Sunday, October 6, 2024
More
    હોમપેજગુજરાત36 બુલડોઝર, 70 ટ્રેક્ટર-ટ્રોલી, 1500+ પોલીસકર્મીઓ….સોમનાથમાં આજ સુધીની સૌથી મોટી ડિમોલિશન ડ્રાઈવ,...

    36 બુલડોઝર, 70 ટ્રેક્ટર-ટ્રોલી, 1500+ પોલીસકર્મીઓ….સોમનાથમાં આજ સુધીની સૌથી મોટી ડિમોલિશન ડ્રાઈવ, મઝહબી બાંધકામો પણ જમીનદોસ્ત: હોબાળો મચાવતા 70ની અટકાયત

    ડિમોલિશન ડ્રાઇવ દરમિયાન અમુક ઇદગાહ, મસ્જિદ જેવાં અમુક મઝહબી બાંધકામો પણ હટાવવામાં આવ્યાં. જેના કારણે વિરોધ કરવા માટે સ્થાનિક મુસ્લિમોનાં ટોળાં મોટી સંખ્યામાં એકઠાં થઈ ગયાં હતાં, પરંતુ પ્રશાસને કડક હાથે કામ લઈને સ્થિતિ પર નિયંત્રણ મેળવી લીધું હતું.

    - Advertisement -

    છેલ્લા કેટલાક સમયથી ગુજરાત સરકાર દરિયાઈ વિસ્તારો અને ધર્મસ્થળો આસપાસ કરવામાં આવેલાં ગેરકાયદેસર દબાણો સામે સતત એક્શન લઈ રહી છે ત્યારે હવે વેરાવળના સોમનાથમાં મોટાપાયે ડિમોલિશન કામગીરી હાથ ધરીને દબાણો દૂર કરવામાં આવ્યાં છે. કહેવામાં આવી રહ્યું છે કે ગીર સોમનાથમાં આ અત્યાર સુધીની સૌથી મોટી ડિમોલિશન ડ્રાઈવ છે. આ સમગ્ર ઑપરેશનમાં ઉચ્ચ અધિકારીઓ સહિત 1500 પોલીસકર્મીઓ ખડેપગે રહ્યા તો 36 બુલડોઝર અને 70 ટ્રેકટર ટ્રોલીઓનો ઉપયોગ થયો.

    પ્રાપ્ત વિગતો અનુસાર, ડિમોલિશન ડ્રાઇવ દરમિયાન અમુક ઇદગાહ, મસ્જિદ જેવાં અમુક મઝહબી બાંધકામો પણ હટાવવામાં આવ્યાં. જેના કારણે વિરોધ કરવા માટે સ્થાનિક મુસ્લિમોનાં ટોળાં મોટી સંખ્યામાં એકઠાં થઈ ગયાં હતાં, પરંતુ પ્રશાસને કડક હાથે કામ લઈને સ્થિતિ પર નિયંત્રણ મેળવી લીધું હતું અને ડિમોલિશનનું કામ સુપેરે પાર પાડ્યું હતું. આ મામલે અમુકની અટકાયત કરવામાં આવી હોવાના પણ સમાચાર છે.

    ડ્રાઈવ એટલી મોટી અને સંવેદનશીલ હતી કે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે તમામ ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર હાજર હતા. અહેવાલોમાં જણાવ્યા અનુસાર ડિમોલિશન દરમિયાન જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા, રેન્જ આઇજી નિલેશ ઝાંઝડીયા, જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજા ઉપરાંત 3 SP, 6 Dy.SP, 50 PI તથા PSI સહિત ગીર સોમનાથ, જૂનાગઢ અને પોરબંદર એમ ત્રણ જિલ્લાના 1500 જેટલા પોલીસ કર્મચારીઓ ખડે પગે રહ્યા હતા. આટલું જ નહીં, 2 SRP કંપનીઓ પણ બંદોબસ્ત અને સુરક્ષામાં લગાવી દેવામાં આવી હતી.

    - Advertisement -

    સોમનાથમાં મેગા ડિમોલિશન ડ્રાઈવ વહેલી સવારે જ શરૂ કરી દેવામાં આવી હતી. સવારે લગભગ 5 વાગ્યાથી શરૂ થયેલી દબાણ હટાવવાની કાર્યવાહીમાં પાકાં બાંધકામો તોડવા 36 જેટલા બુલડોઝર, 5 હિટાચી મશીન અને કાટમાળ હટાવવા 50 ટ્રેક્ટર/ટ્રોલી તેમજ 10 જેટલા મોટાં ડમ્પરો કામમાં લાગ્યાં હતાં. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે આખા વિસ્તારને પોલીસ છાવણીમાં ફેરવી કોર્ડન કરી લેવામાં આવ્યો હતો. સમાન્ય માણસો તો ઠીક, પણ મીડિયા માટે પણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો હતો.

    જાણકારી મળી છે તે અનુસાર, પ્રશાસને લગભગ એક મહિના સુધી આ સ્થળનો સરવે કરીને દબાણો ચિહ્નિત કર્યાં હતાં. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, હટાવવામાં આવેલાં દબાણોમાં અમુક દરગાહ અને ઈદગાહનો સમાવેશ થાય છે. હાજી મંગરોલીશા પીર દરગાહ, હઝરત માઈપુરી, સિપે સાલાર, મસ્તાનશા બાપુ વગેરે દરગાહ અને ઈદગાહ હટાવવામાં આવી. સોશિયલ મીડિયા પર અમુક વિડીયો પણ સામે આવ્યા છે, જેમાં ડિમોલિશન કાર્યવાહી હાથ ધરવામાં આવતી જોઈ શકાય છે.

    ટોળાં એકઠાં થયાં, પણ પ્રશાસન સામે એક ન ચાલી: 70થી વધુની અટકાયત

    નોંધનીય છે કે, જેવી દબાણ હટાવવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી કે સ્થાનિક મુસ્લિમોનાં ટોળાં એકઠાં થવાનાં શરૂ થઈ ગયાં હતાં અને હોબાળો મચાવ્યો હતો. પરંતુ પ્રશાસન પણ પહેલેથી આવી કોઈ પણ પરિસ્થિતિ માટે સજ્જ હોઈ, તરત કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો. પ્રશાસને જરૂર પડી ત્યાં શાંતિથી સમજાવટ કરી અને જરૂર પડી ત્યાં લાલ આંખ કરી હોવાની માહિતી પણ મળી રહી છે.

    તાજા અહેવાલો અનુસાર, કાર્યવાહી દરમિયાન અડચણ રૂપ થવાનો પ્રયત્ન કરનાર 70થી વધુ લોકોની અટકાયત કરવામાં આવી હોવાનું પણ સામે આવ્યું છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં