Thursday, May 9, 2024
More
    હોમપેજક્રાઈમવડોદરાના ચાણસદમાં હિંદુ યુવક પર હુમલો, યાકુબ-એજાઝ સહિત 7 જણા તૂટી પડ્યા:...

    વડોદરાના ચાણસદમાં હિંદુ યુવક પર હુમલો, યાકુબ-એજાઝ સહિત 7 જણા તૂટી પડ્યા: પીડિતે કહ્યું- ભગવાન રામનું સ્ટેટ્સ મૂકવા બદલ માર માર્યો

    હિંદુ યુવકનું નામ વિકાસ ઠાકોર છે અને તે ચાણસદ ગામનો રહેવાસી છે. વિકાસ વડોદરા ખાતેની મકરપુરા GIDCમાં આવેલી ખાનગી કંપનીમાં નોકરી કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર તેણે ભગવાન રામનું સ્ટેટ્સ મૂક્યું હતું, જે બદલ તેને ફોન કરીને બોલાવીને માર મારવામાં આવ્યો હતો.

    - Advertisement -

    ભગવાનનું નામ લેવું, ભજન વગાડવા કે પછી સોશિયલ મીડિયામાં હિંદુ આરાધ્ય દેવોનાં સ્ટેટ્સ મૂકવા માત્રથી હિંદુઓ પર હુમલા થવાની ઘટનાઓ દિન-પ્રતિદિન વધી રહી છે. તેવામાં હવે વડોદરાથી પણ આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. વડોદરાના પાદરા તાલુકાના ચાણસદ ગામના એક હિંદુ યુવક પર ભગવાન રામનું સ્ટેટ્સ મૂકવા બદલ મુસ્લિમ ટોળાએ હુમલો કરી દીધો હતો. હુમલામાં ઘવાયેલા યુવકને દવાખાને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે.

    મળતી માહિતી અનુસાર પીડિત હિંદુ યુવકનું નામ વિકાસ ઠાકોર છે અને તે ચાણસદ ગામનો રહેવાસી છે. વિકાસ વડોદરા ખાતેની મકરપુરા GIDCમાં આવેલી ખાનગી કંપનીમાં નોકરી કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર તેણે ભગવાન રામનું સ્ટેટ્સ મૂક્યું હતું, જે બદલ તેને ફોન કરીને બોલાવીને માર મારવામાં આવ્યો હતો. ઘટના બાદ દવાખાનામાં સારવાર લઇ રહેલા યુવકે મીડિયા સામે પોતાની સાથે ઘટેલી ઘટના જણાવી હતી. વિકાસના જણાવ્યા અનુસાર તેના ઉપર કુલ 7 મુસ્લિમ યુવકોએ હુમલો કર્યો હતો અને ગડદા-પાટુંનો માર મારવામાં આવ્યો હતો.

    વિકાસના જણાવ્યા અનુસાર તેની સાથે આ ઘટના પાદરા તાલુકાના ચાણસદ ગામમાં જ બની હતી. પીડિત હિંદુ યુવકે કહ્યું કે, “મેં ભગવાન શ્રી રામનું સ્ટેટ્સ મુક્યું હતું, જે બાદ આશરે સાંજે 5 વાગ્યે યાકુબનો ફોન આવ્યો હતો. તેણે મને પૂછ્યું હતું કે તું ક્યાં છે, એટલે મેં કહ્યું કે હું નોકરી પર છું, યાકુબે ફોન પર મને માણેજા ક્રોસિંગ પાસે મળવા બોલાવ્યો હતો. હું ત્યાં પહોંચ્યો ત્યારે મને ખ્યાલ આવ્યો કે તેઓ કુલ 7 જણા હતા અને ભગવાન રામનું સ્ટેટ્સ મૂકવા બદલ મને મારવા બોલાવ્યો હતો.”

    - Advertisement -

    વિકસે આગળ જણાવ્યું કે, “મને જેવો ખ્યાલ આવ્યો કે મુસ્લિમ ટોળાએ મને માર મારવા બોલાવ્યો છે, એટલે મેં તરત જ મારી સુરક્ષા માટે મારા ભાઈને બોલાવી લીધો હતો. મારા ભાઈના આવ્યા બાદ આ લોકોએ સમાધાન કરી લીધું હતું અને હું ચાણસદ ખાતે મારા ઘરે ચાલ્યો હતો. ઘરે પહોંચ્યા બાદ હું જમીને બેઠો હતો ત્યારે મારા પપ્પાના કહેવા પર હું દૂધ આપવા ગયો. હું જ્યારે ગામના ભાગોળે પહોંચ્યો ત્યારે અમારા જ ગામનો એઝાઝ ત્યાં ઉભો હતો અને તેણે મને પોતાની પાસે બોલાવ્યો અને પૂછ્યું કે શું હતું તારે? એટલામાં જ સાદિક, સિદ્દીક, શાનુ, સાફિન અને યાકુબ સહિતના કુલ સાત લોકો મારી ઉપર તૂટી પડ્યા હતા.”

    વિકાસને કેવા પ્રકારનો માર મારવામાં આવ્યો છે તેવો સવાલ પૂછતાં તેણે જણાવ્યું હતું કે, “એક જણે મને પકડી રાખ્યો હતો અને બાકીના લોકોએ મારા પેટ, છાતી, માથા અને શરીરના અન્ય ભાગોમાં મુક્કા અને લાત વડે મૂઢમાર માર્યો હતો. મને છાતી, માથા તેમજ પગના ભાગે ઈજાઓ થઈ છે અને મને સખત દુખાવો થઇ રહ્યો છે.”

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં