Sunday, April 28, 2024
More
    હોમપેજગુજરાતઅમદાવાદ: જગન્નાથ મંદિરની જમીનનો મુદ્દો ફરી ચર્ચામાં, નિયમો તોડીને યાસીન ઘાંચી નામના...

    અમદાવાદ: જગન્નાથ મંદિરની જમીનનો મુદ્દો ફરી ચર્ચામાં, નિયમો તોડીને યાસીન ઘાંચી નામના મુસ્લિમ બિલ્ડરને કરોડોની જમીન પાણીના ભાવે પધરાવાઈ હોવાનો આરોપ

    સામાજિક કાર્યકર અતુલ દવેએ પ્રેસ કોન્ફરન્સ યોજીને આરોપો લગાવ્યા, કહ્યું- આ જમીન માત્ર 2685 પ્રતિવારની કિંમતે આપી દેવામાં આવી છે. જ્યારે જમીનની હાલની મૂળ કિંમત 28,000 પ્રતિવારથી પણ વધુ છે.

    - Advertisement -

    અમદાવાદના પ્રસિદ્ધ જગન્નાથ મંદિરની જમીનનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે. 2018માં મંદિરની જમીન મુસ્લિમ વ્યક્તિને વેચતાથી આ મુદ્દો શરૂ છે. મંદિર ટ્રસ્ટ પર આરોપ લગાવવામાં આવી રહ્યો છે કે તેમણે મંદિર ખાતેની જમીન યાસીન ઘાંચી નામના મુસ્લિમ બિલ્ડરને નજીવા ભાવમાં આપી દીધી છે. આ અંગે મંદિર વહીવટીકર્તાઓનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. સામાજિક કાર્યકર દ્વારા લગાવાયેલા આક્ષેપ બાદ ટ્રસ્ટ મંડળ પર પ્રશ્નો ઊઠવાનો સિલસિલો શરૂ થઈ ગયો છે.

    અહેવાલોના જણાવ્યા અનુસાર અમદાવાદના પ્રસિદ્ધ જગન્નાથ મંદિરની જમીન વહીવહીકર્તાઓ દ્વારા મુસ્લિમ બિલ્ડર યાસીન ઘાંચીને વેચી દીધી હોવાનો ગંભીર આરોપ લગાવવામાં આવ્યો છે. આ આરોપ સામાજિક કાર્યકર અતુલ દવેએ લગાવ્યો છે. AMA ખાતે તેમણે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં તેમણે વહીવટીકર્તાઓ પર આક્ષેપ કરતાં કહ્યું હતું કે, જગન્નાથ મંદિરની 24,111 ચોરસ મીટર જમીન યાસીન ઘાંચી નામના મુસ્લિમ વ્યક્તિને કાયમી ભાડા પેટે આપી દેવામાં આવી છે. આ બાબતે ચેરિટિ કમિશનરની મંજૂરી નહોતી લીધી જેને લઈને કમિશનરે 7 જાન્યુઆરી, 2020ના રોજ આ ભાડા કરાર રદ કર્યો હતો. તેમ છતાં કોઈ કારણસર કાયમી ભાડા પેટે આપેલી જમીન બિલ્ડર પાસેથી પરત લેવામાં આવી નથી.

    પાણીના ભાવે જમીન આપી દેવાઇ હોવાનો આરોપ

    સામાજિક કાર્યકર અતુલ દવેએ આગળ જણાવતા કહ્યું કે આ જમીનની કિંમત કરોડોમાં હોવા છતાં સાવ પાણીના ભાવે વેચી દેવામાં આવી છે. આગળ ઉમેર્યું કે, આ જમીન માત્ર 2685 પ્રતિવારની કિંમતે આપી દેવામાં આવી છે. જ્યારે જમીનની હાલની મૂળ કિંમત 28,000 પ્રતિવારથી પણ વધુ છે. અતુલ દવેએ ઉમેર્યું કે મંદિરની જમીન ગુપ્ત રીતે મુસ્લિમ વ્યક્તિને સોંપી દેવાથી હિંદુઓની લાગણી દુભાઈ છે. તેમણે આગળ કહ્યું કે 35 મહિનાનો ભાડા કરાર કરવાની કોઈ જોગવાઈ છે જ નહીં અને ભાડા કરાર માટે ઓટો રિન્યૂ થાય એ પણ વિચિત્ર વાત છે.

    - Advertisement -

    યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં જ્યારે અતુલ દવેને પ્રશ્ન પૂછવામાં આવ્યો કે શું તેઓ આ મામલે કોર્ટના દરવાજા ખખડાવશે? ત્યારે તેમણે કહ્યું કે અમે કોર્ટમાં જવા માંગતા નથી પરંતુ આંદોલન દ્વારા અમે મંદિરની જમીન પરત મેળવવાનો પ્રયત્ન કરીશું. જ્યારે હવે અમદાવાદના જગન્નાથ મંદિરની જમીનનો મુદ્દો વધુ જોર પકડશે એવાં એંધાણ દેખાઈ રહ્યાં છે. સાથે જ એ પણ જાણવા મળ્યું છે કે સામાજિક કાર્યકર અતુલ ત્રિવેદીએ આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. તેઓ એક લાખ પત્રિકાઓ વહેચીને આ અંગે વિરોધ નોંધાવશે. એ સાથે જ મંદિર ટ્રસ્ટ હિંદુ સમાજની માફી માંગે તેવી માંગ પણ તેમણે કરી છે. તેમણે કહ્યું કે જેવી રીતે અયોધ્યા શ્રીરામ જન્મભૂમિ પરત લેવાઈ છે, તેવી રીતે ગુજરાતમાં પણ જનઆંદોલન થશે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં