Friday, April 19, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટકાર્યક્રમ માતાજીના ગરબાનો, નારા ‘યા હુસૈન’ના: નડિયાદની પ્રાથમિક શાળાનો વિડીયો વાયરલ, હિંદુ...

    કાર્યક્રમ માતાજીના ગરબાનો, નારા ‘યા હુસૈન’ના: નડિયાદની પ્રાથમિક શાળાનો વિડીયો વાયરલ, હિંદુ સંગઠનોનો ભારે વિરોધ, મુસ્લિમ-ખ્રિસ્તી શિક્ષકો પર આરોપ 

    નડિયાદના એક ગામનીં શાળાનો વિડીયો, ગરબા ચાલતા હતા ત્યારે અચાનક બંધ કરીને 'યા હુસૈન'ના નારા લગાવાયા હોવાનો આક્ષેપ.

    - Advertisement -

    નડિયાદના એક ગામની પ્રાથમિક શાળામાં નવરાત્રિના તહેવારમાં ગરબાનું આયોજન કરીને તાજિયા રમાડવામાં આવ્યા હોવાનો અને ‘યા હુસૈન..યા હુસૈન’ના નારા લાગ્યા હોવાનો વિડીયો વાયરલ થતાં હિંદુ સંગઠનોએ વિરોધ નોંધાવ્યો છે. સંગઠનોએ શાળાના બિનહિંદુ શિક્ષકો પર આરોપ લગાવી આ મામલે કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને કડક કાર્યવાહીની માંગ કરી છે. 

    આ ઘટનાના વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યા છે. જે નડિયાદના હાથજ ગામના હોવાનું કહેવાય છે. જેમાં શાળામાં આયોજિત ગરબા કાર્યક્રમમાં બેકગ્રાઉન્ડમાં ‘હુસૈન..યા હુસૈન’ વાગતું સંભળાય છે અને વચ્ચે-વચ્ચે બાળકો ‘યા હુસૈન..યા હુસૈન’ના નારા પણ લગાવતાં પણ સંભળાય છે. આ કાર્યક્રમ શુક્રવારે (30 સપ્ટેમ્બર 2022) આયોજિત કરવામાં આવ્યો હતો. 

    વિડીયો વાયરલ થયા બાદ હિંદુ સંગઠનોમાં રોષ ફાટી નીકળ્યો છે અને તેમણે કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને કડક કાર્યવાહીની માંગ કરી છે. ઝી24 કલાક સાથે વાત કરતાં હિંદુ સંગઠનના નેતા રાજન ત્રિપાઠીએ જણાવ્યું હતું કે, શાળામાં ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ વચ્ચેથી અચાનક ગરબા બંધ કરીને વિદ્યાર્થીઓને હુસૈનના નામના નારા લગાવવા માટે કહેવામાં આવ્યું હતું.

    - Advertisement -

    તેમણે આગળ પ્રશ્ન કરતાં કહ્યું હતું કે, નવરાત્રિના તહેવારમાં માતાજીના ગરબાનું આયોજન કરવામાં આવ્યું હોય ત્યારે આવા નારા લગાવવાનું શું કારણ છે? શું તેઓ બાળકોનું ધર્મપરિવર્તન કરાવવા માંગે છે? તેમણે ઉમેર્યું કે, કોઈ ધર્મનો વિરોધ ન હોય પરંતુ માતાજીના ગરબામાં આ પ્રકારના નારા ચલાવી લેવામાં આવશે નહીં.

    રાજન ત્રિપાઠીએ એમ પણ દાવો કર્યો હતો કે આવા બે-ત્રણ વિડીયો છે અને જેમાંથી એકમાં શિક્ષિકા કબૂલે છે કે તેમને ઉપરથી કહેવામાં આવ્યું છે. તેમણે આ અંગે પણ સવાલો ઉઠાવ્યા છે અને કોણે આવા આદેશ આપ્યા તેની પણ તપાસ કરવાની માંગ કરી છે. 

    બીજી તરફ, શાળાના આચાર્યે મીડિયા સાથેની વાતચીત દરમિયાન આ કાર્યક્રમના આયોજન અંગે પુષ્ટિ કરી હતી, પરંતુ તે દિવસે પોતે રજા પર હોવાનું જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, ગઈકાલે હું રજા પર હતો અને આજે શાળાના શિક્ષકો તરફથી મને આ બાબતની જાણ કરવામાં આવી છે. આ બાબતની તપાસ થવી જોઈએ, પરંતુ હાલ ત્રણ દિવસ માટે રજા છે, જેથી ગુરુવારે શાળાઓ ખુલશે. 

    આચાર્યે જણાવ્યું હતું કે, શાળામાં એક મુસ્લિમ અને ત્રણ ખ્રિસ્તી શિક્ષિકાઓ ફરજ બજાવે છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં