં. ગાંધીની સામુદાયિક પ્રાર્થનામાં મુસ્લિમો દ્વારા કલમાનો જાપ પણ સામેલ હતો. જોકે, એવા કોઈ અહેવાલો અથવા ઐતિહાસિક પુરાવા નથી, જે સૂચવે કે હિંદુઓની ચિંતાઓને દૂર કરવા માટે ગાંધીએ કુરાનની આયાતો બદલી કે કલમામાં ફેરફાર કર્યો હોય, જેથી તેને પરસ્પર સહ-અસ્તિત્વ અને સાંપ્રદાયિક સંવાદિતાના સ્વીકૃત વલણ સાથે તેને અનુકૂળ બનાવી શકાય. કદાચ આ બેવડા વલણના કારણે જ વિભાજન દરમિયાન ગાંધીજીની પ્રાર્થના સભાઓનું ધ્રુવીકરણ થયું અને પ્રાર્થના સભાઓમાં કલમાના સમાવેશ પર પ્રશ્નો ઉભા થવા લાગ્યા.

    રામ ભજનમાં વિકૃત ભેળસેળ એક એવી ઘટના હતી, જેમાં ગાંધીએ હિંદુઓની ભાવનાઓ પ્રત્યે ખૂબ જ ઓછી સંવેદનાઓ દર્શાવી. બિહારના પટનામાં અટલ જયંતી પર આયોજિત સમારોહમાં મહિલા ગાયક કલાકારે ભજનના નામે આ ધૂન ગાવી એ પણ એટલી જ અસંવેદનશીલ હતી અને બહુ હોશિયારીથી બાદમાં માફી માંગીને તેમણે પોતાની ભૂલને સુધારવાનો પ્રયાસ પણ કર્યો છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં