Monday, November 4, 2024
More
    હોમપેજગુજરાતવડોદરામાં ગૌમાંસના સમોસા વેચનાર 'ન્યુ હુસૈની સમોસા'ની દુકાન પરવાનગી વગર ફરી ધમધમવા...

    વડોદરામાં ગૌમાંસના સમોસા વેચનાર ‘ન્યુ હુસૈની સમોસા’ની દુકાન પરવાનગી વગર ફરી ધમધમવા લાગી: તંત્રને ધ્યાને આવતા ક્લોઝર નોટીસ ફટકારી તાળા મરાવ્યા

    ગૌમાંસના સમોસા વેચનાર વડોદરાની ન્યુ હુસૈની દુકાન ફરી ધમધમવા લગતા તંત્રએ લાલ આંખ કરી હતી. કોઈ પણ પરવાનગી વગર સંચાલકોએ દુકાન ફરી શરૂ કરી દેતા VMCએ ક્લોઝર નોટીસ ફટકારી ફરી તાળા મરાવ્યા છે.

    - Advertisement -

    થોડા સમય પહેલા વડોદરામાં ગૌમાંસના સમોસા બનાવતું કારખાનું ઝડપાયું હતું. આ કારખાનું ચલાવતા ન્યુ હુસૈની સમોસા નામની દુકાનના સંચાલકોના ત્યાં દરોડા પાડીને 326 કિલો ગૌમાંસ પણ જપ્ત કર્યું હતું. જોકે કાયદાનો ડર જ ના હોય તેમ આ ન્યુ હુસૈની સમોસાની દુકાન ફરી ખોલી નાંખવામાં આવી. કોઈ પણ પરવાનગી વગર ફરી એક વાર વડોદરાના સંવેદનશીલ વિસ્તાર ગણતા પાણીગેટ પાસે દુકાન ફરી ધમધમવા લાગી. જોકે તંત્રને ધ્યાને આ બાબત આવતા જ ક્લોઝર નોટીસ ફટકારીને દુકાનને તાળું મરાવી દીધું છે.

    મળતી માહિતી અનુસાર ગૌમાંસના સમોસા વેચનાર વડોદરાની ન્યુ હુસૈની દુકાન ફરી ધમધમવા લાગતા તંત્રએ લાલ આંખ કરી હતી. કોઈ પણ પરવાનગી વગર સંચાલકોએ દુકાન ફરી શરૂ કરી દેતા VMCએ ક્લોઝર નોટીસ ફટકારી ફરી તાળા મરાવ્યા છે. આ ઉપરાંત દુકાનમાંથી મળેલા માલનો તાત્કાલીક નાશ કરવામાં આવ્યું હોવાનું પણ કહેવામાં આવી રહ્યું છે. થોડા સમય પહેલા જ આ સમોસાના કારોબારના ઓથામાં ગૌમાંસ વેચાતું હોવાનું સામે આવ્યું હતું. દુકાનના માલિક સમોસામાં ગૌમાંસ ભરીને વેચતા હતા.

    ત્યાર બાદ વડોદરા મહાનગર પાલિકા દ્વારા સમોસાની દુકાન દુકાનનું રજીસ્ટ્રેશન સસ્પેન્ડ કરી દેવામાં આવ્યું હતું. થોડો સમય બંધ રાખ્યા બાદ સંચાલકોએ તાજેતરમાં દુકાનનું સસ્પેન્ડ થયેલું રજીસ્ટ્રેશન એક્ટીવ કર્યા વગર જ દુકાન ખોલીને રાબેતા મુજબ ધંધો શરૂ કરી દીધો હતો. આ વાત પાલિકાના ફૂડ ડિપાર્ટમેન્ટ સુધી પહોંચતા કડક કાર્યવાહી કરવામાં આવી છે. મહાનગર પાલિકાએ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાખે રાખીને દુકાનને ક્લોઝર નોટીસ પાઠવીને સીલ કરી દીધી છે.

    - Advertisement -

    ઢગલા મોઢે ઝડપાયું હતું ગૌમાંસ

    ઉલ્લેખનીય છે કે ગત એપ્રિલ મહિનામાં વડોદરાના સંવેદનશીલ ગણાતા જૂનીગઢી શીપવાડમાં પાડવામાં આવેલા દરોડામાં પોલીસે 326 કિલો ગૌમાંસ ઝડપ્યું હતું. પોલીસે જ્યાં દરોડા પાડ્યા, તે પાણીગેટમાં ‘પ્રખ્યાત’ હુસૈની સમોસાવાળાનું ઘર હતું. બાતમીના આધારે જ્યારે પોલીસે દરોડા પાડ્યા, ત્યારે ઘરમાંથી ગૌમાંસ સહિત હાઈટેક ક્રશર અને મોટું રૂમ જેવડું ડીપ ફ્રીજ પણ મળી આવ્યું હતું.

    વાસ્તવમાં પ્રાણી ક્રુરતા નિવારણ સંસ્થા ચલાવતા નેહા પટેલને ગૌમાંસની માહિતી મળતા તેમણે પોલીસની મદદ લીધી હતી. જે આધારે પોલીસે પાણીગેટના જૂનીગઢી છીપાવાડના હુસૈની મેન્શન નામના એક રહેણાંક મકાનમાં દરોડા પાડતા તેમને ત્યાં ગૌમાંસ અને ગૌમાંસમાંથી બનેલા સમોસા મળી આવ્યા હતા.આ દરમિયાન પોલીસને અહીં, હાઈટેક કટર, ડીપ ફ્રીઝર, 152 કિલો માંસના માવાનો સામાન, ગૌમાંસ ભરેલા કાચા સમોસા 61 કિલો માંસ તેમજ 113 કિલો માંસ ભરેલ સમોસા એમ કૂલ 326 કિલો ગૌમાંસનો જથ્થો મળી આવ્યો હતો. જપ્ત કરેલા માંસના નમૂના તાત્કાલિક FSLમાં મોકલી તપાસ કરાવતા તે ગૌમાંસ હોવાની પુષ્ટિ થઈ હતી.

    તે સમયે પોલીસે મહંમદ યુસુફ ફકીર મોહમ્મદ શેખ, મહંમદ નઈમ મહંમદ યુસુફ શેખ, મહંમદ હનીફ ગની ભઠીયારા, દિલાવરખાન ઈસ્માઈલખાન પઠાણ, મોઈન મહેબૂબશા હબદાલ અને મોબીન યુસુફ શેખ એક કૂલ 6ની ધરપકડ કરી હતી. બાદમાં ચાલેલી તપાસમાં તેમને ગૌમાંસ સપ્લાય કરનાર અન્ય 2 આરોપીઓન પણ ધરપકડ કરવામાં આવી હતી.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં