Thursday, April 25, 2024
More
    હોમપેજગુજરાતગુજરાતમાં ભાજપના સ્ટાર પ્રચારકો ગુજરાત ધમરોળશે: પ્રથમ તબક્કાની 89 બેઠકો પર સ્ટાર...

    ગુજરાતમાં ભાજપના સ્ટાર પ્રચારકો ગુજરાત ધમરોળશે: પ્રથમ તબક્કાની 89 બેઠકો પર સ્ટાર પ્રચારકો ગજવશે સભાઓ

    ભાજપના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે ગુરુવારે પ્રેસ કોન્ફ્રન્સ કરીને જાહેરાત કરી હતી કે શુક્રવારથી ભાજપ પ્રથમ તબક્કાની 89 બેઠકો પર જંઝવાતી પ્રચાર શરૂ કરનાર છે. આ માટે તેમણે 15 રાષ્ટ્રીય નેતાઓ અને 14 પ્રાદેશિક નેતાઓ ક્યાં ક્યાં સભાઓ ગજવશે તેની એક સત્તાવાર યાદી પણ બહાર પાડી હતી.

    - Advertisement -

    ગુજરાતની વિધાનસભા ચૂંટણીની બીજા તબક્કાની બેઠકો માટે ઉમેદવારી નોંધાવવાનો ગુરુવારે (17 નવેમ્બર) છેલ્લો દિવસ હતો. ગુરુવારે ગુજરાતની તમામ 182 બેઠકો માટે તમામ પક્ષોના ઉમેદવારોના ફોર્મ ભરાવવાની પ્રક્રિયા પૂર્ણ થયેલ છે. હવે ભાજપ ગુજરાત પ્રમુખ સીઆર પાટીલે પ્રથમ તબક્કાની 89 બેઠકો પર જંઝવાતી પ્રચાર માટેની મોટી જાહેરાત કરી દીધી છે.

    ભાજપના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે ગુરુવારે પ્રેસ કોન્ફ્રન્સ કરીને જાહેરાત કરી હતી કે શુક્રવારથી ભાજપ પ્રથમ તબક્કાની 89 બેઠકો પર જંઝવાતી પ્રચાર શરૂ કરનાર છે. આ માટે તેમણે 15 રાષ્ટ્રીય નેતાઓ અને 14 પ્રાદેશિક નેતાઓ ક્યાં ક્યાં સભાઓ ગજવશે તેની એક સત્તાવાર યાદી પણ બહાર પાડી હતી.

    15 રાષ્ટ્રીય નેતાઓ દ્વારા યોજાશે 46 બેઠકો પર સભાઓ
    14 પ્રાદેશિક નેતાઓ દ્વારા 36 બેઠકો પર સભાઓનું આયોજન

    ગુજરાત ભાજપના પ્રમુખ સીઆર પાટીલે જણાવ્યું હતું કે પ્રથમ તબક્કામાં 89માંથી 82 બેઠકો પર ભાજપના ઉમેદવારોના સમર્થનમાં પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, કેન્દ્રીય મંત્રીઓ નીતિન ગડકરી, પરસોત્તમ રૂપાલા, નરેન્દ્ર તોમર, અનુરાગ ઠાકુર, જનરલ વીકે સિંહ, ભાજપ શાષિત ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન આદિત્યનાથ યોગી, મધ્ય પ્રદેશના મુખ્ય પ્રધાન શિવરાજ સિંહ, આસામના મુખ્ય પ્રધાન હિમંતા બિસ્વા સરમા, મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ, પશ્ચિમ બંગાળમાં વિપક્ષના નેતા શુભેન્દુ અધિકારી, મનસુખ માંડવિયા અને અન્ય કેન્દ્રીય પ્રધાનો અને ભાજપના રાષ્ટ્રીય કાર્યાલય સાથે ભારતીય જનતા યુવા મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ અને સાંસદ તેજસ્વી સૂર્યા અને પાર્ટીના 46 સ્ટાર પ્રચારકો આગામી દિવસોમાં જોરદાર પ્રચાર કરવાના છે.

    - Advertisement -

    આ ઉપરાંત ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ 19 નવેમ્બરના રોજ પોતાના ગુજરાત પ્રવાસે આવવાના છે. તેઓ 20 નવેમ્બરના રોજ ધોરાજીમાં મોટી જનસભાને સંબોધિત પણ કરવાના છે.

    સુરત જિલ્લામાં યોગી આદિત્યનાથને આવકારવા લોકો આતુર

    સીઆર પાટીલ દ્વારા જાહેર કરાયેલ યાદી મુજબ ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની એક જનસભા સુરત જિલ્લાની ચોર્યાસી બેઠક પર યોજાનાર છે. આ માટે સુરતવાસીઓ હમણાંથી આતુર જોવા મળ્યા હતા. ભાજપ કાર્યકર્તાઓએ ગુરુવારે ચોર્યાસીમાં JCB સાથે લઈને ચૂંટણી પ્રચાર કરવા નીકળ્યા હતા. નોંધનીય છે કે યોગી આદિત્યનાથ લોકો બુલડોઝર બાબાના હુલામણા નામથી પણ ઓળખે છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં